IPL 2019 MIvCSK: જાણો કેમ વાયરલ થઈ રહ્યો છે ધોની અને પંડ્યાનો ફોટો

ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12 સિઝનના પ્રથમ ક્વોલિફાયરમાં મુંબઈ ઈન્ડિયન્સે ચેન્નઈ સુપર કિંગ્સને 6 વિકેટે પરાજય આપીને ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. 
 

IPL 2019 MIvCSK: જાણો કેમ વાયરલ થઈ રહ્યો છે ધોની અને પંડ્યાનો ફોટો

ચેન્નઈઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની 12 સિઝનનો પ્રથમ ક્વોલિફાયર ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચે રમાઇ હતી. મુંબઈએ આ મેચ 6 વિકેટથી પોતાના નામે કરી લીધી. આ મેચ બાદ હાર્દિક પંડ્યા અને મહેન્દ્ર સિંહ ધોનીનો એક ફોટો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. 

આ ફોટોને હાર્દિક પંડ્યાએ પણ શેર કર્યો છે. પંડ્યાએ ફોટો શેર કરતા લખ્યું, 'મારી પ્રેરણા, મારો મિત્ર, મારો ભાઈ, મારો લેન્જડ મહેન્દ્ર સિંહ ધોની'. હાલની સિઝનમાં હાર્દિક પંડ્યાએ મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કર્યું છે. પંડ્યાએ આ દરમિયાન ઘણી વખત હેલિકોપ્ટર શોટ ફટકાર્યો, જેને ધોનીનો સિગ્નેચર શોટ માનવામાં આવે છે. 

— IndianPremierLeague (@IPL) May 7, 2019

 
 
 

 
 
 
 
 
 
 
 
 

My inspiration, my friend, my brother, my legend ❤🚁 @mahi7781

A post shared by Hardik Pandya (@hardikpandya93) on

— Aditya Saha (@adityakumar480) May 7, 2019

— Harshil joshi (@Harshiljoshi97) May 8, 2019

ચેન્નઈ સુપર કિંગ્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટ પર 131 રન બનાવ્યા, જેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 18.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાસિલ કરી લીધો છે. આ રીચે મુંબઈ ઈન્ડિયન્સ ફાઇનલમાં પહોંચી ગઈ છે, જ્યારે ચેન્નઈ સુપર કિંગ્સે બીજી ક્વોલિફાયર મેચ રમવી પડશે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news