IPL 13: ચેન્નઈ સુપરકિંગ્સને મોટો ઝટકો, સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર આઈપીએલમાંથી બહાર


આઈપીએલ શરૂ થતાં ચેન્નઈ સુપરકિંગ્સને મોટો ઝટકો લાગ્યો છે. ચેન્નઈનો સ્ટાર બેટ્સમેન સુરેશ રૈના આ સીઝનમાં રમશે નહીં. 

 IPL 13: ચેન્નઈ સુપરકિંગ્સને મોટો ઝટકો, સુરેશ રૈના વ્યક્તિગત કારણોસર આઈપીએલમાંથી બહાર

દુબઈઃ આઈપીએલની સીઝન શરૂ થતા પહેલા એક મોટા સમાચાર આવ્યા છે. ચેન્નઈ સુપર કિંગ્સના સ્ટાર બેટ્સમેન અને મિસ્ટર આઈપીએલના નામથી જાણીતો સુરેશ રૈના આ વર્ષે આઈપીએલમાં રમશે નહીં. સુરેશ રૈના ટીમ સાથે યૂએઈ ગયો હતો.  વિસ્ફોટક બેટ્સમેન સુરેશ રૈના સંયુક્ત અરબ અમીરાત  (UAE)થી પરત ફરી ગયા છે. ચેન્નઈ સુપર કિંગ્સે કહ્યું કે, રૈના વ્યક્તિગત કારણોથી આ વર્ષે આઈપીએલમાં ઉપલબ્ધ રહેશે નહીં. 

33 વર્ષીય સુરેશ રૈનાએ 15 ઓગસ્ટે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહ્યું હતું. ત્યારબાદ તે આઈપીએલની સંક્ષિપ્ત અભ્યાસ શિબિરમાં સામેલ થયો હતો. તે ટીમની સાથે દુબઈ પણ રવાના થયો હતો. 

KS Viswanathan
CEO

— Chennai Super Kings (@ChennaiIPL) August 29, 2020

ચેન્નઈ માટે આ એક મોટો ઝટકો છે. એક દિવસ પહેલા સમાચાર આવ્યા હતા કે ટીમના ઘણા સ્ટાફને કોરોના થયો છે, જેમાં એક ભારતીય બોલર પણ સામેલ છે. ખબરો પ્રમાણે તે ફાસ્ટ બોલર દીપક ચહર છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news