Captains of Punjab Kings in IPL: સેહવાગ-ગિલિક્રિસ્ટથી લઈને મયંક સુધી, જાણો કોણ-કોણ રહ્યા છે પંજાબ કિંગ્સના કેપ્ટન
પંજાબ કિંગ્સે મયંક અગ્રવાલને પોતાનો કેપ્ટન બનાવ્યો છે. મયંક પહેલીવાર આઈપીએલમાં કોઈ ટીમનો પૂર્ણ રૂપથી કેપ્ટન બન્યો છે. તે આ ટીમનો 15મો કેપ્ટન છે.
Trending Photos
નવી દિલ્લી: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની સિઝન હવે થોડા જ દિવસમાં શરૂ થવાની છે. 26 માર્ચથી આ ટુર્નામેન્ટની શરૂઆત થવાની છે. મયંક અગ્રવાલ નવી સિઝનમાં પંજાબનું નેતૃત્વ કરશે. મયંક અગ્રવાલ પહેલાં પણ કેટલીક મેચમાં આ ભૂમિકા ભજવી ચૂક્યો છે. પરંતુ આવું પહેલીવાર થશે જ્યારે તેને ફૂલટાઈમ કેપ્ટનશીપ આપવામાં આવી છે. પંજાબ કિંગ્સ જે પહેલાં કિંગ્સ ઈલેવન પંજાબના નામથી જાણીતી હતી, તેની કમાન અત્યાર સુધી અનેક દિગ્ગજો સંભાળી ચૂક્યા હતા. એડમ ગિલિક્રિસ્ટથી લઈને યુવરાજ સિંહ સુધી પંજાબના કેપ્ટન રહ્યા છે. પરંતુ આ ટીમ એકપણ વખત ટાઈટલ જીતી શકી નથી.
પંજાબ કિંગ્સના કેપ્ટનની યાદી:
1. એડમ ગિલિક્રિસ્ટ - 17 જીત
2. જ્યોર્જ બેઈલી - 14 જીત
3. યુવરાજ સિંહ - 17 જીત
4. રવિચંદ્રન અશ્વિન - 12 જીત
5. લોકેશ રાહુલ - 11 જીત
6. ગ્લેન મેક્સવેલ - 7 જીત
7. કુમાર સંગાકારા - 3 જીત
8. ડેવિડ હસી - 7 જીત
9. મુરલી વિજય - 3 જીત
10. ડેવિડ મિલર - 1 જીત
11. મયંક અગ્રવાલ - 1 હાર
12. માહેલા જયવર્ધને - 1 હાર
13. વીરેન્દ્ર સેહવાગ - ટાઈ
પંજાબ કિંગ્સનું અલગ-અલગ સિઝનમાં પ્રદર્શન:
2021 : છઠ્ઠો નંબર
2020 : છઠ્ઠો નંબર
2019 : છઠ્ઠો નંબર
2018 : સાતમો નંબર
2017 : પાંચમો નંબર
2016 : આઠમો નંબર
2015 : આઠમો નંબર
2014 : બીજો નંબર
2013 : છઠ્ઠો નંબર
2012 : છઠ્ઠો નંબર
2011 : પાંચમો નંબર
2010 : આઠમો નંબર
2009 : પાંચમો નંબર
2008 : ત્રીજો નંબર
પંજાબ કિંગ્સ સ્ક્વોડ:
રિટેન્શન લિસ્ટ: મયંક અગ્રવાલ (14 કરોડ), અર્શદીપ સિંહ (4 કરોડ)
બેટ્સમેન/ વિકેટકીપર : શિખર ધવન (8.25 કરોડ), જોની બેરસ્ટો (6.75 કરોડ), પ્રભસિમરન સિંહ (60 લાખ), જિતેશ શર્મા (20 લાખ), ભાનુકા રાજપક્ષે (50 લાખ)
ઓલરાઉન્ડર: શાહરુખ ખાન (9 કરોડ), હરપ્રીત બરાર (3.8 કરોડ), લિયામ લિંવિગસ્ટોન (11.50 કરોડ), ઓડિયન સ્મિથ (6 કરોડ), રાજ અંગદ બાવા (2 કરોડ), ઋષિ ધવન (55 લાખ), પ્રેરક માંકડ (20 લાખ), ઋત્વિક ચેટરજી (20 લાખ), બલતેજ ઢાંડા (20 લાખ), અંશ પટેલ (20 લાખ), અથર્વ તાઈડે (20 લાખ), બેની હોવેલ (40 લાખ)
બોલર: કાગિસો રબાડા (9.25 કરોડ), રાહુલ ચહર (5.25 કરોડ), ઈશાન પોરેલ (25 લાખ), સંદીપ શર્મા (50 લાખ), વૈભવ અરોરા (2 કરોડ), નાથન એલિસ (75 લાખ)
સ્ક્વોડ સ્ટ્રેન્થ: 25 (18 ભારતીય, 7 વિદેશી)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે