Champions Trophy પહેલા ફરીથી બ્રેક પર ઉતર્યો રોહિત શર્મા, લીધો ચોંકાવનારો નિર્ણય

Ranji Trophy: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેમની ઓપનિંગ જોડીદાર યશસ્વી જયસ્વાલે ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા એક મોટો નિર્ણય લીધો છે.
 

Champions Trophy પહેલા ફરીથી બ્રેક પર ઉતર્યો રોહિત શર્મા, લીધો ચોંકાવનારો નિર્ણય

Rohit Sharma: ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા અને તેમની ઓપનિંગ જોડીદાર યશસ્વી જયસ્વાલે મોટો નિર્ણણ લીધો છે. જ્યાં બનેને ખેલાડીઓએ મુંબઈની આગામી રણજી મેચથી હટી જવાનો નિર્ણય લીધો છે. તેમણે આ નિર્ણય ઈંગ્લેન્ડ વિરુદ્ધ આગામી વનડે સીરિઝ અને ચેમ્પિયન્સ ટ્રોફીની તૈયારી કરવા માટે લીધો છે. તમને જણાવી દઈએ કે 10 વર્ષ બાદ રણજી ટ્રોફી મેચ રમવા ઉતર્યા હતા.

બેટ સાથે રોહિતનું પ્રદર્શન કંઈ ખાસ નથી
'ઈન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલ મુજબ, રોહિત-યશસ્વીએ મુંબઈના ટીમ મેનેજમેન્ટને આ અંગે જાણ કરી છે. રોહિત જમ્મુ અને કાશ્મીર સામેના પાંચમા રાઉન્ડની મેચમાં મુંબઈ માટે દેખાયો, જ્યાં તેણે બંને દાવમાં સંયુક્ત રીતે 31 રન બનાવ્યા. તે પ્રથમ દાવમાં માત્ર ત્રણ રન જ બનાવી શક્યો હતો જ્યારે બીજી ઈનિંગમાં તેણે 28 રનનું યોગદાન આપ્યું હતું. આ મેચમાં સ્ટાર ખેલાડીઓની હાજરી છતાં ટીમ પાંચ વિકેટે હારી ગઈ હતી. ટીમે આગામી મેચમાં 30 જાન્યુઆરીએ મેઘાલયનો સામનો કરવાનો છે.

— Dinda Academy (@academy_dinda) January 25, 2025

યશસ્વીની પણ હાલત ખરાબ
રોહિતની જેમ જ જયસ્વાલ પણ જમ્મુ અને કાશ્મીર સામે પ્રથમ દાવમાં સસ્તામાં આઉટ થયો હતો, જ્યાં તેણે ચાર રન બનાવ્યા હતા. બીજી ઇનિંગમાં પણ તેનું બેટ કંઈ કરી શક્યું ન હતું, જ્યાં તેણે 26 રનની ઇનિંગ રમી હતી. તમને જણાવી દઈએ કે યશસ્વીએ ઈંગ્લેન્ડ સામેની ODI શ્રેણી સાથે પહેલીવાર ODI ટીમમાં પ્રવેશ કર્યો. આ સિવાય તે ભારતની 15 સભ્યોની ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનો પણ ભાગ છે.

10 વર્ષની રાહ પૂરી થઈ
રોહિતે જમ્મુ અને કાશ્મીર સામેની મેચ સાથે દસ વર્ષના લાંબા ગાળા બાદ ઘરેલુ ક્રિકેટમાં વાપસી કરી હતી. ભારતીય ટીમના કેપ્ટન હોવા છતાં રોહિતે આ મેચમાં કેપ્ટનશીપ કરી ન હતી. ટીમે આ જવાબદારી માટે અજિંક્ય રહાણેની પસંદગી કરી હતી. રોહિતે આ મેચમાં રમવાનું શરૂ કરતાની સાથે જ તે છેલ્લા 17 વર્ષમાં રણજી ટ્રોફી મેચમાં ભાગ લેનાર પ્રથમ ભારતીય કેપ્ટન બની ગયો. આવું કરનાર છેલ્લો કેપ્ટન અનિલ કુંબલે હતો, જેણે 2008માં રણજી મેચ રમી હતી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news