Tokyo Paralympics: Bhavina Patel એ રચ્યો ઇતિહાસ, ભારત માટે મેડલ પાક્કો

ટોક્યોમાં ચાલી રહેલા પેરાલમ્પિક ઓલમ્પિકમાં ભારતની ભાવિના પટેલ (Bhavina Patel) એ કમાલ કરી દીધો છે. ભાવિનાએ મહિલા ટેબલ ટેનિસ એકલ ક્લાસ 4 ની સેમીફાઇનલમાં પહોંચવાની સાથે જ દેશ માટે મેડલ સુનિશ્વિત કરી દીધો છે. 

Tokyo Paralympics: Bhavina Patel એ રચ્યો ઇતિહાસ, ભારત માટે મેડલ પાક્કો

ટોક્યો: ટોક્યોમાં ચાલી રહેલા પેરાલમ્પિક ઓલમ્પિકમાં ભારતની ભાવિના પટેલ (Bhavina Patel) એ કમાલ કરી દીધો છે. ભાવિનાએ મહિલા ટેબલ ટેનિસ એકલ ક્લાસ 4 ની સેમીફાઇનલમાં પહોંચવાની સાથે જ દેશ માટે મેડલ સુનિશ્વિત કરી દીધો છે. 

પેરાલમ્પિક ઓલમ્પિકમાં ભારતનો મેડલ પાક્કો
અમદાવાદની 34 વર્ષીય ભાવિના (Bhavina Patel) એ 2016 રિયો પેરાલમ્પિકની ગોલ્ડ મેડલ વિજેતા સર્બિયાની બોરિસલાવા પેરિચ રાંકોવિચને સીધી ગેમમાં 3-0 થી હરાવીને સેમીફાઇનલમાં પ્રવેશ કર્યો છે. ભાવિનાએ 19 મિનિટ સુધી ચાલનાર રાંકોવિચને 11-5,11-6, 11-7 થી હરાવી.

ભાવિના પહેલી ભારતી મહિલા ટેબલ ટેનિસ ખેલાડી છે જેમણે પેરાલમ્પિક રમતોની સેમીફાઇનલમાં સ્થાન બનાવ્યું છે. સેમીફાઇનલમાં ભાવિનાનો સામનો શનિવારે ચીનની ઝાંગ મિઆ સાથે થશે. 

ભાવિનાએ સેમીફાઇનલમાં મારી એન્ટ્રી
ભાવિના (Bhavina Patel) ને ગ્રુપ એના મુકાબલે ચીનની જોઉ યિંગની સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ તેમણે સારી રીતે વાપસી કરી લીધી અને બે નોકઆઉટ મુકાબલા જીતીને પદક પાકો કરી લીધો છે. 

ભાવિના (Bhavina Patel) આ પહેલાં રાઉન્ડ-16 માં 23 મિનિટ સુધી ચાલનાર મુકાબલામાં બ્રાજીલની જિઓસી ડી ઓલિવિએરિયાને 12-10, 13-11, 11-6 ને હરાવીને ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન બનાવી લીધું છે. 

તમને જણાવી દઇએ કે ટોક્યો પેરાલમ્પિક ટેબલ ટેનિસમાં કાંસ્ય પદક પ્લે-ઓફ મુકાબલો યોજાશે નહી અને સેમીફાઇનલમાં હારનાર બંને ખેલાડીઓને કાંસ્ય પદક મળશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news