BCCI Meeting: તો IPL 2023માં નહીં રમે કોહલી, હાર્દિક અને રોહિત, સામે આવી મોટી જાણકારી
BCCI Meeting: ભારતીય ક્રિકેટ બોર્ડ દ્વારા આજે યોજાયેલી રિવ્યૂ બેઠકમાં મોટા નિર્ણય લેવામાં આવ્યા છે. તેમાં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટને લઈને કહેવામાં આવ્યું છે કે તેને આઈપીએલ 2023થી દૂર કરી શકાય છે.
Trending Photos
મુંબઈઃ BCCI Meeting: બીસીસીઆઈ (BCCI) એ નવા વર્ષના દિવસે (1 જાન્યુઆરી 2023) ના રિવ્યૂ મીટિંગ કરી. આ મીટિંગમાં બોર્ડ તરફથી ઘણા નિર્ણયો લેવામાં આવ્યા. તેમાં ખેલાડીઓના વર્કલોડ મેનેજમેન્ટ પર ખાસ કરીને ધ્યાન આપવામાં આવ્યું છે. બેઠકમાં ટીમનો કેપ્ટન રોહિત શર્મા, કોચ રાહુલ દ્રવિડ, બીસીસીઆઈ અધ્યક્ષ રોજર બિન્ની, સચિવ જય શાહ, પૂર્વ પસંદગી સમિતિના અધ્યક્ષ ચેતન શર્મા અને એનસીએ પ્રમુખ વીવીએસ લક્ષ્મણ હાજર રહ્યા હતા.
સમીક્ષા બેઠકમાં ઓક્ટોબરમાં રમાનાર વિશ્વકપને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો. કહેવામાં આવ્યું છે કે વિશ્વકપને ધ્યાનમાં રાખતા આઈપીએલ 2023માંથી કેટલાક મોટા અને મહત્વના ખેલાડીઓને આરામ આપવામાં આવી શકે છે.
આ બેઠકમાં વર્કલોડ મેનેજમેન્ટ સિવાય ટી20 વિશ્વકપ 2022ની સેમીફાઇનલ, આફ્રિકા અને ઈંગ્લેન્ડ વિરુદ્ધ હારેલી સિરીઝ પર પણ ચર્ચા કરવામાં આવી. કેપ્ટન રોહિત શર્માએ ખેલાડીઓની ફિટનેસને લઈને વાત કરી. તેણે કહ્યું કે, તે વાતની માહિતી મેળવવી પડશે કે આખરે ખેલાડી વારંવાર કેમ ઈજાગ્રસ્ત થઈ રહ્યાં છે. પાછલા વર્ષે જસપ્રીત બુમરાહ અને દીપક ચાહર જેવા બોલર સતત ઈજાને કારણે મેદાનની બહાર રહ્યાં હતા.
રોહિત શર્માએ ખેલાડીઓની ફિટનેસને લઈને વાત કરતા કહ્યું- આપણે તેના મૂળ સુધી જવું પડશે અને તે સમજવાનો પ્રયાસ કરવો પડશે. મને ખ્યાલ નથી કે શું છે. તે બની શકે કે વધુ ક્રિકેટ રમી રહ્યાં હોય. આપણે તે દરેક ખેલાડીઓ પર નજર રાખવાની જરૂર છે. કારણ કે તે સમજવુ જરૂરી છે કે જ્યારે તે ભારત માટે રમવા આવે તો સંપૂર્ણ ફિટ હોવા જોઈએ.
બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય
- ખેલાડીઓને તેની ઈજાને જોતા આઈપીએલ 2023થી દૂર કરી શકાય છે.
- 20 ખેલાડીઓના પૂલથી વનડે વિશ્વકપની ટીમની પસંદગી થશે. આ પૂલ બનાવી દેવામાં આવ્યો છે.
- નવી બ્લૂપ્રિન્ટ પ્રમાણે ખેલાડીઓના સેન્ટ્રલ પૂલ માટે ફિટનેસ અને વર્કલોડનો રોડમેપ તૈયાર કરવામાં આવશે. તે માટે કામ શરૂ કરી દેવામાં આવ્યું છે.
- ખેલાડીઓની ફિટનેસ પર વધુ ધ્યાન આપવા માટે યો-યો ટેસ્ટની સાથે ડેક્સા સ્કેન પણ જોડવામાં આવશે. આ ટેસ્ટ દ્વારા ખેલાડીઓના હાડકાંની મજબૂતી વિશે માહિતી મળશે.
- ડેક્સા ટેસ્ટથી ખેલાડીઓના શરીરમાં હાજર ચરબી, હાડકાના સ્નાયુઓની તાકાતની જાણકારી મળશે. ડેક્સા એક 10 મિનિટનો ટેસ્ટ હોય છે.
- ટીમમાં પસંદગી માટે માત્ર આઈપીએલ એકમાત્ર માપદંડ હશે નહીં. ટીમમાં જગ્યા મેળવવા માટે ખેલાડીઓએ ઘરેલૂ ક્રિકેટમાં સારૂ પ્રદર્શન કરવું પડશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે