BCCIએ એક ઝટકામાં 7 ખેલાડીઓને બહાર બેસાડ્યા, જાણો કોના માટે દરવાજા થયા બંધ?

BCCI: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ ભારતીય ક્રિકેટર્સ માટેના નવા કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. ગત વર્ષના પ્રદર્શનના આધાર પર કેટલાક ખેલાડીઓને પ્રમોટ કરવામાં આવ્યા છે તો કેટલાકને ડીમોટ. આ લિસ્ટમાં સાત ખેલાડીઓ એવા છે જેમને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે. જેમાંથી 5 સિનીયર છે અને 2 હાલ ટીમમાં જગ્યા મેળવી શકે એવા ક્રિકેટર છે.

BCCIએ એક ઝટકામાં 7 ખેલાડીઓને બહાર બેસાડ્યા, જાણો કોના માટે દરવાજા થયા બંધ?

BCCI Central Contract: BCCIએ જાહેર કરેલી નવી લિસ્ટમાં જેમને બહારનો રસ્તો બતાવવામાં આવ્યો છે તેમાં ટીમની કમાન સંભાળી ચૂકેલા અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા, ભૂવનેશ્વર કુમાર, રિદ્ધીમાન સાહા, હનુમા વિહારી છે. આ સાથે મયંક અગ્રવાલ અને દીપક ચહરનું નામ પણ લિસ્ટમાંથી બહાર કરવામાં આવ્યું છે. આ સાતમાંથી પાંચ ખેલાડીઓ માટે ટીમમાં પાછી જગ્યા મેળવવી મુશ્કેલી છે. પરંતુ મયંક અને દીપક પ્રયાસ કરે તો પાછા આવી શકે છે.

છેલ્લા લાંબા સમયથી ટીમમાંથી બહાર છે એવા અજિંક્ય રહાણે, ઈશાંત શર્મા, ભૂવનેશ્વર કુમાર, રિદ્ધીમાન સાહા, હનુમા વિહારી માટે ટીમના દરવાજા લગભગ બંધ થઈ ગયા છે. રહાણેએ તો ઘરેલૂ સિરીઝમાં સારું પફોર્મ કર્યું હોવા છતાં તેને મોકો નથી આપવામાં આવ્યો. હનુમા વિહારી ઈજાગ્રસ્ત છે. તો ઈશાંત અને ભૂવનેશ્વરને પણ ઈજા હોવાના કારણે તેઓ કારકીર્દિના આખરી પડાવ પર પહોંચી ગયા છે.

વિકેટકીપર રિદ્ધિમાન સાહાએ ટીમ ઈન્ડિયાના કોચ રાહુલ દ્રવિડ સાથે થયેલી વાતને સૌની સામે રાખી દીધી હતી. તેણે કહ્યું હતું કે, કોચે એ સાફ કર્યું છે કે તેઓ હવે યુવાનોને મોકો આપવા માંગે છે અને જેથી તેમના માટે ટીમમાં જગ્યા નથી. સાહા હાલ ટીમમાંથી બહાર છે અને હવે કોન્ટ્રાક્ટ ખતમ થયો છે તો તેની પાસે સંન્યાસ સિવાય કોઈ રસ્તો નથી.

BCCIના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર થયેલા બૉલર દીપક ચહર અને ઓપનર મયંક અગ્રવાલ પાસે હજુ પણ પાછા આવવાનો મોકો છે. મયંકે હાલમાં ઘરેલૂ સિરીઝમાં સારું પ્રદર્શન કર્યું હતું. તો દીપક ઈજાના કારણે બહાર છે. ગમે ત્યારે તેઓ મેદાનમાં પાછા આવી શકે છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news