BCCIના A પ્લસ લિસ્ટમાંથી બહાર થયા શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર, કારણ કે...

ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને બીસીસીઆઇએ એ પ્લસ કેટેગરીમાંથી બહાર કરી દીધા છે

BCCIના A પ્લસ લિસ્ટમાંથી બહાર થયા શિખર ધવન અને ભુવનેશ્વર કુમાર, કારણ કે...

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ટીમના ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન અને ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારને બીસીસીઆઇએ એ પ્લસ કેટેગરીમાંથી બહાર કરી દીધા છે. 

બીસીસીઆઇ દ્વારા ગુરુવારે મોડી રાત્રે ટીમ ઇન્ડિયાના ખેલાડીઓ માટે વાર્ષિક કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. કોન્ટ્રાક્ટ પ્રમાણે કેપ્ટન વિરાટ કોહલી, વન ડે મેચનો ઉપકેપ્ટન રોહિત શર્મા અને ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને જ એ પ્લસ કેટેગરીમાં રાખવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ભુવનેશ્વર અને ધવનને એ પ્લસ કેટેગરીમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. આ સિવાય યુવા વિકેટકીપર અને બેટ્સમેન ઋષભ પંતને એ કેટેગરીમાં જગ્યા આપવામાં આવી છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news