રાહુલ દ્રવિડ જ રહેશે ટીમ ઈન્ડિયાના કોચ, BCCI એ કાર્યકાળ લંબાવવાની કરી જાહેરાત
BCCI એ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને ટીમ ઈન્ડિયાના સહયોગી સ્ટાફ (સીનિયર પુરુષ) માટે કોન્ટ્રાક્ટ આગળ લંબાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ પૂરી થયેલી આઈસીસી પુરુષ વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 બાદ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ BCCI એ દ્રવિડ સાથે ચર્ચા કરી અને છેલ્લે સર્વસંમતિથી કાર્યકાળને આગળ વધારવાનો નિર્ણય લીધો છે.
Trending Photos
BCCI એ મુખ્ય કોચ રાહુલ દ્રવિડ અને ટીમ ઈન્ડિયાના સહયોગી સ્ટાફ (સીનિયર પુરુષ) માટે કોન્ટ્રાક્ટ આગળ લંબાવવાનો નિર્ણય લીધો છે. હાલમાં જ પૂરી થયેલી આઈસીસી પુરુષ વનડે ક્રિકેટ વર્લ્ડ કપ 2023 બાદ દ્રવિડનો કોન્ટ્રાક્ટ પૂરો થઈ ગયો હતો. ત્યારબાદ BCCI એ દ્રવિડ સાથે ચર્ચા કરી અને છેલ્લે સર્વસંમતિથી કાર્યકાળને આગળ વધારવાનો નિર્ણય લીધો છે. બોર્ડે ભારતીય ટીમને તૈયાર કરવામાં દ્રવિડની મહત્વપૂર્ણ ભૂમિકાની પ્રશંસા કરી છે અને તેમની સાથે કોન્ટ્રાક્ટને આગળ વધારવાનો મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
બોર્ડે એનસીએના પ્રમુખ અને સ્ટેન્ડ ઈન હેડ કોચ તરીકે વીવી એસ લક્ષ્મણની પણ પ્રશંસા કરી છે. બીસીસીઆઈએ કોચિંગ સ્ટાફના પણ વખાણ કર્યા છે અને પોતાના નિવેદનમાં કહ્યું છે કે બધાએ મળીને ટીમને આગળ વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. બધાએ ભારતીય ટીમ માટે મળીને શાનદાર કામ કર્યું છે. અત્રે જણાવવાનું કે બીસીસીઆઈએ દ્રવિડની સાથે સાથે સપોર્ટ સ્ટાફનો કાર્યકાળ પણ લંબાવ્યો છે.
BCCI announces the extension of contracts of head coach Rahul Dravid along with support staff pic.twitter.com/ZcGacTkPkQ
— ANI (@ANI) November 29, 2023
કાર્યકાળ લંબાવવા પર રાહુલ દ્રવિડે કહ્યું કે છેલ્લા બે વર્ષ યાદગાર રહ્યા. અમે એક ટીમ તરીકે ઘણું બધુ મેળવવા માટે સફળ રહ્યા. અમે એકજૂથ રહીને ઉતાર ચડાવ મહેસૂસ કર્યા. બધા સાથે કામ કરવાનો અનુભવ શાનદાર રહ્યો. ડ્રેસિંગ રૂમમાં અમે જે માહોલ સ્થાપિત કર્યો તેના પર મને વાસ્તવમાં ગર્વ છે. અમારી ટીમ પાસે જે કૌશલ અને પ્રતિભા છે તે અભૂતપૂર્વ છે અને અમે જે ચીજ પર ભાર મૂક્યો છે તે છે યોગ્ય પ્રક્રિયાનું પાલન કરવું અને અમારી તૈયારીઓ પર કાયમ રહેવું. જેની પરિણામ પર સીધી અસર પડી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે