T20 મેચમાં થર્ડ અમ્પાયરથી થઈ મોટી ભૂલ, NOT OUT હતો બેટર, આપી દીધો આઉટ, જુઓ VIDEO

બિગ બેશ લીગની એક મેચમાં થર્ડ અમ્પાયરની મોટી ભૂલ જોવા મળી છે. આ મેચ સિડની સિક્સર્સ અને મેલબોર્ન સ્ટાર્સ વચ્ચે રમાઈ હતી. અમ્પાયરે નોટઆઉટ બેટરને આઉટ આપી દીધો હતો.

T20 મેચમાં થર્ડ અમ્પાયરથી થઈ મોટી ભૂલ,  NOT OUT હતો બેટર, આપી દીધો આઉટ, જુઓ VIDEO

સિડનીઃ ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલી ટી20 લીગ બિગ બેશમાં મેલબોર્ન સ્ટાર્સ અને સિડની સિક્સર્સ વચ્ચે રમાયેલી મેચમાં થર્ડ અમ્પાયરની એક મોટી ભૂલ જોવા મળી છે. બંને ટીમો વચ્ચે આ મુકાબલો મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાઈ રહ્યો હતો, જેમાં સિડની સિક્સર્સના બેટર જોશ ફિલિપી વિરુદ્ધ રનઆઉટના નિર્ણયમાં થર્ડ અમ્પાયરની ભૂલથી તેને નોટ આઉટ આપવાની જગ્યાએ આઉટનું બટન દબાવી દીધું. ત્યારબાદ અમ્પાયરને પોતાની ભૂલનો અહેસાસ થયો તો તેમણે તત્કાલ ભૂલ સુધારતા ફરી નોટ આઉટનો નિર્ણય કર્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. 

મેક્સવેલ સહિત મેદાન પર રહેલા ખેલાડીઓ હસવા લાગ્યા
મેલબોર્ન સ્ટાર્સ ટીમ તરફથી રમી રહેલા ઇમાદ વસીમની ઓવરમાં જેમ્સ વિંસે બોલને સીધો મારવાનો પ્રયાસ કર્યો પરંતુ ઇમાદે તેને રોકતા સીધો નોન સ્ટ્રાઇક એન્ડની સ્ટમ્પ પર માર્યો, આ દરમિયાન બીજા છેડે રહેલા બેટર જોશ ફિલિપીએ તત્કાલ પોતાનું બેટ ક્રીઝની અંદર લાવી દીધુ હતું. ફીલ્ડ અમ્પાયરે રન આઉટની અપીલ ત્રીજા અમ્પાયર પાસે મોકલી દીધી, ત્યારબાદ મોટી સ્ક્રીન પર રિપ્લે જોયા બાદ મેદાન પર રહેલા દરેક ખેલાડીઓને ખબર પડી કે આ નોટઆઉટ છે. પરંતુ ત્યારબાદ અમ્પાયલે ભૂલથી આઉટનું બટન દબાવી દીધું તો મેક્સવેલથી લઈને અન્ય ખેલાડીઓ ચોકી ગયા હતા. પરંતુ બાદમાં ત્રીજા અમ્પાયરે પોતાની ભૂલ સુધારી હતી.

— KFC Big Bash League (@BBL) January 6, 2024

જેમ્સ વિંસે અપાવી સિડની સિક્સર્સને શાનદાર જીત
આ મુકાબલાને લઈને વાત કરવામાં આવે તો મેલબોર્ન સ્ટાર્સે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 4 વિકેટના નુકસાન પર 156 રન બનાવ્યા હતા. ત્યારબાદ લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી સિડની સિક્સર્સની ટીમ માટે જેમ્સ વિંસે 79 અને ડેનિયલ હ્યૂઝે 41 રનની ઈનિંગ રમતા ટીમને 18.1 ઓવરમાં 7 વિકેટે જીત અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ મુકાબલામાં જીતની સાથે હવે પોઈન્ટ ટેબલમાં સિડની સિક્સર્સની ટીમ 10 પોઈન્ટ સાથે બીજા સ્થાને પહોંચી ગઈ છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news