AUS OPEN: ઓસાકાને હરાવનાર 15 વર્ષની ગોફ બહાર, જોકોવિચ અને ક્વિતોવા ક્વાર્ટર ફાઇનલમાં

જોકોવિચે 2 કલાક 6 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં આર્જેન્ટીનાના ડિએગો સ્વાર્ટ્જમેચને  6-3, 6-4, 6-4થી પરાજય આપ્યો હતો.
 

 AUS OPEN: ઓસાકાને હરાવનાર 15 વર્ષની ગોફ બહાર, જોકોવિચ અને ક્વિતોવા ક્વાર્ટર ફાઇનલમાં

મેલબોર્નઃ વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનના (australian open 2020) 7માં દિવસે રવિવારે વધુ એક અપસેટ સર્જાયો હતો. 15 વર્ષની અમેરિકાની સ્ટાર કોકો કોરી ગોફ ચોથા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી. તેને પોતાના દેશની સોફિયા કેનિને 7-6, 6-3, 6-0થી પરાજય આપ્યો હતો. વર્લ્ડ નંબર-2 સર્બિયાનો નોવાક જોકોવિચ અને ચેક રિપબ્લિકની પેત્રા ક્વિતોવા ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી ગઈ છે. 

જોકોવિચે 2 કલાક 6 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં આર્જેન્ટીનાના ડિએગો સ્વાર્ટ્જમેચને  6-3, 6-4, 6-4થી પરાજય આપ્યો હતો. તો વિશ્વની નંબર-8 ખેલાડી ક્વિતોવાએ વર્લ્ડ નંબર-23 ગ્રીસની મારિયા સકારીને 7-6, 6-3, 6-2થી પરાજય આપ્યો હતો. 

કિયાંગ વાંગ ચોથા રાઉન્ડમાં બહાર
2014ના યૂએસ ઓપન ચેમ્પિયન ક્રોએશિયાની મારિન સિલિચ પણ ચોથા રાઉન્ડમાં બહાર થઈ ગયો છે. તેને કેનેડાના મિલોસ રાઓનિકે 6-4, 6-3, 7-5થી પરાજય આપ્યો હતો. તો ટ્યૂનિશિયાની ઓન્સ જબેઉરે પ્રથમવાર ટૂર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલમાં જગ્યા બનાવી છે. ઓન્સે ચીનની કિયાંગ વાંગને સીધા સેટોમાં 7-6, 6-1થી હરાવી હતી. વાંગે ત્રીજા રાઉન્ડમાં અમેરિકાની સેરેના વિલિયમ્સને હરાવી હતી. 

ગોફે ટૂર્નામેન્ટમાં ઓસાકા-વીનસને હરાવી હતી
ગોફે ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનની નાઓમી ઓસાકાને ટૂર્નામેન્ટથી બહાર કરી હતી. વર્લ્ડ નંબર-67 ગોફે વિશ્વની નંબર-4 ઓસાકાને સીધા સેટોમાં 6-3, 6-4 થી હરાવી હતી. આ પહેલા ગોફે પ્રથમ રાઉન્ડમાં હમવતન વીનસ વિલિયમ્સને પણ હરાવી ટૂર્નામેન્ટમાંથી બહાર કરી હતી. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news