IPL ઈતિહાસઃ છેલ્લા 12 વર્ષથી કોઈ તોડી શક્યું નથી શોન માર્શનો આ અનોખો રેકોર્ડ
આઈપીએલ 2008ના ઓરેન્જ કેપ વિજેતા ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના બેટ્સમેન શોર્ન માર્શના નામે આઈપીએલ ઈતિહાસનો એક એવો અનોખો રેકોર્ડ નોંધાયેલો છે, જે છેલ્લા 12 વર્ષથી યથાવત છે.
Trending Photos
નવી દિલ્હીઃ 12 વર્ષ પહેલા હાલના સમયમાં ટી-20 ક્રિકેટની સૌથી મોટી લીગ આઈપીએલ (IPL)ના આયોજનની શરૂઆત થઈ હતી. ક્રિકેટની દુનિયામાં આ એક નવુ પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું હતું. આઈપીએલની પહેલી સીઝનમાં ઘણા ઐતિહાસિક મુકાબલા અને રેકોર્ડ જોવા મળ્યા. પરંતુ સીધા શબ્દોમાં કહેવામાં આવે તો આઈપીએલની સીઝન 1 ખાસ કરીને ઓસ્ટ્રેલિયાના ડાબા હાથના બેટ્સમેન શોન માર્શ (Shaun Marsh)ના નામે રહી હતી. 2008ની આઈપીએલમાં શોન માર્શે એક અનોખી સિદ્ધિ મેળવી હતી, જે આઈપીએલના 12 વર્ષના ઈતિહાસમાં વર્તમાન સમયમાં પણ અમર છે, શોન માર્શનો આ રેકોર્ડ અત્યાર સુધી કોઈ તોડી શક્યું નથી. આવો જાણીએ શોન માર્શના અતૂટ રેકોર્ડ વિશે...
ઓરેન્જ કેપ જીતનાર એકમાત્ર અનકેપ્ડ ખેલાડી શોન માર્શ
હકીકતમાં આઈપીએલ-1 (IPL-1)મા કાંગારૂ પ્લેયર શોન માર્શ ઓરેન્ડ કેપ વિજેતા બન્યો હતો. શોન માર્શે કિંગ્સ ઇલેવન પંજાબ (KXIP) તરફથી રમતા આ પર્દાપણ આઈપીએલ સીઝનમાં સૌથી વધુ 616 રન બનાવ્યા હતા. માર્શે આ રન માત્ર 11 મેચમાં બનાવ્યા હતા. તે સીઝનમાં માર્શની એવરેજ 68.44 રહી હતી. તો માર્શના બેટથી 139.68ની સ્ટ્રાઇક રેટની સાથે 1 સદી અને 5 અડધી સદી નિકળી હતી.
હવે તેવામાં શોન માર્શની ઓરેન્જ કેપ જીતવી ખાસ અને ઐતિહાસિક તે માટે છે, કારણ કે માર્શ અત્યાર સુધી આઈપીએલ ઈતિહાસમાં એકમાત્ર એવો અનકેપ્ડ બેટ્સમેન છે, જેણે ઓરેન્જ કેપ જીતી છે. એટલે કે 2008ના આઈપીએલ પહેલા શોન માર્શે ઓસ્ટ્રેલિયાની રાષ્ટ્રીય ટીમ માટે પર્દાપણ કર્યું નહતું. માર્શનો આ અનોખો રેકોર્ડ આઈપીએલમાં હજુ સુધી યથાવત છે. આ 12 વર્ષોમાં કોઈ અનકેપ્ડ બેટ્સમેન ઓરેન્જ કેપ જીતી શક્યો નથી. આઈપીએલની સફળતા બાદ શોન માર્શને કાંગારૂ ટીમમાં સ્થાન મળ્યું હતું.
માર્શના નામે આઈપીએલમાં સદી
આઈપીએલ-1મા શોન માર્શની સૌથી શ્રેષ્ઠ ઈનિંગ તે હતી, જેમાં તેણે આઈપીએલ કરિયરનો સર્વોચ્ચ સ્કોર બનાવ્યો હતો. આઈપીએલ 2008ની 56મી મેચ કિંગ્સ ઇલેવન પંજાબ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાઇ હતી. આ મેચમાં માર્શે દમદાર ઈનિંગ રમતા 11 ચોગ્ગા અને 7 છગ્ગા ફટકાર્યા હતા. માર્શની દમદાર ઈનિંગની મદદથી પંજાબે રાજસ્થાન પર 41 રનથી જીત હાસિલ કરવામાં સફળતા મેળવી હતી. પરંતુ વર્ષ 2017 બાદથી શોન માર્શે આઈપીએલમાં એકપણ મેચ રમી નથી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે