ઓસ્ટ્રેલિયાની ઓલરાઉન્ડર એલિસ પેરી મહિલા ટી20 વિશ્વકપમાંથી બહાર
સેમિફાઇનલ જેવા મહત્વના મુકાબલા પહેલા ઓસ્ટ્રેલિયાને મોટો ઝટકો લાગ્યો છે. સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરી ઈજાને કારણે ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે.
Trending Photos
સિડનીઃ વર્તમાન ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાને મંગળવારે તે સમયે મોટો ઝટકો લાગ્યો જ્યારે તેની સ્ટાર ઓલરાઉન્ડર એલિસ પેરી આઈસીસી મહિલા ટી20 વિશ્વકપથી બહાર થઈ ગઈ છે. તેના પગના સ્નાયૂઓ ખેંચાઇ ગયા અને આ કારણે તેણે બહાર થવું પડ્યું છે.
સોમવારે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટીમની રોમાંચક જીત દરમિયાન રન આઉટ કરવાના પ્રયાસ બાદ પેરી દુખાવા સાથે મેદાનની બહાર જતી જોવા મળી હતી. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ કહ્યું કે, પેરી ચાર વખતની ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાના ગુરૂવારે સિડનીમાં રમાનારી સેમિફાઇનલ અને જો ટીમ આગળ વધી તો રવિવારે રમાનારી ફાઇનલમાં રમી શકશે નહીં.
રણજી ટ્રોફીઃ કર્ણાટકને હરાવી બંગાળ 13 વર્ષ બાદ ફાઇનલમાં પહોંચ્યું
ઈજાની ગંભીરતાનો અંદાજો તે વાતથી લગાવી શકાય છે કે તે આ મહિને યોજાનારા ઓસ્ટ્રેલિયાના દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર પણ ઉપલબ્ધ રહેશે નહીં. ટીમ ડોક્ટર પિપ ઇંગે નિવેદનમાં કહ્યું, 'એલિસના ડાબા પગના સ્નાયૂઓમાં ટોપ ગ્રેડની ઈજા છે તેના કારણે તેણે રમતથી લાંબા સમય સુધી દૂર રહેવું પડી શકે છે.'
જુઓ LIVE TV
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે