World Cup 2019 AUSvsPAK: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પાકને આપી માત

આઈસીસી વિશ્વ કપ-2019ની 17મી મેચમાં આજે ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન આમને સામને છે. આ મેચમાં પાકિસ્તાને ટોસ જીતીને પ્રથમ ફીલ્ડિંગનો નિર્ણય કર્યો છે. 

World Cup 2019 AUSvsPAK: ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પાકને આપી માત

ટોનટનઃ આઈસીસી વિશ્વ કપ-2019ની 17મી મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને 41 રને પરાજય આપીને ટૂર્નામેન્ટમાં ત્રીજી જીત મેળવી છે. ઓસ્ટ્રેલિયાએ ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા 49 ઓવરમાં તમામ વિકેટ ગુમાવીને 307 રન બનાવ્યા હતા. જેના જવાબમાં પાકિસ્તાનની ટીમ 45.4 ઓવરમાં 266 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી ડેવિડ વોર્નર (107) અને એરોન ફિન્ચે (82) રન બનાવ્યા હતા. તો પાકિસ્તાન તરફથી ઇમામ ઉલ હકે અડધી સદી ફટકારી હતી. પાકિસ્તાનના મોહમ્મદ આમિરે 30 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પેટ કમિન્સ સૌથી સફળ બોલર રહ્યો હતો. તેણે 10 ઓવરમાં 33 રન આપીને 3 વિકેટ ઝડપી હતી. 

વોર્નરે ટીમમાં વાપસી બાદ પોતાની પ્રથમ સદી ફટકારી છે. ગત વર્ષે બોલ ટેમ્પરિંગ વિવાદ બાદ તેના પર એક વર્ષનો પ્રતિબંધ લાગ્યો હતો. ત્યારબાદ તે સીધો વિશ્વકપની ટીમમાં સામેલ થયો હતો. વોર્નરે 36મી ઓવરમાં શાહીન આફ્રિદીના બોલ પર ચોગ્ગો ફટકારીને સદી પૂરી કરી હતી. 

પાકિસ્તાન વિરુદ્ધ વોર્નરની સતત ત્રીજી સદી
વોર્નરે પાકિસ્તાન વિરુદ્ધ સતત ત્રીજી સદી ફટકારી છે. તેણે 2017માં સિડની ક્રિકેટ ગ્રાઉન્ડ પર 130 અને એડિલેડમાં 179 રન બનાવ્યા હતા. કેપ્ટન એરોન ફિન્ચ 84 બોલ પર 82 રન બનાવીને આઉટ થયો હતો. તેણે વોર્નરની સાથે પ્રથમ વિકેટ માટે 146 રનની ભાગીદારી કરી હતી. ફિન્ચને આમિરે આઉટ કર્યો હતો. વોર્નરને શાહીન આફ્રિદીએ પેવેલિયન પરત મોકલ્યો હતો. 

સ્મિથ માત્ર 10 રન બનાવી આઉટ
સ્ટીવ સ્મિથ 13 બોલ પર 10 રન બનાવી હાફીઝનો શિકાર બન્યો હતો. સ્મિથ બાદ બેટિંગ કરવા આવેલ ગ્લેન મેક્સવેલ 10 બોલ પર 20 રન બનાવીને આફ્રિદીના બોલ પર બોલ્ડ થયો હતો. ત્યારબાદ ખ્વાજા (18)ને આમિરે આઉટ કર્યો હતો. શોન માર્શ 23 રન બનાવીને આમિરનો શિકાર બન્યો હતો. નાથન કૂલ્ટર નાઇલ (5)ને વહાબ રિયાઝે આઉટ કર્યો હતો. પેટ કમિન્સ (2)ને હસન અલીએ પેવેલિયન પરત મોકલી આપ્યો હતો. એલેક્સ કેરી (20) અને સ્ટાર્ક (5) આમિરના શિકાર બન્યા હતા. 

ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યાં છે. માર્કસ સ્ટોઇનિસના સ્થાને શોન માર્શ તથા એડમ ઝમ્પાના સ્થાન પર કેન રિચર્ડસનને તક આપવામાં આવી છે. તો પાકિસ્તાને પણ ઇમાદ વસિમના સ્થાને શાહિન આફ્રિદીને તક આપી છે. 

ઓસ્ટ્રેલિયાએ પોતાની ટીમમાં બે ફેરફાર કર્યાં છે. માર્કસ સ્ટોઇનિસના સ્થાને શોન માર્શ તથા એડમ ઝમ્પાના સ્થાન પર કેન રિચર્ડસનને તક આપવામાં આવી છે. તો પાકિસ્તાને પણ ઇમાદ વસિમના સ્થાને શાહિન આફ્રિદીને તક આપી છે. 

પ્લેઇંગ ઇલેવન
પાકિસ્તાનઃ ઇમામ ઉલ હક, ફખર જમાન, બાબર આઝમ, મોહમ્મદ હાફિઝ, સરફરાઝ અહમદ, શોએબ મલિક, આસિફ અલી, વહાબ રિયાઝ, હસન અલી, શાહિન આફ્રિદી, મોહમ્મદ આમિર.

ઓસ્ટ્રેલિયાઃ ડેવિડ વોર્નર, એરોન ફિન્ચ, શોન માર્શ, સ્ટીવ સ્મિથ, ઉસ્માન ખ્વાજા, ગ્લેન મેક્સવેલ, એલેક્સ કેરી, કૂલ્ટર નાઇલ, પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, કેન રિચર્ડસન. 

આ મેદાન પર સ્પોટ ફિક્સિંગમાં ફસાયો હતો આમિર
આ તે મેદાન છે જ્યાં સ્પોટ ફિક્સિંગના આપોરમાં પાંચ વર્ષની સજા પૂરી કર્યા બાદ પાકિસ્તાનના ફાસ્ટ બોલર મોહમ્મદ આમિરે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં શાનદાર વાપસી કરી હતી. 2016માં રમાયેલી તે મેચમાં આમિરે સમરસેટ વિરુદ્ધ ઈંગ્લેન્ડના પૂર્વ ઓપનિંગ બેટ્સમેન માર્કસ ટ્રેસ્કોથિક સહિત ત્રણ બેટ્સમેનોને આઉટ કર્યાં હતા. આમિર એકવાર ફરી આ મેદાન પર પોતાની પાછ છોડવા ઇચ્છશે. 

વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ 105 રન પર આઉટ થઈ હતી પાક ટીમ
વિશ્વ કપમાં પાકિસ્તાનનું અભિયાન ખરાબ રીતે શરૂ થયું હતું. વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ ટીમ 105 રન પર આઉટ થયા બાદ મેચ સાત વિકેટથી ગુમાવી હતી. પોતાની બીજી મેચમાં પાકિસ્તાને ટાઇટલની પ્રબળ દાવેદાર એક દિવસીય રેન્કિંગમાં ટોપ પર રહેલી ઈંગ્લેન્ડને 14 રનથી પરાજય આપીને તમામને ચોંકાવી દીધા હતા. શ્રીલંકા વિરુદ્ધ ટીમનો ત્રીજો મુકાબલો વરસાદને કારણે રદ્દ રહ્યો અને બંન્ને ટીમનોને 1-1 પોઈન્ટ મળ્યો હતો. 

14 મેચોમાંથી એક મેચ ઓસ્ટ્રેલિયા સામે જીત્યું છે પાક
પાકિસ્તાનની ટીમ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ છેલ્લી 14 મેચોમાં માત્ર એક જીત મેળવી શકી છે. કેપ્ટન સરફરાઝે કહ્યું કે, ટીમ ઈંગ્લેન્ડ વિરુદ્ધ પણ વધુ મેચ જીતી નહતી પરંતુ વિશ્વકપમાં તેની વિરુદ્ધ મળેલી જીતથી આત્મવિશ્વાસ આસમાને છે. 
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news