AUS vs IND: બેટ્સની કોમેન્ટ બાદ BCCI કરી રહ્યું છે વિચાર, ગાબામાં ચોથી ટેસ્ટ રમવી કે નહિ!

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણીથી ટીમ ઈન્ડિયાની છબી પર ફેર પડ્યો છે. હવે બોર્ડ વિચારી રહ્યું છે કે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ત્રણ મેચો બાદ સમાપ્ત કરી દેવામાં આવે અને સિડની ટેસ્ટ બાદ ટીમ સ્વદેશ પરત ફરે. 

 AUS vs IND: બેટ્સની કોમેન્ટ બાદ BCCI કરી રહ્યું છે વિચાર, ગાબામાં ચોથી ટેસ્ટ રમવી કે નહિ!

સિડનીઃ ક્વીન્સલેન્ડના સ્વાસ્ત્ય મંત્રી રોસ બેટ્સની ટિપ્પણી બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ફરીથી તે વિશે વિચારી રહ્યું છે કે તે ગાબામાં ચોથી ટેસ્ટ રમે કે નહીં. બેટ્સમેન કહ્યું હતું કે ભારતીય ખેલાડીઓએ બધા નિયમ માનવા પડશે, જો તેમ નહીં કરે તો તેણે બ્રિસબેન ન આવવું જોઈએ. 

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે બીસીસીઆઈના સૂત્રોએ કહ્યું કે, આ પ્રકારની ટિપ્પણીથી ટીમ ઈન્ડિયાની છબી પર ફેર પડ્યો છે. હવે બોર્ડ વિચારી રહ્યું છે કે ચાર ટેસ્ટ મેચોની સિરીઝ ત્રણ મેચો બાદ સમાપ્ત કરી દેવામાં આવે અને સિડની ટેસ્ટ બાદ ટીમ સ્વદેશ પરત ફરે. 

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ચાર મેચોની સિરીઝનો કાર્યક્રમ નક્કી કરવામાં આવ્યો હતો. હવે ત્રીજી ટેસ્ટ મેચ સિડનીમાં 7 જાન્યુઆરીથી રમાશે. ત્યારબાદ બ્રિસબેનમાં અંતિમ ટેસ્ટ મેચ રમાવાની છે. હાલ સિરીઝ 1-1ની બરોબરી છે. 

બ્રિસબેન ટેસ્ટ માટે મહેમાન ટીમના ખેલાડી સખત ક્વોરેન્ટીનમાં ફરી જવાની સંભાવનાથી નાખુશ છે. ક્વીન્સલેન્ડ એસેમ્બલીની સભ્ય રોસ બેટ્સમે કહ્યુ કે, જો ભારતીય નિયમોનું પાલન ન કરવા ઈચ્છે તો તેનું સ્વાગત નથી. ટેસ્ટ સિરીઝનો કાર્યક્રમ રવિવારે તે રિપોર્ટો બાદ ફરીથી ખતરામાં આવવા લાગ્યો જેમાં કહેાવમાં આવ્યું હતું કે મહેમાન ટીમના ખેલાડી બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ માટે કડક ક્વોરેન્ટીનમાં જવાની સંભાવનાથી નાખુશ છે. 

ઓસ્ટ્રેલિયન મીડિયામાં સૂત્રોના હવાલાથી પ્રકાશિત રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે ભારતીય ખેલાડીઓએ ફરીથી ક્વોરેન્ટીનમાં જવાનો વિરોધ કર્યો છે. ખેલાડીઓનું કહેવું છે કે તે છેલ્લા છ મહિનાથી એક પ્રકારની સતત ક્વોરેન્ટીન જેવી સ્થિતિનો સામનો કરી રહ્યાં છે. ભારતીય ટીમના એક પ્રવક્તાએ આ રિપોર્ટ પર કોમેન્ટ માટે કોઈ જવાબ આપ્યો નથી. ભારતીય ખેલાડી ઓસ્ટ્રેલિયા પહોંચ્યા બાદ 14 દિવસ માટે આઇસોલેશનમાં રહ્યાં હતા. એડિલેડ, કેનબરા, સિડની અને મેલબોર્નની તૈયારી કરતા તેને થોડી આઝાદી આપવામાં આવી હતી. 

એએનઆઈએ બીસીસીઆઈના એક અધિકારીના હવાલાથી લખ્યું, જો કોઈ જનપ્રતિનિધિ ન ઈચ્છે કે ટીમ આવે અને રમે, તો આ દુખદ છે. તેનાથી ભારતીયોની છબી ખરાબ કરવામાં આવી રહી છે. હું તમને વિશ્વાસ અપાવુ છું કે અમે નિયમોનું પાલન કરવા સિવાય કંઈ ઈચ્છતા નથી. રોહિત શર્માનું 14 દિવસ ક્વોરેન્ટીન રહેવું તેનું ઉદાહરણ છે. અમને ઓસ્ટ્રેલિયન ફેન્સે ખુબ પ્રેમ અને સમર્થન આપ્યું છે. અમે તેના માટે કે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા માટે કોઈ મુશ્કેલી ઉભી કરવા ઈચ્છતા નથી. 

ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના અંતરિમ મુખ્ય કાર્યકારી અધિકારી, નિક હોકલેએ સોમવારે સ્પષ્ટ કર્યુ કે, ભારતે બ્રિસબેનમાં ચોથી ટેસ્ટ મેચ વિશે ઔપચારિક રૂપથી કંઈ કહ્યું નથી. હાલ સિરીઝ નક્કી યોજના અનુસાર આગળ વધશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news