Aus vs NZ: ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરે રચ્યો ઈતિહાસ, તોડ્યો ફ્લેમિંગનો રેકોર્ડ

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના સૌથી અનુભવી બેટ્સમેન રોસ ટેલરે નવો કમાલ કરી દીધો છે. ટેલરના નામે હવે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ નોંધાય ગયો છે. 

 Aus vs NZ: ન્યૂઝીલેન્ડના બેટ્સમેન રોસ ટેલરે રચ્યો ઈતિહાસ, તોડ્યો ફ્લેમિંગનો રેકોર્ડ

સિડનીઃ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ રમાયેલી સિડની ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડના અનુભવી બેટ્સમેન રોસ ટેલરે ઈતિહાસ રચી દીધો છે. ટેલર ન્યૂઝીલેન્ડ તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. તેણે પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગનો રેકોર્ડ તોડ્યો છે. 

ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ સિરીઝની ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ન્યૂઝીલેન્ડના સૌથી અનુભવી બેટ્સમેન રોસ ટેલરે નવો કમાલ કરી દીધો છે. ટેલરના નામે હવે ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવવાનો રેકોર્ડ નોંધાય ગયો છે. પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગના 7172 રનના રેકોર્ડને પાછળ છોડતા તેણે આ સિદ્ધિ મેળવી છે. 

ટેલરે તોડ્યો ફ્લેમિંગનો રેકોર્ડ
ઓસ્ટ્રેલિયાના સ્પિનર નાથન લિયોનના બોલ પર ત્રણ રન હાસિલ કરવાની સાથે તેણે ફ્લેમિંગના રેકોર્ડને તોડ્યો હતો. 35 વર્ષીય ટેલરે 99મી ટેસ્ટ મેચમાં 7174 રન બનાવતા ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. પૂર્વ કેપ્ટન ફ્લેમિંગે 111 ટેસ્ટ મેચ રમીને 7172 રન બનાવ્યા હતા. આ મેચમાં ઉતરતા પહેલા ટેલરના નામે 7152 રન હતા અને તેણે ફ્લેમિંગનો રેકોર્ડ તોડવા માટે 21 રનની જરૂર હતી. 

ન્યૂઝીલેન્ડને હરાવીને WTCમાં ભારતની નજીક પહોંચ્યું ઓસ્ટ્રેલિયા, જાણો પોઈન્ટ

ટેલરનો ટેસ્ટ રેકોર્ડ
ન્યૂઝીલેન્ડ તરફથી 99 ટેસ્ટ મેચની 174 ઈનિંગમાં 46.28ની એવરેજથી કુલ 7174 રન બનાવ્યા છે. જેમાં 19 સદી અને 33 અડદી સદી સામેલ છે. ટેસ્ટ મેચોમાં તેના નામે ત્રણ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ છે. તેના નામે 290 રનની સર્વશ્રેષ્ઠ ઈનિંગનો પણ રેકોર્ડ છે. 

ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ ટેસ્ટ રન
ટેસ્ટ ક્રિકેટમાં ન્યૂઝીલેન્ડ તરફથી સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ હવે રોસ ટેલરના નામે થઈ ગયો છે. 99 ટેસ્ટ મેચમાં તેના નામે 7174 રન છે. બીજા નંબર પર 7172 રનની સાથે પૂર્વ કેપ્ટન સ્ટીફન ફ્લેમિંગ છે. પૂર્વ કેપ્ટન બ્રેન્ડન મેક્કુલમ 6453 રન બનાવીને ત્રીજા સ્થાન પર છે. 

જુઓ LIVE TV

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news