CWG 2022: આ ભારતીય એથ્લીટ્સ કરશે 2022 બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ
Birmingham 2022 Commonwealth Games: 1934થી 2018 સુધીમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સના એથ્લેટિક્સમાં માત્ર 28 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે.
- ભારત તરફથી આ ખેલાડીઓ કરશે પ્રતિનિધિત્વ
- 2022 બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સની તૈયારીઓ
- આ એથ્લેટિક્સમાં ભાગ લેશે ખેલાડીઓ
Trending Photos
નવી દિલ્લીઃ 1934થી 2018 સુધીમાં ભારતે કોમનવેલ્થ ગેમ્સના એથ્લેટિક્સમાં માત્ર 28 મેડલ જીત્યા છે. જેમાં 5 ગોલ્ડ, 10 સિલ્વર અને 18 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. આ વર્ષે ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે ગોલ્ડ મેડલ જેવેલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતનાર નિરજ ચોપડા 2022 બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતના ફ્લેગ બેરિયર રહેશે. આ વર્ષે નિરજ ચોપડા સિવાય અન્ય ઘણા બધા ખ્યાતનામ ખેલાડીઓ છે. હિમા દાસ પોતાનો 2018નો જાદુ ફરીએકવાર 2022માં ચલાવવા માટે તૈયાર છે. નિરજ ચોપડાને જેવેલિન થ્રોમાં ડી.પી. મનુ રોહિત અને અન્નુ રાની સાથે આપશે. જ્યારે, લોન્ગ જમ્પ અને ત્રિપલ જમ્પમાં પણ ભારતને મેડલ મળવાની આશા છે.
2022 બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતીય એથ્લીટ્સની યાદી:
પુરુષ ખેલાડીઓ:
અવિનાશ સાબલે - 300 મીટર સ્ટિપલચેઝ
નિતેનદર રાવત - મેરેથોન
એમ શ્રીસંકર - લોન્ગ જમ્પ
મહુમ્મદ અનીસ યાહિયા - લોન્ગ જમ્પ
અદબુલા અબુબકર - ત્રિપલ જમ્પ
પ્રવિણ ચિથરવેલ - ત્રિપલ જમ્પ
એલડોસ પૉલ - ત્રિપલ જમ્પ
તેજિંદરપાલ સિંહ તૂર - શોટપુટ
નિરજ ચોપડા - જેવેલિન થ્રો
ડીપી મનુ - જેવેલિન થ્રો
રોહિત યાદવ - જેવેલિન થ્રો
સંદિપ કુમાર - 10 કિલોમીટર રેસ વૉક
અમિત ખત્રી - 10 કિલોમીટર રેસ વૉક
અમોજ જેકોબ - 4*400 મીટર રિલે રેસ
નોહા નિર્મલ ટોમ - 4*400 મીટર રિલે રેસ
અરોકિયા રાજીવ - 4*400 મીટર રિલે રેસ
મુહ્હમદ અજમલ - 4*400 મીટર રિલે રેસ
નાગનાથન પાંડી - 4*400 મીટર રિલે રેસ
રાજેષ રમેશ - 4*400 મીટર રિલે રેસ
મહિલા ખેલાડીઓ:
ધનલક્ષ્મી શેકર - 100 મીટર અને 4*100 મીટર રિલે રેસ
જ્યોથી યર્રાજી - 100 મીટર હર્ડલ્સ
એશ્વર્યા બી - લોન્ગ જમ્પ અને ત્રિપલ જમ્પ
એન્સી સોજન - લોન્ગ જમ્પ
મનપ્રિત કોર - શોટપૂટ
નવજીત કોર - ડિસ્કસ થ્રો
સિમા પુનિયા - ડિસ્કસ થ્રો
અન્નુ રાની - જેવેલિન થ્રો
શિલપા રાની - જેવેલિન થ્રો
મનજુ બાલા સિંહ - હેમર થ્રો
સરિતા રોમિત સિંહ - હેમર થ્રો
ભાવના જટ - 10 કિલોમીટર વૉક રેસ
પ્રિયંકા ગોસ્વામી - 10 કિલોમીટર વૉક રેસ
હિમા દાસ - 4*100 મીટર રિલે રેસ
દુતિ ચંદ- 4*100 મીટર રિલે રેસ
શ્રબાની નંદા- 4*100 મીટર રિલે રેસ
એમવી જિલના - 4*100 મીટર રિલે રેસ
એનએસ સિમી - 4*100 મીટર રિલે રેસ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે