એશિયા કપ 2018: પાકિસ્તાનને હરાવી બાંગ્લાદેશ પહોંચ્યું ફાઇનલમાં, શુક્રવારે IND Vs BAN વચ્ચે મેચ
પાકિસ્તાનની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે માત્ર 202 રન બનાવી શકી હતી. હવે ફાઈનલમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ રમાશે.
Trending Photos
અબુ ધાબી: એશિયા કપની છેલ્લી સુપર 4 મેચમાં બાંગ્લાદેશે પાકિસ્તાનને હરાવી ફાઇનલમાં પ્રવેશ મેળવ્યા છે. બાંગ્લાદેશે પાકિસ્તાનને 37 રનથી હરાવી મેચ જીતી લીધી હતી. બાંગ્લાદેશની પહેલા બેટિંગ કરવાનું પસંદ કરી પાકિસ્તાનન જીતવા માટે 240 રન નો ટાર્ગેટ આપ્યો હતો. પરંતુ પાકિસ્તાનની ટીમ નિર્ધારિત 50 ઓવરમાં 9 વિકેટે માત્ર 202 રન બનાવી શકી હતી. હવે ફાઈનલમાં બાંગ્લાદેશ અને ભારત વચ્ચે મેચ રમાશે.
પ્રથમ ત્રણ વિકેટ ગુમાવ્યા બાદ પાકિસ્તાનની ઇંનિગ રમાવા ઇમામ ઉલ હક અને શોએબ મલિકની સાથે ઈગળ વધ્યા અને ટીમનો સ્કોર 85 રન કર્યો જ્યારે શોએબ મલિકને રૂબેલે 30 રનના નજીકી સ્કોર પર આઉટ કર્યો હતો. ત્યારબાદ શાદાબ ખાન પણ જલ્દી આઉટ થઉ ગયો. આ ઉપરાંત ઇમામ ઉલ હકે આસિફ અલી સાથે પાકિસ્તાનનો સ્કોર 165 રન બનાવી મેચમાં પરત ફર્યો હતો.
ઇમામ ઉલ હકની વિકેટ બની ટર્નિંગ પોઇન્ટ
આસિફ અલી 40મી ઓવરમાં 31 રન બનાવી આઉટ થઈ ગયો હતો. ત્યારબાદ 41મી ઓવરમાં ઈમામ ઉલ હક 83 રન બનાવી મેહમૂદુલ્લાહની બોલ પર આઉટ થઇ ગયો હતો. તેને લિટન દાસે સ્ટંપ આઉટ કર્યો હતો. ઈમામ પાકિસ્તાનની 7મી વિકેટના રૂપમાં આઉટ થયો. તેના આઉટ થતા બાંગ્લાદેશની જીત એક રીતે નિશ્ચિત થઇ ગઇ હતી. ઇમામના આઉટ થયા પછી મોહમ્મદ નવાજ (8) અને હસન અલી (8) રન બનાવી આઉટ થઇ ગયા હતા.
પાકિસ્તાન શરૂઆતથી ખરાબ રમી રહ્યું હતું
પાકિસ્તાન શરૂઆતથી બાંગ્લાદેશની સામે ખરાબ રીતે રમી રહ્યું હતું. પહેલી જ ઓવરમાં મેંહદી હસન અને ફખર જમાએ 1 રનનો સ્કોર બનાવી પાકિસ્તાનના 2 રનના સ્કોર પર આઉટ કરી દીધા હતા. ત્યારબાદ બીજી ઓવરમાં મુસ્તાફીજૂરએ બાબર જાજમને આઉટ કરી પાકિસ્તાનને મોટો ઝટકો આપ્યો હતો. બાબર આજમ માત્ર 1 રન બનાવી શક્યો હતો. ત્યારબાદ કેપ્તાન સરફરાઝ અને ઈમામ ઉલ હકે ઇનિંગ આગળ વધારવાનો પ્રયતન કર્યો હતો કે કેપ્તાન સરફરાજ અહમદ મુસ્તાફીજુરને શિકાર બનાવી 10 રનના સ્કોર પર આઉટ કર્યો હતો.
239 રન બનાવ્યા હતા બાંગ્લાદેશે
આ કરો યા મરોની મેચમાં બાંગ્લાદેશે પહેલા બેટિંગ કરી પાકિસ્તાનને જીતવા માટે 240 રનનો ટાર્ગેટ આપ્યો હતો. આ મેચમાં પાકિસ્તાનના બોલરોએ સારી બોલિંગ કરી અને બાંગ્લાદેશને મોટો સ્કોર બનાતા રોકી રખ્યા હતા. શરૂઆતમાં 12 રન પર ત્રણ વિકેટ ગુમાવી બાંગ્લાદેશની ટીમને મુશ્ફિકુર રહીમ 99 અને મોહમ્મદ મિથુન 60 રન બનાવી મેચમાં પરત ફર્યા અને સમ્માનજનક સ્થિતિ સુધી પહોંડી હતી. પરંતુ છેલ્લી ઓવરમાં બાંગ્લાદેશના બાકી બેટ્સમેનનો સ્કોર 250ને પાર કરવામાં નિષ્ફળ રહ્યા હતા.
(ઇનપુટ આઇએએનએસ)
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે