એશિયા કપ 2018: આજથી ભારતના અભિયાનનો પ્રારંભ, હોંગકોંગ સામે ટક્કર
હોંગકોંગની વાત કરીએ તો આ મેચ સરળ રહેશે નહીં. હોંગકોંગે ક્વોલિફાયરમાં શાનદાર પ્રદર્શન કરીને એશિયા કપમાં જગ્યા બનાવી હતી પરંતુ પાકિસ્તાન સામે પ્રથમ મેચ હારી ગયું હતું.
Trending Photos
દુબઈઃ પાકિસ્તાન વિરુદ્ધ રમાનારા બહુચર્ચિત સુપરહિટ મુકાબલા પહેલા ભારતીય ટીમ આજે (મંગળવાર) એશિયા કપમાં મિની પાકિસ્તાન એટલે કે હોંગકોંગ વિરુદ્ધ ટકરાશે. મિની પાકિસ્તાન તે માટે કારણ કે હોંગકોંગની 15 સભ્યોની ટીમમાં 11 ખેલાડીઓ પાકિસ્તાન મૂળના છે. હોંગકોંગે ટૂર્નામેન્ટના પોતાના પ્રથમ મેચમાં પાકિસ્તાન સામે પોતાની અંતિમ-11માં 7 પાકિસ્તાની મૂળના ક્રિકેટરોને સામેલ કર્યા હતા. ભારત વિરુદ્ધ પણ આ ખેલાડીઓ રમે તેવી પૂરી સંભાવના છે.
સ્ટાર બનવાની તક
નિયમિત કેપ્ટન વિરાટ કોહલીની ગેરહાજરીમાં રોહિતની આગેવાનીમાં ટીમ ઈન્ડિયા વનડે ફોર્મેટમાં ખૂબ મજબૂત છે, પરંતુ ભારતીય ટીમ હોંગકોંગને હળવાશના મૂળમાં લેવા તૈયાર નથી. હાલમાં પોતાનું વનડે સ્ટેટસ ગુમાવનાર આ ટીમે ક્વોલિફાઇંગ ટૂર્નામેન્ટમાં બે વખત યૂએઈ અને એકવાર નેપાળને પરાજય આપીને મુખ્ય ટૂર્નામેન્ટમાં સ્થાન મેળવ્યું છે.
પાકિસ્તાન વિરુદ્ધ હોંગકોંગ ભલે એકતરફી મેચમાં 8 વિકેટે હારી ગયું પરંતુ પ્લેયર્સોની પાસે રાતો-રાત સ્ટાર બનવાની વધુ એક તક હશે જ્યારે ભારત વિરુદ્ધ મેદાનમાં ઉતરશે.
અંતિમ ઈલેવનનને લઈને ચિંતા
આ મેચમાં પહેલા ભારતની સૌથી મોટી ચિંતા અંતિમ ઈલેવનને લઈને હશે. તેણે સૌથી પહેલા તે નક્કી કરવાનું છે કે અજાણી અને નબળી મનાતી ટીમ વિરુદ્ધ સંપૂર્ણ તાકાત સાથે ઉતરે કે પછી આગામી દિવસે બુધવારે પાકિસ્તાન વિરુદ્ધ રમાનારા મહત્વના મેચ માટે પોતાની ઉર્જા બચાવીને રાખવા માટે બેંચ પર બેઠેલા પ્લેયરોને તક આપવામાં આવે.
કેટલાક પ્લેયર્સ પાકિસ્તાન વિરુદ્ધ પ્રથમ મેચ પ્રેક્ટિસ પર પણ વિચારા હશે અને આ મેચમાં ઉતરીને વોર્મઅપ કરી શકે છે. દુબઈમાં અત્યારે તાપમાન 43 ડિગ્રી આસપાસ ચાલી રહ્યું છે, જે સૌથી મોટી સમસ્યા હોઈ શકે ચે. આ ગરમીમાં ખેલાડીઓને ઈજાગ્રસ્ત થવાનો ડર બન્યો રહેશે.
બીજી સૌથી મોટી જીત
ભારત અને હોંગકોંગ વચ્ચે આ બીજી ટક્કર હશે. અંતિમ વખતે બંન્ને એશિયા કપ 2008માં આમને-સામને થયા હતા, જેમાં ભારતે 256 રને વિજય મેળવ્યો હતો. આ ભારતની વનડે આંતરરાષ્ટ્રીયમાં રન પ્રમાણે બીજી સૌથી મોટી જીત હતી. સૌથી મોટી જીતનો રેકોર્ડ 257 રનનો છે જે ભારતે 2007ના વિશ્વકપ મેચમાં બરમુડા વિરુદ્ધ મેળવી હતી.
મુકાબલામાં ભારત કોઈ શંકા વગર જીતનું દાવેદાર છે પરંતુ લોકોની નજર તો તેના પર ટકેલી છે ભારત આ મેચમાં કેટલા રેકોર્ડ બનાવે છે અને કેટલી મોટી જીત મેળવે છે.
ટીમઃ ભારત - રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, લોકેશ રાહુલ, અંબાતી રાયડૂ, એમએસ ધોની, મનીષ પાંડે, હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, કુલદીપ યાદવ, યુજવેન્દ્ર ચહલય
હોંગકોંગઃ અશુંમાન રથ (કેપ્ટન), નિજાકત ખાન, બાબર હયાત, ક્રિસ્ટોફર કાર્ટર, કેડી શાહ, અહસન ખાન, અજાજ ખાન, સ્કોટ મૈકેહની, તનવીર અફઝલ, અહસન નવાઝ, નદીમ અહમદ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે