એશિયા કપઃ ભારતીય અન્ડર-19 ટીમની જાહેરાત, અર્જુન તેંડુલકરનું પત્તુ કપાયું
શ્રીલંકા સામેની શ્રેણીમાં અર્જુત તેંડુલકર ચર્ચામાં હતો. પરંતુ મેચમાં સારૂ પ્રદર્શન કરવામાં નિષ્ફળ રહ્યો હતો.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ની જૂનિયર પસંદગી સમિતિએ આગામી મહિને બાંગ્લાદેશમાં યોજાનારા એશિયા કપ માટે 15 સભ્યોની અન્ડર-19 ટીમની જાહેરાત કરી દીધી છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં 29 સપ્ટેમ્બરથી શરૂ થનારા એશિયા કપ માટે જૂનિયર પસંદગી સમિતિએ અહીં પોતાની બેઠકમાં ટીમની પસંદગી કરી હતી. પવન શાહને આ ટૂર્નામેન્ટ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે તો અનુજ રાવત અને પ્રબ સિમરન સિંહના રૂપમાં ટીમમાં બે વિકેટકીપર હશે. પસંદગીકારોએ મહાન ક્રિકેટર સચિન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકરને ટીમમાં સામેલ કર્યો હતો. તે શ્રીલંકાના પ્રવાસ પર ટેસ્ટ ટીમનો સભ્યો હતો.
મહત્વનું છે કે અર્જુનને ટીમમાં ઓલરાઉન્ડર તરીકે સામેલ કરવામાં આવ્યો હતો. શ્રીલંકામાં રમાયેલી પ્રથમ મેચમાં અર્જુને બંન્ને ઈનિંગમાં 65 રન આપીને 2 વિકેટ આપી હતી. આ મેચમાં અર્જુન બેટિંગમાં ફ્લોપ રહ્યો હતો. બીજા મેચમાં અર્જુને બંન્ને ઈનિંગમાં 72 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આ મેચમાં અર્જુને 14 રન બનાવ્યા હતા.
શ્રીલંકાના પ્રવાસે ગયેલા ખેલાડીઓમાંથી ઘણા ખેલાડીઓને ટીમમાં યથાવત રાખવામાં આવ્યા છે. જ્યારે આર્યનને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે. આર્યન માત્ર 16 વર્ષનો છે પરંતુ આગામી અન્ડર-19 વિશ્વકપ રમી શકશે નહીં. કારણ કે બીસીસીઆઈની નીતિ કોઈ ખેલાડીને સતત બે જૂનિયર વિશ્વકપમાં રમવાની મંજૂરી આપતી નથી.
ટૂર્નામેન્ટનું આયોજન લખનઉમાં 12 થી 18 સપ્ટેમ્બર સુધી કરવામાં આવશે. ઈન્ડિયા-એ 12 સપ્ટેમ્બરે અફઘાનિસ્તાન-એ વિરુદ્ધ પ્રથમ મેચ રમશે. આ દિવસે ઈન્ડિયા-બીનો સામનો નેપાળની અન્ડર-19 ટીમ સામે થશે. 14 સપ્ટેમ્બરે ઈન્ડિયા-એ નેપાળ અને ઈન્ડિયા-બી અફઘાનિસ્તાન સામે ટકરાશે.
એશિયા કપ માટે ભારતીય અન્ડર-19 ટીમઃ પવન શાહ (કેપ્ટન), દેવદત્ત પડિકલ, યશ્વસ્વી જયસવાલ, અનુજ રાવત, યશ રાઠોડ, આયુષ બદૌની, નેહાલ વધેડા, પ્રબ સિમરન સિંહ, સિદ્ધાર્થ દેસાઈ, હર્ષ ત્યારે, અજય દેવ ગૌડ, યાતિન માંગવાણી, મોહિત જાંગડા, સમીર ચૌધરી, રાજેશ મોહંતી.
ચતુષ્કોણીય શ્રેણી માટે ઈન્ડિયા અન્ડર-19-એઃ પવન શાહ (કેપ્ટન) દેવદત્ત પડિકલ, યશ્વસ્વી જયસવાલ, અનુજ રાવત, યશ રાઠોડ, આયુષ બદૌની, નેહાલ વધેડા, પ્રબ સિમરન સિંહ, સિદ્ધાર્થ દેસાઈ, હર્ષ ત્યારે, અજય દેવ ગૌડ, યાતિન માંગવાણી, મોહિત જાંગડા, સમીર ચૌધરી, રાજેશ મોહંતી.
ઈન્ડિયા અન્ડર-19-બીઃ વેદાંત મુરકર (કેપ્ટન તથા વિકેટકીપર), ઠાકુર તિલક વર્મા, કામરાન ઇકબાલ, વામસી કૃષ્ણા, પ્રમોદ રંજન પોલ, રિષભ ચૌહાણ, સિદ્ધાંત રાણા, સયન કુમાર વિશ્વાસ, શુભંગ હેગડે, રિજ્વી સમીર, પંકજ યાદવ, આકાશ સિંહ, અશોક સંધુ, અયુષ સિંહ, નીતિશ રેડ્ડી, સાબિર ખાન, સાહિલ રાજ, રાજવર્ધન હેંગેડકર.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે