વિરાટ કોહલીના સ્ટાઇલિશ અને કુલ લુક પાછળ આ વ્યક્તિનો છે હાથ, કોહલીએ ખોલ્યુ રહસ્ય

વિરાટ કોહલીએ તેના સ્ટાઇલિશ લુક વિશે રહસ્ય ખોલતા જણાવ્યું કે કોન છે તેનું સ્ટાઇલિસ્ટ

વિરાટ કોહલીના સ્ટાઇલિશ અને કુલ લુક પાછળ આ વ્યક્તિનો છે હાથ, કોહલીએ ખોલ્યુ રહસ્ય

નવી દિલ્હી: ટીમ ઇન્ડિયાનો કેપ્ટન વિરાટ કોહલી અનેક વાર તેની પત્ની અને બોલીવુડની અભિનેત્રી અનુષ્કા શર્માના વખાણ કરતો જોવા મળે છે. તે અનેકવાર તેની સફળતા અને પોતાને જેન્ટલમેન બનાવાનો શ્રેય હંમેશા અનુષ્કા શર્માને આપે છે. વિરાટ કોહલીને ખેલ રત્ન પુરસ્કાર પણ મળ્યો છે. આ એવોર્ડનો સ્વિકાર કર્યા બાદ ફરીએક વાર વિરાટ કોહલીએ તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અનુષ્કા શર્માનો ફોટો શેર કરી તેના વખાણ કર્યા હતા. આ પહેલા પણ વિરાટ કોહલીએ તેની કેટલીય સદી અનુષ્કા શર્માને સમર્પિત કરી છે.  

વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા વચ્ચે ખુબ સારી કેમિસ્ટ્રી જોવા મળે છે. જ્યારે વિરાટ કોહલીએ અનુષ્કા પ્રત્યે તેનો પ્રેમ વ્યક્ત કરવો હોય ત્યારે તે તેની ભાવનોઓ સંકોચ વિના બતાવી દે છે. તમને એવી કેટલીય મેચ યાદ હશે જેમાં વિરાટ કોહલીએ અનુષ્કાને મેદાન પરથી જ ફ્લાઇંગ કિસ કરી હોય

વિરાટ કોહલીએ હાલમાં જ અનુષ્કાની ‘ફિલ્મ સુઇ ધાગા’ વખાણ કર્યા હતા. વિરાટે ફિલ્મમાં અનુષ્કાના અભિનય કરતા કહ્યુ કે, મમતાએ મારૂ દિલ ચોરી લીધુ છે. અનુષ્કા શર્માના અભિનયની સાથે સાથે વિરાટ કોહલીએ તેના ડ્રેસિંગ સેન્સના અને ફેશન સ્ટેટમેન્ટના પણ વખાણ કરતો જ રહે છે.

Pics of Virat kohli and Anushka Sharma which went Viral and Trending

વિરાટ કોહલીએ તેના સ્ટાઇલિંશ અને કુલ લુક પરથી પણ રાજ ઉઠાવ્યું હતું. વિરાટના સ્ટાઇલિશ અને ડેશિંગ લુક પાછળ અનુષ્કા શર્માનો જ હાથ છે. હાલમાંજ વોગ પત્રિકા સાથે વાત કરતા વિરાટ આ વાતનો ખુલાસો કર્યો હતો.

તેમણે કહ્યુ કે, હું અનુષ્કાના વાર્ડરોબ પર રેડ કરવા માગું છું. અનુષ્કા અત્યંત સ્ટાઇલિશ છે. અને મારી સ્ટાઇલ પાછળ પણ તેનો જ હાથ છે. લોકોને એમ લાગતુ હોય કે હુ અત્યંત કુલ છું તો મારી કુલનેસ અનુષ્કાની દેન છે. 

મહત્વનું છે, કે ટીમ ઇન્ડિયાએ હાલમાં જ એશિયા કપ 2018ના ફાઇનલમાં બાગ્લાદેશને ત્રણ વિકેટે હરાવીને સાતમી વાર એશિય કપ જીત્યો છે. આ ટૂર્નામેન્ટમાં વિરાટ કોહલીને આરામ આપવામાં આવ્યો હતો. અને કેપ્ટન રોહિત શર્માને બનાવામાં આવ્યો હતો. ઈંગ્લેન્ડના લાબા પ્રવાસ બાદ વિરાટને આરામ આપાવમાં આવ્યો હતો. ઈંગ્લેન્ડમાં ભારતને ટેસ્ટ અને વનડેમાં હારનો સમનો કરવો પડ્યો હતો. જ્યારે ટી-20 સીરીઝમાં ભારતની જીત થઇ હતી.

ટેસ્ટ મેચમાં ભારતને 1-4થી હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ વિરાટ કોહલીનું તેમાં શાનદાર પ્રદર્શન કરતા ટેસ્ટ સીરીઝમાં 593 રન બનાવી મેન ઓફ ધ સીરીઝ બન્યો હતો. આ પ્રવાસ બાદ આરામ કરવાનો નિર્ણય કર્યો અને એશિય કપમાંથી બહાર રહ્યો. હવે વિરાટ કોહલી વેસ્ટઇંન્ડિઝ અને ઓસ્ટ્રેલિયા સામેની સીરીઝમાં વાપસી કરશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news