IPL 2019: અનિલ કુંબલેએ પસંદ કરી પોતાની બેસ્ટ પ્લેઇંગ XI, વિરાટને ન મળ્યું સ્થાન
ભારતના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ આઈપીએલ 2019 માટે પોતાની બેસ્ટ પ્લેઇંગ ઇલેવનની પસંદગી કરી છે. તેમણે એમએસ ધોનીને પોતાની ટીમનો વિકેટકીપર અને કેપ્ટન બનાવ્યો છે.
Trending Photos
નવી દિલ્હીઃ ભારતના પૂર્વ લેગ સ્પિનર અનિલ કુંબલેએ આઈપીએલ 2019 માટે પોતાની બેસ્ટ પ્લેઇંગ XI પસંદ કરી છે. કુંબલેએ પોતાની ટીમમાં આરસીબીના કેપ્ટન વિરાટ કોહલીને સામેલ કર્યો નથી અને દિલ્હી કેપિટલ્સના કેપ્ટન શ્રેયસ અય્યરને ટીમમાં સ્થાન આપ્યું છે. અનિલ કુંબલેએ ક્રિકેટ નેક્સ્ટને વાતચીતમાં કહ્યું, અય્યર એક યુવા ખેલાડી છે અને સૌથી સારૂ કરી રહ્યો છે. તેણે મુશ્કેલ સ્થિતિમાં બેટિંગ કરી છે. દિલ્હીની પિચ પણ સારી નહતી પરંતુ તેણે આગળ આવીને પોતાની ટીમનું નેતૃત્વ કર્યું હતું.
કુંબલેની ટીમમાં શ્રેયસ અય્યર-રિષભ પંતને મળ્યું સ્થાન
શ્રેયસ અય્યરે આઈપીએલ 2019ના 16 મેચોમાં 119.94ની સ્ટ્રાઇક રેટથી 463 રન બનાવ્યા છે. અનિલ કુંબલેએ પોતાની ટીમની પસંદગીનો આધાર લીગ રાઉન્ડના પ્રદર્શનને બનાવ્યો છે. કુંબલેએ કહ્યું ટીમમાં ઓપનિંગની જવાબદારી ડેવિડ વોર્નર અને કેએલ રાહુલને સોંપી છે. કુંબલેએ કહ્યું, હૈદરાબાદને પ્લેઓફમાં પહોંચાડવામાં ડેવિડ વોર્નરની ભૂમિકા સૌથી મહત્વની રહી. તેણે ટોપ ક્રમમાં જોની બેયરસ્ટોની સાથે મળીને તબાહી મચાવી હતી. હું બેયરસ્ટોને પણ મારી ટીમાં રાખવા ઈચ્છતો હતો, પરંતુ સંયોજનના ચક્કરમાં તેમ ન થઈ શક્યું. ડેવિડ વોર્નરે આ આઈપીએલ સિઝનમાં હૈદરાબાદ માટે માત્ર 12 મેચ રમીને 692 રન બનાવ્યા છે.
ધોનીને સોંપી કમાન
અનિલ કુંબલેએ રિષભ પંતને મધ્યમક્રમ માટે પોતાની ટીમમાં પસંદ કર્યો છે. તેમણે એમએસ ધોનીને પોતાની ટીમનો કેપ્ટન અને વિકેટકીપર બનાવ્યો છે. ધોની આ સિઝનમાં સીએસકે તરફથી સર્વશ્રેષ્ઠ સ્કોરર રહ્યો છે અને પોતાની ટીમને ફાઇનલમાં પહોંચાડી છે. કુંબલેની ટીમમાં હાર્દિક પંડ્યા અને આંદ્રે રસેલ બે ઓલરાઉન્ડર સામેલ છે. આંદ્રે રસેલ અને હાર્દિક પંડ્યાએ આ સિઝનમાં કોલકત્તા અને મુંબઈ માટે ક્રમશઃ 204.81 અને 193ની સ્ટ્રાઇક રેટથી રન બનાવ્યા છે. કુંબલેએ કહ્યું, રસેલ અને પંડ્યાએ ટી20 ક્રિકેટને પુનઃ પરિભાષિત કર્યું છે કે તેને કેમ રમવું જોઈએ. અનિલ કુંબલેએ પોતાની ટીમમાં બે કાંડાના સ્પિનર શ્રેયસ ગોપાલ અને ઇમરાન તાહિરને સ્થાન આપ્યું છે. કુંબલેએ જસપ્રીત બુમરાહ અને કગિસો રબાડાને ફાસ્ટ બોલિંગની જવાબદારી સોંપી છે.
અનિલ કુંબલેની આઈપીએલ 2019 બેસ્ટ પ્લેઇંગ XI: ડેવિડ વોર્નર, કેએલ રાહુલ, શ્રેયસ ગોપાલ, રિષભ પંત, એમએસ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), હાર્દિક પંડ્યા, આંદ્રે રસેલ, શ્રેયસ ગોપાલ, ઇમરાન તાહિર, કગિસો રબાડા, જસપ્રીત બુમરાહ.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે