ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ ટાઇટલ જીતવા ઉતરશે પીવી સિંધુ અને સાઇના નેહવાલ

મુશ્કેલ ડ્રો છતાં ભારતની ટોપ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારથી અહીં શરૂ થઈ રહેલી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ભારત વિરુદ્ધ લગભગ બે દશકના લાંબા દુષ્કાળને પૂરો કરવા ઉતરશે.
 

 ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપઃ ટાઇટલ જીતવા ઉતરશે પીવી સિંધુ અને સાઇના નેહવાલ

બર્મિંઘમઃ મુશ્કેલ ડ્રો છતાં ભારતની ટોપ બેડમિન્ટન ખેલાડી પીવી સિંધુ અને સાઇના નેહવાલ બુધવારથી અહીં શરૂ થઈ રહેલી ઓલ ઈંગ્લેન્ડ ચેમ્પિયનશિપમાં ભારત વિરુદ્ધ લગભગ બે દશકના લાંબા દુષ્કાળને પૂરો કરવા ઉતરશે. સિંધુ અને સાઇનાના મેન્ટોર અને હાલના મુખ્ય રાષ્ટ્રીય કોચ પુલેલા ગોપીચંદે 2001માં ઓલ ઈંગ્લેન્ડનું ટાઇટલ જીતનાર ભારતીય ખેલાડી હતા. 

વિશ્વ બેડમિન્ટન એસોસિએશન (બીડબ્લ્યૂએફ)ના વિશ્વ રેન્કિંગમાં ટોપ-32માં સામેલ ખેલાડીઓને આ ટૂર્નામેન્ટમાં જગ્યા મળે છે અને ભારતના માત્ર ત્રણ ખેલાડીઓને વરીયતા આપવામાં આવી છે. સિંધુ અને સાઇના સિવાય પુરૂષ સિંગલમાં કિદાંબી શ્રીકાંતને સાતમી વરીયતા મળી છે. 

હ્યુન વિરુદ્ધ ઉતરશે પીવી સિંધુ
ઓલમ્પિક અને વિશ્વ ચેમ્પિયનશિપની સિલ્વર મેડલ વિજેતા પાંચમી ક્રમાંકિત સિંધુ આ 10 લાખ ડોલરની ઈનામી સ્પર્ધામાં પોતાના અભિયાનની શરૂઆત દક્ષિણ કોરિયાની અને વિશ્વની બીજા નંબરની પૂર્વ ખેલાડી સુંગ જી હ્યુન વિરુદ્ધ ઉતરશે. સિંધુએ સુંગ જી વિરુદ્ધ છેલ્લા 14 મેચમાં આઠમાં જીત મેળવી છે, જ્યારે છમાં સિંધુનો પરાજય થયો છે. 

સુંગ જીએ ગત વર્ષે ત્રણ મેચોમાં સિંધુને બે વાર હરાવી અને જો આ ભારતીય ખેલાડી પ્રથમ રાઉન્ડનો મેજ જીતવામાં સફળ રહે તો બીજા રાઉન્ડમાં તેને રૂસની યેવગેનિયા કોસેતસ્કાયા અને હોંગકોંગની ચ્યુંગ એનગાન યી વચ્ચે રમાનારી મેચની વિજેતા સામે ટકરાવું પડશે. ક્વાર્ટર ફાઇનલમાં સિંધુનો સામનો ચીનની ત્રીજા ક્રમાંકિત યુવા ખેલાડી યેન યૂફેઈ સાથે થઈ શકે છે. 

શું કહ્યું સિંધુએ
ગત વર્ષે આ ટૂર્નામેન્ટની સેમીફાઇનલમાં જગ્યા બનાવનારી સિંધુએ કહ્યું, પ્રત્યેક રાઉન્ડનો મુકાબલો તુલનાત્મક રૂપે મુશ્કેલ છે. મારા માટે દરેક પોઈન્ટ મહત્વપૂર્ણ હશે. હું પ્રથમ રાઉન્ડમાં સુંગ જી હ્યુન વિરુદ્ધ રમી રહી છું અને મારા માટે તે મહત્વપૂર્ણ છે કે પ્રથમ રાઉન્ડથી એકાગ્રતાની સાથે રમું. 

સાઇના નેહવાલને કઠીન ડ્રો
લંડન ઓલમ્પિકની બ્રોન્ઝ મેડલ વિજેતા અને આઠમાં ક્રમાંકિત સાઇનાની પ્રથમ રાઉન્ડમાં સ્કોટલેન્ડની ક્રિસ્ટી ગિલમોર સામે ટક્કર થશે. સાઇનએ ક્રિસ્ટી વિરુદ્ધ પોતાના અત્યાર સુધી તમામ છ મેચ જીત્યા છે. સાઇના ભારતના હાલના ખેલાડીઓમાં એકમાત્ર ખેલાડી છે જે ઓલ ઈંગ્લેન્ડના ફાઇનલમાં પહોંચવામાં સફળ રહી છે. ત્યાં તે 2015માં રનર્સઅપ રહી હતી. 

સાઇનાએ સિઝનની સારી શરૂઆત કરતા જાન્યુઆરીમાં ઈન્ડોનેશિયા માસ્ટર્સનું ટાઇટલ પોતાના નામે કર્યું અને પછી સિંધુને હરાવીને રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી હતી. આ ભારતીય ખેલાડીએ બીજા રાઉન્ડમાં ડેનમાર્કની લાઇન હોમાર્ક જાર્સફેલ્ડ અને ચીનના કાઇ યાનયાન વચ્ચે યોજાનારી મેચની વિજેતા સામે ટકરાવું પડશે. જો તે આ મુકાબલામાં જીત મેળવે તે તેનો સામનો તાઇ જૂ યિંગ સામે થઈ શકે છે, જેની વિરુદ્ધ તેણે સતત 12 મેચ ગુમાવી છે. ચીની તાઇપેની તાઇ જૂએ સાઇના વિરુદ્ધ 14 મેચ જીતી છે અને પાંચ ગુમાવી છે. 

શ્રીકાંત અને સમીર વર્માના ડ્રો
પુરૂષ સિંગલમાં શ્રીકાંત પ્રથમ રાઉન્ડમાં ફ્રાન્સના બ્રાઇસ લેવરડેજ સામે ટકરાશે જ્યારે ફોર્મમાં ચાલી રહેલો સમીર વર્મા પોતાના અભિયાનની શરૂઆત પૂર્વ વિશ્વ ચેમ્પિયન અને વિશ્વના પૂર્વ નંબર એક ખેલાડી ડેનમાર્કના વિક્ટર એક્સેલસેન વિરુદ્ધ કરશે. વર્ષ 2018માં ખરાબ પ્રદર્શન બાદ શ્રીકાંત મલેશિયા અને ઈન્ડોનેશિયામાં ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવામાં સફળ રહ્યો અને તે ઓલ ઈંગ્લેન્ડમાં પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરવા ઉત્સાહિત હસે. વિશ્વ ટૂર ફાઇનલ્સના નોકઆુટમાં પહોંચેલો સમીર હાલના સત્રમાં પોતાની પ્રથમ બીડબ્લ્યૂ સ્પર્ધામાં ભાગ લઈ રહ્યો છે. 

જાણો અન્ય વિશે
અન્ય ભારતીયોમાં બી સાઈ પ્રણીત અને એચએસ પ્રણોય પ્રથમ રાઉન્ડમાં આમને સામને હશે. મહિલા ડબલ્સમાં અશ્વિની પોનપ્પા અને એન સિક્કી રેડ્ડી પ્રથમ રાઉન્ડમાં શિહો તનાકા અને કોહારૂ યોનેમોતોની જાપાનની સાતમી ક્રમાકિંત જોડી સાથે રમવાનું છે જ્યારે મેઘના જક્કમપુડી અને પૂર્વિશા એસ રામનો સામનો રૂસની એકતેરિના બોલોતોવા અને એલિના દેવલેતોવા સામે થશે. પુરૂષ ડબલ્સમાં મનુ અત્રી અને બી સુમિત રેડ્ડીએ પ્રથમ રાઉન્ડમાં ચીનના ઓયુ શુઆનયી અને રેન શિયાંગ્યૂની ચીનની જોડી સામે ટકરાવાનું છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news