ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનરે અચાનક લીધો સંન્યાસ, ઈંગ્લેન્ડને બનાવી ચુક્યો છે વર્લ્ડ ચેમ્પિયન

England Team: ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટર એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી પોતાના નિવૃત્તિની જાહેરાત કરતા બધાને ચોંકાવી દીધા છે. 

ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનરે અચાનક લીધો સંન્યાસ, ઈંગ્લેન્ડને બનાવી ચુક્યો છે વર્લ્ડ ચેમ્પિયન

લંડનઃ Alex Hales Has Announced His Retirement: ઈંગ્લેન્ડના સ્ટાર ઓપનર એલેક્સ હેલ્સે ચોંકાવનારો નિર્ણય લીધો છે. 34 વર્ષની ઉંમરે એલેક્સ હેલ્સે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. એલેક્સ હેલ્સનું આંતરરાષ્ટ્રીય કરિયર વધુ લાંબુ રહ્યું નથી. પરંતુ પાછલા વર્ષે તેણે શાનદાર બેટિંગની મદદથી ઈંગ્લેન્ડને ટી20 ચેમ્પિયન બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 

એલેક્સ હેલ્સે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટથી સંન્યા વિશે જાણકારી સોશિયલ મીડિયા પર પોસ્ટ દ્વારા આપી છે. ઈન્સ્ટાગ્રામ પર કરવામાં આવેલી પોસ્ટમાં હેલ્સે લખ્યુ કે, હું તમને બધાને જણાવવા ઈચ્છુ છું કે મેં આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહેવાનો નિર્ણય લીધો છે. દેશ માટે ત્રણેય ફોર્મેટમાં મળીને 156 મેચ રમવી મારા માટે ગર્વની વાત છે. 

 
 
 
 

 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Alex Hales (@alexhales1)

પોતાની પોસ્ટમાં હેલ્સે લખ્યુ કે મેં આ દરમિયાન કેટલીક યાદો અને મિત્રો બનાવ્યા જે મારી સાથે આજીવન રહેશે. મને હવે લાગે છે કે સમય આવી ગયો કે અહીંથી આગળ વધવુ જોઈએ અને આ કારણે મેં સંન્યાસની જાહેરાત કરી છે. 

ઈંગ્લેન્ડને બનાવ્યું હતું ચેમ્પિયન
વર્ષ 2022માં ઓસ્ટ્રેલિયામાં રમાયેલા ટી20 વિશ્વકપમાં એલેક્સ હેલ્સે ઈંગ્લેન્ડને વિજેતા બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. હેલ્સે ઈંગ્લેન્ડ માટે 11 ટેસ્ટ, 70 વનડે અને 75 ટી20 આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આ દરમિયાન હેલ્સના નામે ટેસ્ટમાં 573 રન અને 5 અડધી સદી છે. તો વનડેમાં 2419 રનની સાથે 6 સદી અને 14 અડધી સદી છે. હેલ્સે ટી20 આંતરરાષ્ટ્રીયમાં 2074 રન બનાવવાની સાથે 1 સદી અને 12 અડધી સદી ફટકારી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news