BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યુ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટની યજમાની કરશે અમદાવાદ

બીસીસીઆઈ પરંતુ દેશમાં ઈંગ્લેન્ડની યજમાને કરવાને લઈને પ્રતિબદ્ધ છે અને પહેલા બધા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેમાં જૈવિક રૂપથી સુરક્ષિત માહોલ (બાયો-સિક્યોર) તૈયાર કરવા સામેલ છે. ટેસ્ટ સિરીઝ ત્રણ સંભવિત સ્થળ અમદાવાદ, ધર્મશાળા અને કોલકત્તા હોઈ શકે છે પરંતુ ગાંગુલીએ કહ્યુ કે, તેમણે હજુ અંતિમ નિર્ણય લીધો નથી. 
 
BCCI અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ જણાવ્યુ, ઈંગ્લેન્ડ વિરુદ્ધ ડે-નાઇટ ટેસ્ટની યજમાની કરશે અમદાવાદ

કોલકત્તાઃ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ મંગળવારે અહીં કહ્યુ કે, અમદાવાદ આગામી વર્ષની શરૂઆતમાં ઈંગ્લેન્ડના ભારત પ્રવાસ દરમિયાન ડે-નાઇટ ટેસ્ટની યજમાની કરશે. ઈંગ્લેન્ડે આગામી વર્ષે જાન્યુઆરીથી માર્ચ સુધી પાંચ ટેસ્ટ અને સીમિત ઓવરોની સિરીઝ માટે ભારતનો પ્રવાસ કરવાનો છે. 

એમએલએ અશોક ભટ્ટાચાર્યના પુસ્તક વિમોચન દરમિયાન ગાંગુલીએ કહ્યુ, દિવસ-રાત્રિ ટેસ્ટની યજમાની અમદાવાદ કહશે. ભારતમાં હાલમાં કોરોનાના વધતા કેસને જોતા એવી અટકળો લગાવવામાં આવી રહી હતી કે આ સિરીઝ યૂએઈમાં સ્થાણાતરિંત થઈ શકે છે જ્યાં હાલ આઈપીએલ ચાલી રહી છે. 

બીસીસીઆઈ પરંતુ દેશમાં ઈંગ્લેન્ડની યજમાને કરવાને લઈને પ્રતિબદ્ધ છે અને પહેલા બધા વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે જેમાં જૈવિક રૂપથી સુરક્ષિત માહોલ (બાયો-સિક્યોર) તૈયાર કરવા સામેલ છે. ટેસ્ટ સિરીઝ ત્રણ સંભવિત સ્થળ અમદાવાદ, ધર્મશાળા અને કોલકત્તા હોઈ શકે છે પરંતુ ગાંગુલીએ કહ્યુ કે, તેમણે હજુ અંતિમ નિર્ણય લીધો નથી. 

IPL 2020: ચેન્નઈ હજુ પણ પ્લેઓફમાં પહોંચી શકે છે, સમજો આંકડાનું ગણિત  

પૂર્વ કેપ્ટન ગાંગુલીએ કહ્યુ, અમે કેટલીક અસ્થાયી યોજના બનાવી છે પરંતુ હજુ કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. અમારી પાસે હજુ ચાર મહિનાનો સમય છે. તેમની પ્રાથમિકતા ઓસ્ટ્રેલિયાનો આગામી પ્રવાસ છે જે માટે ટીમની પસંદગી થોડા દિવસમાં થશે. 

તેમણે કહ્યું, ઈંગ્લેન્ડ પહેલા ઓસ્ટ્રેલિયાની સિરીઝ છે. થોડા દિવસમાં ટીમની પસંદગી થશે. ગાંગુલીએ કહ્યુ કે, આઈપીએલ બાદ ખેલાડીઓએ ટેસ્ટ ફોર્મેટના રૂપમાં ઢળવામાં સમસ્યા થશે નહીં. 

બીસીસીઆઈએ એક જાન્યુઆરીથી રણજી ટ્રોફી શરૂ કરવાનો નિર્ણય લીધો છે અને ગાંગુલીએ કહ્યુ કે, આગામી સામાન્ય વાર્ષિક સભામાં તેને લઈને ચર્ચા કરવામાં આવશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news