T20 World Cup : અફઘાનિસ્તાને ટી20 વિશ્વકપની ટીમ કરી જાહેર, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન

અફઘાનિસ્તાને 16 ઓક્ટોબરથી ઓસ્ટ્રેલિયામાં શરૂ થતાં આઈસીસી ટી20 વિશ્વકપ માટે પોતાની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. મોહમ્મદ નવીને ટીમને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. 
 

T20 World Cup : અફઘાનિસ્તાને ટી20 વિશ્વકપની ટીમ કરી જાહેર, આ 15 ખેલાડીઓને મળ્યું સ્થાન

કાબુલઃ અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે ઓસ્ટ્રેલિયામાં આગામી મહિને રમાનાર ટી20 વિશ્વકપ માટે પોતાની ટીમની જાહેરાત કરી દીધી છે. આગામી ટી20 વિશ્વકપ ઓસ્ટ્રેલિયામાં 16 ઓક્ટોબરથી 13 નવેમ્બર વચ્ચે રમાશે. મોહમ્મદ નબીની આગેવાનીમાં બોર્ડે કુલ 15 ખેલાડીઓની પસંદગી કરી છે. પરંતુ આ ટીમમાં નવા અને યુવા ખેલાડીઓને તક આપવામાં આવી છે. 

હાલમાં પૂર્ણ થયેલા એશિયા કપ-2022માં અફઘાનિસ્તાનનું નેતૃત્વ કરનાર મોહમ્મદ નબીને આગામી વિશ્વકપ માટે કેપ્ટન બનાવવામાં આવ્યો છે. એશિયાકપમાં રમેલા સમીઉલ્લાહ શિનવારી, હશમતુલ્લા શાહિદી, અફસર ઝઝઈ, કરીમ ઝનત અને નૂર અહમદ જેવા ખેલાડી વિશ્વકપની ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી. 

મધ્ય ક્રમમાં બેટર દરવેશ રસૂલી, ઓલરાઉન્ડર કેસ અહદમ અને ફાસ્ટ બોલર સલીમ સફીને સ્ક્વોડમાં સામેલ કરવામાં આવ્યા છે. 22 વર્ષીય રસૂલીએ આ વર્ષની શરૂઆતમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પર્દાપણ કર્યું હતું. આંગળીની ઈજામાંથી સાજા થયા અને શાપેજા ક્રિકેટ લીગ 2022માં પ્રભાવશાળી પ્રદર્શન કર્યા બાદ તે ટીમમાં જગ્યા બનાવવામાં સફળ થયો છે. 

અફઘાનિસ્તાનનો કાર્યક્રમ
22 ઓક્ટોબર – અફઘાનિસ્તાન વિરુદ્ધ ઈંગ્લેન્ડ, પર્થ
26 ઓક્ટોબર - અફઘાનિસ્તાન વિરુદ્ધ ન્યુઝીલેન્ડ, મેલબોર્ન
28 ઓક્ટોબર - અફઘાનિસ્તાન વિરુદ્ધ TBA, મેલબોર્ન
01 નવેમ્બર – અફઘાનિસ્તાન વિરુદ્ધ TBA, બ્રિસ્બેન
04 નવેમ્બર – અફઘાનિસ્તાન વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, એડિલેડ

વિશ્વકપ માટે અફઘાનિસ્તાનની ટીમ
મોહમ્મદ નબી (કેપ્ટન), નઝીબુલ્લાહ ઝાદરાન, રહમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), અઝમતુલ્લાહ ઓમરઝઈ, દરવેશ રસૂલી, ફરીદ અહમદ મલિક, અઝલ હક ફારૂકી, હઝરતુલ્લાહ ઝઝઈ, ઇબ્રાહિમ ઝાદરાન, મુઝીહ ઉર રહમાન, નવીન અહમદ હક, કેસ, રાશિદ ખાન, સલીમ સફી, ઉસ્માન ગની. 

રિઝર્વઃ અફસર ઝઝઈ, શરાફુદ્દીન અશરફ, રહમત શાહ, ગુલબદીન નાયબ.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news