Asia Cup: પાક ક્રિકેટરની હરકતથી ગુસ્સે ભરાયેલા અફઘાન ફેન્સે પાકિસ્તાનીઓને ધોઈ નાખ્યા, જુઓ Video 

પાકિસ્તાને એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોરની બુધવારે રમાયેલી મેચમા અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને ફાઈનલની ટિકિટ પાકી કરી લીધી. આ મેચની છેલ્લી ઓવરોમાં ખુબ તણાવ જોવા મળ્યો. ખેલાડીઓ એકબીજા સાથે મેદાન પર ભીડી ગયા. એટલું જ નહીં આ મેચ પૂરી થયા બાદ સ્ટેન્ડ્સમાં પણ ભારે બબાલ  જોવા મળી. આ હાર બાદ અફઘાનિસ્તાનના ફેન્સે પાકિસ્તાનના ફેન્સ સાથે મારપીટ પણ કરી. 

Asia Cup: પાક ક્રિકેટરની હરકતથી ગુસ્સે ભરાયેલા અફઘાન ફેન્સે પાકિસ્તાનીઓને ધોઈ નાખ્યા, જુઓ Video 

Asia Cup: પાકિસ્તાને એશિયા કપ ટી20 ટુર્નામેન્ટની સુપર ફોરની બુધવારે રમાયેલી મેચમા અફઘાનિસ્તાનને એક વિકેટથી હરાવીને ફાઈનલની ટિકિટ પાકી કરી લીધી. આ મેચની છેલ્લી ઓવરોમાં ખુબ તણાવ જોવા મળ્યો. ખેલાડીઓ એકબીજા સાથે મેદાન પર ભીડી ગયા. એટલું જ નહીં આ મેચ પૂરી થયા બાદ સ્ટેન્ડ્સમાં પણ ભારે બબાલ  જોવા મળી. આ હાર બાદ અફઘાનિસ્તાનના ફેન્સે પાકિસ્તાનના ફેન્સ સાથે મારપીટ પણ કરી. 

આ મેચ છેલ્લે સુધી રોમાંચક રહી. ખેલાડીઓથી લઈને ફેન્સ સુધી આ મેચમાં પોતાનો કાબૂ ગુમાવી બેઠેલા જોવા મળ્યા. મેચ બાદ સ્ટેન્ડ્સનો એક વીડિયો હાલ ખુબ વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે અફઘાનિસ્તાનના ફેન્સ તોડફોડ કરી રહ્યા છે. આ લોકો ખુરશીઓ ઉઠાવીને ફેંકતા જોવા મળે છે. આ ઉપરાંત મેદાન બહાર પાકિસ્તાની ફેન્સ ઉપર પણ અફઘાની લોકોએ હુમલો કર્યો. 

— Sonam Mahajan (@AsYouNotWish) September 7, 2022

આસિફ અલીએ અફઘાન બોલરને બેટ દેખાડ્યું
ફેન્સ ઉપરાંત પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના  ખેલાડીઓ પણ પરસ્પર ભીડી ગયા. વાત જાણે એમ બની કે આ બધી બબાલનું મૂળ 19મી ઓવરમાં જોવા મળ્યું. જ્યાં પાંચમા બોલે પાકિસ્તાનના બેટર આસિફ અલી અફઘાની બોલર ફરીદ અહેમદના બોલ પર મોટો શોટ રમવાના ચક્કરમાં કેચ આઉટ થઈ ગયા. ફરીદ અહેમદે ત્યારબાદ આસિફ અલી તરફ આક્રમક અંદાજમાં ઉજવણી કરી. ત્યારબાદ ફરીદ અહેમદની ઉજવણીના અંદાજથી ગુસ્સે થઈને પાકિસ્તાનના બેટર આસિફ અલીએ પહેલા તો બોલરને ધક્કો માર્યો અને ત્યારબાદ પોતાનું બેટ પણ દેખાડ્યું. આસિફ અલીએ બેટ ઉઠાવ્યું તો અફઘાનિસ્તાનના બીજા ખેલાડીઓએ વચ્ચે પડીને તેમને રોક્યા. 

ટીમ ઈન્ડિયાની આશાનો અંત!
અત્રે જણાવવાનું કે પાકિસ્તાનની આ જીત સાથે જ અફઘાનિસ્તાનની સાથે સાથે ભારતીય ટીમની પણ ફાઈનલમાં પહોંચવાની આશાનો લગભગ અંત આવી ગયો છે. પાકિસ્તાનને જીત માટે મળેલો 130 રનનો લક્ષ્યાંક 19.2 ઓવરમાં નવ વિકેટે મેળવી લીધો. ટોસ હારીને પહેલા બેટિંગ કરવા ઉતરેલી અફઘાનિસ્તાનની ટીમે 20 ઓવરમાં 6 વિકેટે 129 રન કર્યા અને પાકિસ્તાનની ટીમને જીત માટે 130 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં પાકિસ્તાનની ટીમે 19.2 ઓવરમાં 9 વિકેટ ગુમાવીને 131 રન કર્યા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news