મુંબઈ: ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક, અજાણ્યો માણસ કલાકો સુધી આજુબાજુ ફરતો રહ્યો

Amit Shah Security Lapse in Mumbai: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક થયાનો મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. મુંબઈ પ્રવાસ દરમિયાન એક 32 વર્ષનો અજાણ્યો વ્યક્તિ કલાકો સુધી ગૃહમંત્રીની આજુબાજુ ફરતો રહ્યો. વ્યક્તિએ પોતાની આંધ્ર પ્રદેશના સાંસદના પીએ તરીકે ઓળખ આપી હતી. તેની પાસે ગૃહ મંત્રાલયનું આઈડી કાર્ડ અને પટ્ટો પણ હતો. 

મુંબઈ: ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક, અજાણ્યો માણસ કલાકો સુધી આજુબાજુ ફરતો રહ્યો

Security Lapse: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક થયાનો મામલો સામે આવ્યા બાદ હડકંપ મચી ગયો છે. મુંબઈ પ્રવાસ દરમિયાન એક 32 વર્ષનો અજાણ્યો વ્યક્તિ કલાકો સુધી ગૃહમંત્રીની આજુબાજુ ફરતો રહ્યો. વ્યક્તિએ પોતાની આંધ્ર પ્રદેશના સાંસદના પીએ તરીકે ઓળખ આપી હતી. તેની પાસે ગૃહ મંત્રાલયનું આઈડી કાર્ડ અને પટ્ટો પણ હતો. જેને પહેરીને તે ગૃહમંત્રીના કાફલા સાથે ફરતો રહ્યો. 

સાંસદના પીએ તરીકે આપી ઓળખ
મળતી માહિતી મુજબ ગૃહ મંત્રાલયના આઈડી કાર્ડ પહેરેલા વ્યક્તિએ પોતાની અસલ ઓળખ છૂપાવી હતી. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરની બહાર પણ આ અજાણ્યો વ્યક્તિ બ્લેઝર પહેરીને ફરતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિ પર શક ગયા બાદ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ મુંબઈ પોલીસને જાણ કરી. 

પોલીસે દબોચ્યો
મુંબઈ પોલીસે પૂછપરછ બાદ વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીનું નામ હેમંત પવાર હોવાનું કહેવાય છે. તે મહારાષ્ટ્રના ધૂળેનો રહીશ છે. આરોપી પવારને કોર્ટમાં રજૂ કરાયો જ્યાં કોર્ટે તેને 5 દિવસ માટે પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો. 

બે દિવસના પ્રવાસે ગૃહમંત્રી
નોંધનીય છે કે ગૃહમંત્રી અમિત શાહ બે દિવસના પ્રવાસે મુંબઈ પહોંચ્યા હતા. તેમણે શહેરના પ્રમુખ ગણેશ પંડાલ લાલબાગ ચા રાજામાં ભગવાન શ્રી ગણેશની પૂજા અર્ચના કરી. મહારાષ્ટ્રમાં શિંદે સરકાર બન્યા બાદ અમિત શાહ પહેલીવાર મુંબઈ પહોંચ્યા હતા. આ દરમિયાન તેઓ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસના ઘરે પણ ગયા હતા. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news