AUSvIND: કેપ્ટન ફિન્ચ બોલ્યો- ભારતને હરાવવા માટે ટી20માં સર્વશ્રેષ્ઠ તક

ફિન્ચે કહ્યું, અમે યૂએઈણાં પાકિસ્તાન સામે હારી ગયા પરંતુ ટી20માં અમારી ટીમ શાનદાર છે.
 

AUSvIND: કેપ્ટન ફિન્ચ બોલ્યો- ભારતને હરાવવા માટે ટી20માં સર્વશ્રેષ્ઠ તક

બ્રિસ્બેનઃ કેપ્ટન એરોન ફિન્ચે મંગળવારે કહ્યું કે, મુખ્ય બેટ્સમેન સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નરની ગેરહાજરીમાં  ઓસ્ટ્રેલિયાની પાસે ટી20 શ્રેણીમાં ભારતને હરાવવાની સર્વશ્રેષ્ઠ તક છે. ટી20નો પ્રથમ મેચ બુધવારે ગાબા  મેદાન પર રમાશે. ફિન્ચે કહ્યું કે, 20 ઓવરના ફોર્મેટમાં ભારત જેવી મજબૂત ટીમની સામે તેની ટીમ આક્રમક  અને સ્પર્ધાત્મક ક્રિકેટ રમી શકે છે. 

ફિન્ચે કહ્યું, અમે યૂએઈણાં પાકિસ્તાન સામે હારી ગયા પરંતુ ટી20માં અમારી ટીમ શાનદાર છે. મને લાગે છે કે  અમે ઝિમ્બાબ્વેમાં સારૂ ક્રિકેટ રમ્યા. આ ફોર્મેટમાં અમારી ટીમ આત્મવિશ્વાસથી ભરેલી છે. તેણે કહ્યું, ભારત ઘણા  સમયથી તમામ ફોર્મેટમાં સારૂ પ્રદર્શન કરી રહ્યું છે. અમારા માટે આક્રમક રમત દાખવવાની સારી તક છે જેથી  અમે તેને પડકાર આપી શકીએ. ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ફાસ્ટ બોલરોને ઉતાર્યા હતા પરંતુ આ વખતે  અંતિમ ઈલેવનમાં સ્પિનરને જગ્યા આપવામાં આવી છે. 

કેપ્ટન ફિન્ચે કહ્યું, આ મેદાનનો આકાર અને અહીં અમારા સ્પિનરોના સારા પ્રદર્શનને જોતા અમે નિર્ણય કર્યો છે.  આ મેદાન પર ગતી અને ઉછાળ મળે છે અને ભારતીય બેટ્સમેન તેનાથી વાકેફ છે. અહીં બાઉન્ડ્રી પણ મોટી છે  અને તેથી રણનીતિમાં ફેરફાર યોગ્ય છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ મંગળવારે સ્ટીવ સ્મિથ અને ડેવિડ વોર્નર પરથી  પ્રતિબંધ હટાવવાનો ઈન્કાર કરી દીધો હતો. આ વિશે ફિન્ચે કહ્યું, અમે નિર્ણયનું સન્માન કરીએ છીએ. અમારે  આગળ વધવાનું છે. અમે તેવું ક્રિકેટ રમશું જેમાં જીત પ્રાથમિકતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news