Asian Games: 8માં દિવસે 5 સિલ્વર, ન મળ્યો એક પણ ગોલ્ડ
18મી એશિયન રમતોનો આઠમો ભારત માટે સારી રહી, સિલવર અને બ્રોન્ઝ મેડલ મળ્યું, જો કે સમગ્ર દિવસ ગોલ્ડ વગરનો રહ્યો
Trending Photos
જકાર્તા : 18માં એશિયન રમતોત્સવનાં 8માં દિવસે ભારતીય ખેલાડીઓએ પાંચ રજત પદક પોતાને નામે કર્યા હતા. જો કે સુવર્ણ પદકોમાં કોઇ વધારો થયો નહોતો. એથલેટિક્સમાં 3 અને ઘોડેસવારીમાં ભારતે 2 રજત પદક પ્રાપ્ત કર્યા હતા. તે ઉપરાંત બે કાંસ્ય પદક બ્રિજ જેવી નવી રમતમાં મળી હતી. એટલે કે રવિવારે ભારતે ગોલ્ડ વગર જ 7 વિવિધ મેડલ પ્રાપ્ત કર્યા હતા.
આઠમો દિવસ ભારતના ઘણા એથલીટ્સે પોતાના પદક પાક્કા કર્યા હતા. જો કે દેશના માટે એક દુખદ સમાચાર પણ રહ્યા કે ગોવિંદન લક્ષમણ પુરૂષોની 10 હજાર મીટર રેસમાં ત્રીજા સ્થાન પર રહ્યા હતા. તેમનું બ્રોન્ઝ મેડલ પાક્કો થઇ ગયો હતો. જે અંગેની જાહેરાત પણ થઇ ચુકી હતી. જો કે રેસ દરમિયાન ટ્રેકની બહાર જતા રહેવાનાં કારણે તેમને અયોગ્ય જાહેર કરવામાં આવ્યા અને તેમનું પદક અમાન્ય ઠેરવી દેવામાં આવ્યા હતા.
આ રમતમાં ભારતે પદક મેળવ્યા
- હિમા દાસને 400 મીટર રેસમાં સિલ્વર મેડલ મળ્યો
- અનસે પણ 400 મીટર રેસમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કર્યો
- દુતી ચાંદે 100મીટરમાં સિલ્વર મેડલ પ્રાપ્ત થયો
- ઘોડેસવારીમાં બે સિલ્વર મેડલ- એકલ અને ટીમ ઇવેન્ટમાં મળ્યા હતા
- બ્રિજમાં બે કાસ્ય પદક મળ્યા હતા
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે