બૈરાઓએ કિચનમાં કરવું જોઇએ આ નિયમોનું પાલન, ક્યારેય ખૂટશે નહી ધન-ધાન

Garuda Purana:ગરુડ પુરાણમાં રસોડા સંબંધિત કેટલાક જરૂરી કામોની ચર્ચા કરવામાં આવી છે. જો તમે આ કામને ધ્યાનમાં રાખો છો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાત કરશે અને તમારા જીવનમાં ધનની ખામી નહીં સર્જાય. ગરુડ પુરાણ અનુસાર દરેક ગૃહિણીએ ઘરના રસોડામાં આ કામ રોજ કરવા જોઈએ.

બૈરાઓએ કિચનમાં કરવું જોઇએ આ નિયમોનું પાલન, ક્યારેય ખૂટશે નહી ધન-ધાન

Kitchen Tips: જે ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ હોય છે ત્યાં ધન અને ધાન્ય ની કોઈ ખામી રહેતી નથી. જોકે માતા લક્ષ્મી ચંચળ સ્વભાવના હોય છે અને તે એક ઘરમાં સ્થાયી ભાગ્યે જ રહે છે. ઘરમાં માતા લક્ષ્મીનો સ્થાયી વાસ થાય તે અશક્ય નથી. માતા લક્ષ્મી કેટલાક ઘરમાં સ્થાયી નિવાસ કરે છે એટલે કે કેટલાક ઘર એવા હોય છે જેના ઉપર માતા લક્ષ્મીની કૃપા રહે છે અને ત્યાં ધન અને ધાન્ય ની કોઈ ખામી રહેતી નથી. 

ગરુડ પુરાણમાં આવા કેટલાક ઘરનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ગરુડ પુરાણમાં કહેવાયું છે કે જે ઘરમાં ગૃહિણી રસોડામાં કેટલાક કામ કરે છે ત્યાં માતા લક્ષ્મી હંમેશા વાસ કરે છે. તો ચાલો તમને જણાવીએ ગરુડ પુરાણના રસોડા સંબંધિત નિયમો વિશે જેનું પાલન કરવાથી માતા લક્ષ્મીનો સ્થાયીવાસ ઘરમાં થાય છે. 

ગરુડ પુરાણમાં રસોડા સંબંધિત કેટલાક જરૂરી કામોની ચર્ચા કરવામાં આવી છે. જો તમે આ કામને ધ્યાનમાં રાખો છો તો માતા લક્ષ્મી તમારા ઘરમાં હંમેશા વાત કરશે અને તમારા જીવનમાં ધનની ખામી નહીં સર્જાય. ગરુડ પુરાણ અનુસાર દરેક ગૃહિણીએ ઘરના રસોડામાં આ કામ રોજ કરવા જોઈએ.

1. રસોડામાં રોજ ભોજન બનાવતા પહેલા દીવો કરવો.

2. રસોડામાં બનેલું ભોજન સૌથી પહેલા ભોગ માટે કાઢવું. ભગવાનને પહેલા ભોગ ધરાવો અને પછી પરિવારને જમાડવો. 

3. રસોડામાં ક્યારેય સ્નાન કર્યા વિના ચૂલો સળગાવો નહીં. તેનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે.

4. રસોડામાં હંમેશા અન્નપૂર્ણા માતાની તસવીર રાખવી અને તેની પૂજા કરવી. 

5. રસોડું હંમેશા સાફ અને સ્વચ્છ રાખવું 

6. રાત્રે સુતા પહેલા રસોડાની સારી રીતે સફાઈ કરી અને એઠા વાસણ સાફ કરીને મૂકવા.

7. રસોડામાં કામ કરતી વખતે મન હંમેશા પ્રસન્ન રાખવું ક્યારેય ક્રોધની ભાવના સાથે ભોજન બનાવવું નહીં.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news