આ શ્રાપને કારણે રાધા-કૃષ્ણના લગ્ન ન થયા, અને તેઓ ક્યારેય એક ન થયા

Love Story of Radha Krishna : આ સૃષ્ટિમાં રાધા અને શ્રીકૃષ્ણના પ્રેમના ઉદાહરણ તો અપાય છે, પરંતુ સત્ય તો એ છે કે બંને ક્યારેય એક નથી થયા... તેમની પ્રેમકહાની અધૂરી રહેવા પાછળ અનેક કારણો શાસ્ત્રોમાં વર્ણાવાયા છે 
 

આ શ્રાપને કારણે રાધા-કૃષ્ણના લગ્ન ન થયા, અને તેઓ ક્યારેય એક ન થયા

facts about krishna and radha : આ સૃષ્ટિ પર જ્યારે જ્યારે પ્રેમનું નામ લેવાય છે ત્યારે રાધા-કૃષ્ણનો પ્રેમ સૌથી પહેલો આવે છે. તેમની પ્રેમના ઉદાહરણો અપાય છે. તેમનો પ્રેમ અમર પ્રેમ હતો. હિન્દુઓમાં દેવી રાધા અને ભગવાન શ્રીકૃષ્ણના પ્રેમને પ્રતીક ગણવામા આવ્યા છે. પરંતુ આ પ્રેમ ક્યારેય પૂરો ન થઈ શક્યો. તેમનું મિલન અધૂરુ રહી ગયું હતું. ક્યારેય તેમના લગ્ન ન થયા. તેમના લગ્ન ન થવા પાછળ એક શ્રાપ હોવાનું કહેવાય છે. ચલો જાણીએ શું છે મહાભારતની એ અમર પ્રેમ કહાનીના શ્રાપનું રહસ્ય

રાધા-કૃષ્ણ નામ હંમેશા સાથે લેવાય છે. તેમની પૂજા પણ સાથે થાય છે. પરંતુ આ જોડીએ ક્યારેય લગ્ન નથી કર્યા. આ પાછળ એક શ્રાપ હોવાનું કહેવાય છે. જ્યારે શ્રીકૃષ્ણના ભક્ત શ્રીધામા તેમના દર્શન માટે ગૌલોક પહોંચતા, તો તેમને બૂમો પાડીને બોલાવતા હતા. શ્રીધામા કોઈને કોઈ રીતે શ્રીકૃષ્ણના દર્શન કરવા તલપાપડ રહેતા, પરંતુ તેઓ જ્યારે પણ જોતા ત્યારે રાધા તેમને પોતાનું એઠું માખણ ખવડાવતા હતા, જે જોઈને તેમને ક્રોધ આવતો હતો. 

તેઓ શ્રીકૃષ્ણને પૂછતા કે, પ્રેમ અને ભક્તિમાં શ્રેષ્ઠ શું છે, ત્યારે શ્રીકૃષ્ણએ પોતાના ભક્તને દ્વારપાલ બનાવીને વિશ્રામ કરવા જતા રહ્યા હતા. ત્યાર બાદ શ્રીકૃષ્ણ વિચારે છે કે, પ્રેમ અને ભક્તિમાં સૌથી શ્રેષ્ઠ શું છે. પરંતુ તેઓને કંઈ પણ સમજાતુ નથી. તેથી તેઓ રાધાને યાદ કરે છે. આ બાદ રાધા શ્રીકૃષ્ણને જોઈને દોડતા આવી જાય છે, પરંતું શ્રીધામા તેમને અંદર જવા દેતા નથી. 

જેમ રાધા શ્રીકૃષ્ણના કક્ષમાં પ્રવેશવાનો પ્રયાસ કે છે, તો શ્રીધામા તેમને 100 વર્ષ સુધી શ્રીકૃષ્ણને ભૂલી જવા અને મૃત્યુ લોકમાં રહેવાનો શ્રાપ આપે છે. શ્રીધામાના શ્રાપ બાદ રાધા પૃથ્વી લોકમાં જતા રહે છે. આ બાદ શ્રીકૃષ્ણ પણ પોતાની રાધાને મળવા માટે પૃથ્વી લોક પર જન્મ લે છે. પરંતુ રાધાને ગૌલોકનું કંઈ પણ યાદ હોતુ નથી. પંરતુ શ્રીકૃષ્ણ તેમને ક્યારેય સપનામાં તો ક્યારેક આંખોમા ગૌલોકના દર્શન કરાવતા રહે છે.  

આ રીતે રાધાને ફરીથી કૃષ્ણ સાથે પ્રેમ થઈ જાય છે. પરંતુ બ્રહ્માવૈવર્ત પુરાણના અનુસાર, રાધાના લગ્ન યશોદાના ભાઈ રાયાન ગોપા સાથે થાય છે. રાધા સંબંધમાં કૃષ્ણના મામી લાગતા હતા, તેથી તેમના લગ્ન ક્યારેય શ્રીકૃષ્ણ સાથે ન થઈ સક્યા. એવુ પણ કહેવાય છે કે, રાધાએ પોતાનું ઘર છોડી દીધું હતું અને ગોપાના લગ્ન રાધાના પડછાયા સાથે થયા હતા.  

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news