Ravan Charitra: અનેક અપ્સરાઓના શીલનું હરણ કરનાર રાવણે સીતાજીને કેમ નહોતો લગાવ્યો હાથ, આ શ્રાપ હતો કારણ

યમરાજને પણ પોતના વશમાં કરનાર રાવણ (Ravana)ને પણ એક શ્રાપ નડતો હતો. જેનાથી રાવણ જીવનભર ડરતો હતો. આ શ્રાપના લીધે જ રાવણ માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે પોતાના મહેલમાં રાખવાની હિંમત ના કરી શક્યો. ઘણાને એમ સવાલ થાય છે કે જેને અનેક મહિલાઓ, અપ્સરાઓના શીલનું હરણ કર્યું હતું એ રાવણ સીતા માતાથી કેમ દૂર ભાગતો હતો. 

Ravan Charitra: અનેક અપ્સરાઓના શીલનું હરણ કરનાર રાવણે સીતાજીને કેમ નહોતો લગાવ્યો હાથ, આ શ્રાપ હતો કારણ

અમદાવાદઃ રાવણ રાક્ષસોમાં અતિ શક્તિશાળી હોવા છતાં એક શ્રાપને કારણે જીવનભર ડરતો રહ્યો હતો. આ શ્રાપના લીધે જ રાવણ માતા સીતાનું અપહરણ કર્યું ત્યારે પોતાના મહેલમાં રાખવાની હિંમત ના કરી શક્યો. રાવણ માતા સીતાને મહેલમાં કેમ ન લઈ ગયો? આ પ્રશ્ન ઘણીવાર ઘણા લોકોના મનમાં આવે છે કે રાવણનો મહેલ એટલો ભવ્ય હતો કે તેની સામે દુનિયાની તમામ વૈભવી વસ્તુઓ નકામી હતી. તેમ છતાં  માતા સીતાનું અપહરણ કર્યા પછી રાવણ તમને તેના ભવ્ય મહેલમાં રાખવાને બદલે અશોક વાટિકામાં બહાર કેમ રાખ્યો. ખરેખર રાવણે આવું પોતાની મરજીથી નહીં પણ શ્રાપના ભયના લીધે કર્યું હતું. આ શ્રાપ જીવનભર રાવણને ડરાવતો રહ્યો અને આખરે તેના મૃત્યુનું કારણ પણ બન્યો.

રાવણે અપ્સરા રંભાનો માર્ગ રોકી દીધો હતો: વાલ્મીકિની રામાયણ કરાયેલા ઉલ્લેખ મુજબ એક સમયે સ્વર્ગની અપ્સરા રંભા કુબેરદેવના પુત્ર નલકુબેરને મળવા જઈ રહી હતી. ત્યારે રાવણે તેને રસ્તામાં જોઈ હતી. અને તેને જોતા જ રાવણ તેના દેખાવ અને સુંદરતાથી મોહિત થઈ ગયો. જેથી રાવણે ખોટા ઈરાદાથી રંભાનો માર્ગ રોક્યો હતો.

બળજબરીથી તેના મહેલમાં લઈ ગયો: રાવણે જ્યારે માર્ગ રોક્યો ત્યારે રંભાએ હાથ જોડીને તેને છોડી દેવા માટે વિનંતી કરી હતી. રંભાએ કહ્યું કે તે કુબેરદેવ (રાવણના સાવકા ભાઈ)ના પુત્ર નલકુબેરને મળવા જઈ રહી છે. જેથી તે તેની પુત્રવધૂ જેવી છે, પરંતુ રાવણ પર તેની પ્રાર્થનાની કોઈ અસર ન થઈ અને બળજબરીથી તેને તેના મહેલમાં લઈ ગયો.

નલકુબેરે રાવણને શ્રાપ આપ્યો હતો: ત્યાં રાવણે રંભાની નમ્રતાનું મનસ્વી રીતે અપહરણ કર્યું. જ્યારે નલકુબેરને આ વિશે ખબર પડી ત્યારે તે ખૂબ ગુસ્સે થયો હતો. અને ક્રોધમાં આવેલા નલકુબેરે રાવણને શ્રાપ આપ્યો હતો કે ભવિષ્યમાં જો રાવણ કોઈ પણ પારકી સ્ત્રીને તેની મંજૂરી વગર તેના મહેલમાં રાખશે અથવા તેની સાથે દુર્વ્યવહાર કરશે તો તે જ ક્ષણે તે ભસ્મ થઈ જશે.

લંકેશ જીવનભર શ્રાપથી ડરતો રહ્યો: નલકુબેરે આપેલા શ્રાપથી જીવનભર રાવણ ડરતો રહ્યો હતો. ઈચ્છા હોવા છતા માતા સીતાને રાવણ પોતાના મહેલમાં લઈ જવાની કે તેના હાથને અડવાની હિંમત ના કરી શક્યો. રાવણ માતા સીતાને અશોક વાટીકામાં મહેલથી દૂર રાખી સતત માનસિક ત્રાસ આપ્યો. લગ્ન માટે સતત દબાણ કરતો રહ્યો. જો કે રાવણના આ પ્રયાસની માતા સીતા પર કોઈ અસર ના થઈ. અને અંતમાં રાવણે પોતે કરેલા કર્મોની સજા પણ ભોગવવી પડી.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news