Astro Tips: કાળો દોરો બાંધવો કોના માટે શુભ અને કોના મોટા અશુભ, જાણો કાળો દોરો બાંધવાની સાચી વિધિ

Astro Tips:જ્યોતિષશાસ્ત્રમાં કાળો દોરો પહેરવા અંગેના ફાયદાનું વર્ણન વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે કેવા લોકોએ કાળો દોરો ન બાંધવો. 

Astro Tips: કાળો દોરો બાંધવો કોના માટે શુભ અને કોના મોટા અશુભ, જાણો કાળો દોરો બાંધવાની સાચી વિધિ

Astro Tips: હાથ પગ કે ગળામાં કાળો દોરો પહેરેલો હોય તે સામાન્ય વાત છે. મોટાભાગે લોકો એવું માને છે કે નજર દોષથી બચવા માટે કાળો દોરો બાંધવામાં આવે છે. પરંતુ હકીકતમાં કાળો દોરો બાંધવાથી અન્ય શુભ અશુભ ફળ પણ પ્રાપ્ત થાય છે. જ્યોતિષશાસ્ત્રમાં કાળો દોરો પહેરવા અંગેના ફાયદાનું વર્ણન વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું છે કે કેવા લોકોએ કાળો દોરો ન બાંધવો. 

જ્યોતિષશાસ્ત્રમાં કાળા રંગનો સંબંધ શનિદેવ સાથે જણાવાયો છે. વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી જોઈએ તો કાળો રંગ ગરમીને અવશોષિત કરનાર છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર કાળો દોરો નકારાત્મક ઊર્જાને તમારાથી દૂર રાખે છે. આ સિવાય પણ કાળો દોરો બાંધવાના કેટલાક ફાયદા છે ચાલો તમને તેના વિશે જણાવીએ.

કાળો દોરો બાંધવાના ફાયદા

- જે લોકોની કુંડળીમાં શનિદોષ હોય તેમણે કાળો દોરો બાંધવો જોઈએ. તેનાથી લાભ થાય છે. કાંડા પર કાળો દોરો બાંધવાથી જીવનમાં આવનારી સમસ્યાઓથી મુક્તિ મળે છે અને આંખોની સમસ્યાથી પણ રાહત થાય છે.

- જ્યોતિષશાસ્ત્ર અનુસાર જે લોકોને પેટ સંબંધિત સમસ્યા જેમકે કબજિયાત, લીવરની તકલીફ કે કમરમાં દુખાવો રહેતો હોય તેને પણ કાળો દોરો બાંધવો જોઈએ. આમ કરવાથી મેટાબોલિઝમ મજબૂત થાય છે અને પેટની સમસ્યાથી રાહત મળે છે.

- કાળો દોરો બાંધવાથી ખરાબ નજર કે નકારાત્મક શક્તિઓની અસરથી બચી જવાય છે સાથે જ વારંવાર જો દુર્ઘટનાઓ થતી હોય તો તેનાથી પણ રાહત મળે છે. 

- જે સ્ત્રી બાળકને સ્તનપાન કરાવતી હોય તે કમર કે પગમાં કાળો દોરો પહેરે તો તેને લાભ થાય છે. 

- નાના બાળકોને હાથ અને પગમાં કાળા દોરા બાંધવા જોઈએ. તેનાથી તેમને નજર લાગતી નથી અને તેમની રોગપ્રતિકારક ક્ષમતા પર મજબૂત રહે છે. બાળક વારંવાર બીમાર પણ નથી પડતું.

કાળો દોરો કેવી રીતે પહેરવો ? 

ઉપર જણાવ્યા અનુસારના ફાયદા માટે જો તમારે કાળો દોરો બાંધવો હોય તો મંગળવાર કે શનિવારના દિવસે કાળો દોરો બાંધવો જોઈએ. કાળો દોરો હંમેશા સંધ્યા સમયે પૂજા કર્યા પછી જ પહેરવો જોઈએ. સૌથી પહેલા કાળા દોરામાં નવ ગાંઠ બાંધવી જોઈએ અને ત્યાર પછી તેને ધારણ કરવો જોઈએ. જો કોઈ વ્યક્તિ કાળો દોરો બાંધ્યા પછી રોજ ઓછામાં ઓછા 11 વખત ગાયત્રી મંત્રનો જાપ કરે છે તો તેનાથી ફાયદો વધારે થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news