Money Plant Vastu Tips: મની પ્લાન્ટ સાથે રાખો આ વસ્તુ, પછી જો જો થશે ધનની વર્ષા

Money Plant Vastu Tips: માં લક્ષ્મીની આશીર્વાદ બની રહે તે માટે લોકો પોતાના ઘર, ઓફિસ સહિતની જગ્યાએ મની પ્લાન્ટનો છોડ રાખતા હોય છે. મની પ્લાન્ટનો છોડ જેટલો સુંદર દેખાય છે. એટલો જ તેને વાસ્તુશાસ્ત્રમાં શુભ માનવામાં આવે છે. ઘણા લોકો આ સુંદર છોડનો ઉપયોગ ઘરની સજાવટ માટે પણ કરતા હોય છે. ત્યારે આ છોડમાં ઘણા બધા ચમત્કારિક ગુણ પણ છે.   
 

Money Plant Vastu Tips: મની પ્લાન્ટ સાથે રાખો આ વસ્તુ, પછી જો જો થશે ધનની વર્ષા

Money Plant Vastu Tips: મની પ્લાન્ટનો છોડ હંમેશા ઘરમાં સૌભાગ્ય લઈને આવે છે. તે ઘરમાં રહેલી નકારાત્મકતા દૂર કરે છે. સાથે જ ઘરમાં સુખ, સમૃદ્ધિ અને બરકત લાવે છે. વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટને લઈ અમુક ઉપાયો બતાવાયા છે. જે કરવાથી મની પ્લાન્ટનો છોડ વધારે શુભ પરિણામ આપશે.

લાલ રિબીન
જો તમે પણ તમારા ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખ્યો છે, તો તેમાં લાલ રંગની રિબીન અથવા રેશમી દોરો બાંધી દો. આવું કરવાથી તમારા કરિયરમાં ઝડપથી ગ્રોથ થશે. એટલું જ નહીં ધન લાભની શક્યતાઓ પણ વધી જશે. સાથે જ સમાજમાં માન-સન્માન અને પ્રતિષ્ઠામાં પણ ઝડપથી વધારો થશે. 

No description available.

દિશા
મની પ્લાન્ટનો છોડ યોગ્ય દિશામાં રાખવાથી તે વધારે ફાયદા આપે છે. ત્યારે મની પ્લાન્ટને હંમેશાં ઘરની દક્ષિણ દિશામાં  જ લગાવો. આમ કરવાથી તમને તેના ઝડપી પરિણામ મળે છે. મની પ્લાન્ટ માટીના વાસણમાં અથવા લીલા રંગની કાચની બોટલમાં લગાવવો જોઈએ. આમ કરવાથી સફળતાના દરવાજા ખુલવા લાગે છે.

દૂધ 
તમે તમારા ઘરમાં મની પ્લાન્ટ લગાવ્યો છે અને તે ઝડપથી વધી રહયો છે, તો તેનો કોઈ વસ્તુથી સહારો આપીને તેને ઉપરની તરફ રાખી દો. કારણ કે જો મની પ્લાન્ટનો વેલો ઉપરની તરફ જાય તો આપણા ઘરમાં ઝડપથી પ્રગતિ થાય છે. અને એક વાતનું ખાસ ધ્યાન રાખો કે મની પ્લાન્ટના છોડને ભૂલથી પણ જમીન પર ન ફેલાવા દો. અને જો તમે મા લક્ષ્મીને ખુશ કરવા માગો છો તો દર શુક્રવારે મની પ્લાન્ટમાં દૂધ મિશ્રિત પાણી નાંખવાનું રાખો, કારણ કે આમ કરવાથી માતા લક્ષ્મી ખૂશ થશે, અને તેમના આશીર્વાદ તમારા પરિવાર પર બની રહેશે. 

No description available.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

(Disclaimer: અહીં આપવામાં આવી આવેલી જાણકારી માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેની પુષ્ટિ કરતું નથી.) 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news