કારર્કિદીમાં સફળતા મળશે અપાર, ઓફિસમાં કામ કરતાં અજમાવો આ ટોટકા

Vastu Tips for Office: લોકો પોતાના કામમાં અને ઓફિસમાં મહેનત તો ખૂબ જ કરે છે પરંતુ તેમ છતાં ક્યારેક સમય પર પ્રમોશન ન મળે તો ક્યારેય પગારમાં વધારો થતો નથી. કોઈને કોઈ કારણસર પ્રગતિ અટકી જાય છે. આવું જો વારંવાર થતું હોય તો શક્ય છે કે ઓફિસમાં વાસ્તુદોષ હોય...

કારર્કિદીમાં સફળતા મળશે અપાર, ઓફિસમાં કામ કરતાં અજમાવો આ ટોટકા

Vastu Tips for Office: ઘણી વખત લોકોને કારકિર્દીમાં ધારી સફળતા મળતી નથી. લોકો પોતાના કામમાં અને ઓફિસમાં મહેનત તો ખૂબ જ કરે છે પરંતુ તેમ છતાં ક્યારેક સમય પર પ્રમોશન ન મળે તો ક્યારેય પગારમાં વધારો થતો નથી. કોઈને કોઈ કારણસર પ્રગતિ અટકી જાય છે. આવું જો વારંવાર થતું હોય તો શક્ય છે કે ઓફિસમાં વાસ્તુદોષ હોય. ઓફિસમાં વાસ્તુદોષ પણ તમને કારકિર્દીમાં બાધા રૂપ બની શકે છે. તેમાં આજે તમને ઓફિસ સંબંધિત કેટલીક વસ્તુ ટીપ્સ વિશે જણાવીએ. આ ટિપ્સને ફોલો કરવાથી કાર્યક્ષમતામાં વધારો થશે અને સફળતાના માર્ગ ખુલશે.

આ પણ વાંચો:

ઓફિસમાં કામ કરતી વખતે રાખો આ વાતોનું ધ્યાન

- કારકિર્દીમાં સફળતા માટે તમે જે ટેબલ પર બેસીને કામ કરતા હોય ત્યાં વાંસનો છોડ અથવા તો ક્રિસ્ટલ રાખવું. તેનાથી કાર્ય કરવાની ક્ષમતામાં વધારો થશે.

- ઓફિસમાં કામ કરતી વખતે તમે કઈ રીતે બેસો છો તે પણ મહત્વનું છે. વાસ્તુ અનુસાર ક્યારે કામ કરતી વખતે પગ ઉપર પગ ચડાવીને બેસવું નહીં. સાથે જ જે ખુરશી પર તમે બેસો તેનો પાછળનો ભાગ તમારા માથા કરતા ઊંચો હોવો જોઈએ. 

- જો તમારી સુવાની દિશા ખોટી હશે તો પણ તમારી કારકિર્દીમાં પ્રગતિ નહીં થાય. વાસ્તુ અનુસાર સુતી વખતે માથું હંમેશા પૂર્વ દિશામાં રાખવું જોઈએ તેનાથી મન શાંત રહે છે અને કામમાં ધ્યાન કેન્દ્રિત થાય છે. 

- જો તમે વર્ક ફોર્મ કરતા હોય તો ઘરમાં ઓફિસનું કામ કરવાની જગ્યા અલાયદી હોવી જોઈએ. તેના માટે ઘરની એક નક્કી કરેલી જગ્યામાં નાનકડું ટેબલ અને આરામદાયક ખુરશી લગાડો અને ત્યાં બેસીને જ કામ કરો. 

- ઇલેક્ટ્રોનિક ઉપકરણોને રાખવા માટે દક્ષિણ પૂર્વ ની દિશા લાભકારી છે. ઓફિસમાં કામ કરતી વખતે પોતાના કોમ્પ્યુટર કે લેપટોપ ને આ દિશા તરફ રાખવા.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news