Vastu Tips: વાસ્તુના આધારે આ 6 પ્રાણીઓની મૂર્તિ ઘરમાં રાખશો તો થઇ જશો માલામાલ!

Statue Tips: ઘણી વખત આપણે ઘરની સજાવટ માટે પ્રાણીઓની મૂર્તિઓ લાવીએ છીએ, પરંતુ શું તમે વિચાર્યું છે કે તેની તમારા ઘર પર શું અસર થશે? વાસ્તુશાસ્ત્રમાં આ પ્રાણીઓની મૂર્તિઓને ઘરમાં રાખવાના અનેક ફાયદાઓ જણાવવામાં આવ્યા છે.

Vastu Tips: વાસ્તુના આધારે આ 6 પ્રાણીઓની મૂર્તિ ઘરમાં રાખશો તો થઇ જશો માલામાલ!

Vastu Tips For Animal Statue: ઘણીવાર લોકો ઘરમાં સજાવટ માટે અલગ-અલગ પ્રકારની મૂર્તિઓ રાખે છે. મોટાભાગના લોકો ઘરમાં ભગવાનની મૂર્તિ રાખે છે પરંતુ કેટલાક લોકો ઘરમાં પ્રાણીઓની મૂર્તિ પણ રાખે છે. એવું કહેવાય છે કે દરેક પ્રાણી એક યા બીજા ગ્રહ સાથે સંબંધિત છે, તેથી તે ઘર પર પણ અસર કરે છે. વાસ્તુશાસ્ત્રમાં પ્રાણીની મૂર્તિ ઘરમાં રાખવી શુભ માનવામાં આવે છે. જેના કારણે ઘરમાં સકારાત્મક ઉર્જાનો વાસ રહે છે. તેની સાથે ઘરની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થાય છે. 

હાથીઓની જોડી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ઘરમાં હાથીની જોડી રાખવી શુભ માનવામાં આવે છે. ઘરમાં હાથીની જોડી રાખવાથી પરિવારમાં એકતા જળવાઈ રહે છે. તેની સાથે લગ્નજીવન સુખી રહે છે. વાસ્તુ અનુસાર ઘરમાં ચાંદી કે પિત્તળનો હાથી રાખવો ખૂબ જ શુભ ગણવામાં આવે છે.

કાચબો
કાચબાને ભગવાન વિષ્ણુનું સ્વરૂપ માનવામાં આવે છે. કહેવાય છે કે જે ઘરમાં કાચબો હોય છે, તે ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં કાચબો રાખવાથી ધનની પ્રાપ્તિ થાય છે.

હંસની જોડી
વાસ્તુશાસ્ત્ર અનુસાર ડ્રોઈંગ રૂમ કે બેડરૂમમાં હંસની જોડી લગાવવી સારી માનવામાં આવે છે. એવું કહેવાય છે કે તેનાથી પતિ-પત્નીનું દાંપત્ય જીવન સુધરે છે. આ સાથે ઘરના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે.

માછલી
વાસ્તુશાસ્ત્ર અનુસાર માછલીને ધન અને ઉર્જાનું પ્રતિક માનવામાં આવે છે. ઘરમાં પિત્તળ અથવા ચાંદીની માછલી રાખવાથી સુખ-સમૃદ્ધિ વધે છે. તેને ઘરની ઉત્તર-પૂર્વ અથવા પૂર્વ દિશામાં રાખવું શુભ ગણવામાં આવે છે.

ગાય
શાસ્ત્રો અનુસાર ગાયમાં તમામ દેવી-દેવતાઓનો વાસ હોવાનું માનવામાં આવે છે. એટલા માટે ઘરમાં ગાયની મૂર્તિ રાખવાથી ઘરમાં સુખ, સમૃદ્ધિ આવે છે.

ઊંટ
ઘરમાં ઊંટની મૂર્તિ રાખવી ખુબ શુભ માનવામાં આવે છે. ઊંટ એ સંઘર્ષ અને સફળતાનું પ્રતીક છે. ઘરના ડ્રોઈંગ રૂમ કે લિવિંગ રૂમની ઉત્તર-પશ્ચિમ દિશામાં રાખવાથી કરિયર કે બિઝનેસમાં સફળતા મળે છે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
ક્યારે ઉજવાશે હરિયાળી અમાસ ? અમાસના દિવસે કરેલી આ ભુલ તિજોરી કરી દેશે ખાલી
Krushna એ જણાવ્યું શા માટે ઈંસ્ટા પોસ્ટમાં ટેગ કર્યો Govinda ને, કહી દીધી મોટી વાત

1 મહિના સુધી આ રાશિના લોકો બે હાથે રુપિયા ગણવા કરવા રહે તૈયાર, સૂર્ય ગોચરથી થશે લાભ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news