તમારો છોકરો વાંદરા જેવા લાગે છે.. એવુ કહેનાર મંગેતરથી કંટાળીને યુવકે આપઘાત કર્યો
Youth Suicide : ઝઘડો થતાં જ જીગરે ફાલ્ગુનીને ઘરેથી કાઢી મૂકી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ ફાલ્ગુની એ જીગર ના પરિવારને જાણ કરતા ઘરના લોકો એકઠા થઇ ગયા હતા
Trending Photos
Ahmedabad News ઉદય રંજન/અમદાવાદ : અમદાવાદ સેન્ટ્રલ જેલ ના મહિલા સિપાહી ના ત્રાસથી મંગેતર એ મોત ને વહાલું કર્યું છે. સગાઇ થયાના 15 દિવસમાં જ મહિલા જેલ સિપાહીના સાથેના ઝઘડામાં યુવકે ગળેફાંસો ખાધો છે. રાણીપ પોલીસે દુષ્પ્રેરણા હેઠળ ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
અમદાવાદના જીગર પટેલ નામના યુવકે બે દિવસ અગાઉ ગળેફાંસો ખાઈને મોતને વ્હાલુ કર્યુ હતું. જીગર પટેલે પોતાની મંગેતર ફાલ્ગુની ચાવડાના માનિસક- શારીરિક ત્રાસથી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. જોકે 15 દિવસની સગાઈમાં જ યુવકે આ પગલું ભરી લીધું છે. ઘટનાની વાત કરવા માં આવે તો એક સમાજની એપ્લિકેશન માધ્યમથી મૃતક જીગર પટેલ અને યુવતી ફાલ્ગુ ચાવડા ચાર મહિના પહેલા મુલાકાત થઈ હતી. જે બાદ સમાજના રીતરિવાજ મુજબ 9 જુલાઈના રોજ કડી છત્રાલ રોડ ખાતે આવેલા એક હોટલમાં સગાઈ કરી હતી.
જીગર પટેલ મિકેનિકલ એન્જીનીયર કરેલ છે અને યુવતી ફાલ્ગુની સેન્ટ્રલ જેલમાં મહિલા સિપાહી તરીકે ફરજ બજાવે છે. જેથી જીગર એક - બે વખત સાબરમતી સેન્ટ્રલ જેલના ક્વાર્ટરમાં આવેલ ફાલ્ગુનીના ઘરે મળવા જતો હતો. પરંતુ સગાઈ થયા તરત બંન્ને વચ્ચે ઝઘડો શરૂ થયો હતો અને 14 જુલાઈના રોજ જીગર ઘરે કહીને ગયો કે ‘હું ફાલ્ગુનીના ઘરે જવું છું.’ પણ બન્ને વચ્ચે ઝઘડો થતાં જ જીગરે ફાલ્ગુનીને ઘરેથી કાઢી મૂકી દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો અને આત્મહત્યા કરી લીધી હતી. જે બાદ ફાલ્ગુની એ જીગર ના પરિવારને જાણ કરતા ઘરના લોકો એકઠા થઇ ગયા હતા.
મૃતક જીગરના પિતા જગદીશ પટેલે રાણીપ પોલીસ સ્ટેશનમાં મહિલા જેલ સિપાહી ફાલ્ગુની ચાવડા વિરુદ્ધ દુષ્પ્રેરણાની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે કે જીગર પટેલ અને ફાલ્ગુનીની સગાઈ થયા બાદ ફાલ્ગુની મારા દીકરા જીગરના શારીરિક બાંધા પર અપશબ્દો બોલતી હતી અને કહેતી હતી કે તમારો છોકરો વાંદરા જેવો લાગે છે, હાથ પગ બહુ નાના છે અને બોડી પણ નથી. તે આવા મ્હેણાટોણા મારતી હતી. એટલું જ નહીં મહિલા જેલ સિપાહીનું કહેવું હતું કે સગાઈ મારા પિતા દબાણથી કરી રહી છું, તેથી મને જીગર પસંદ પણ નથી. જે શારીરિક માનસિક ત્રાસ આપતા જ જીગરથી આ સહન ના થતા આપઘાત કરવાનું નક્કી કરી લીધું હતું.
ઉલ્લેખનીય છે કે રાણીપ પોલીસને મૃતક દ્વારા લખેલ કોઈ સ્યુસાઇડ નોટ કે અન્ય કોઈ વસ્તુ નથી મળી. રાણીપ પોલીસે ગુનો નોંધી પુરાવા એકત્રિત કરી વધુ તપાસ શરૂ કરી છે અને સગા સબંધીઓના નિવેદન નોંધી રહી છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે