Vastu Tips: પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ આ વસ્તુઓ, નહીં તો પછતાશો!

Vastu Tips for Puja Ghar: વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરના મંદિરમાં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો ઘરમાં હંમેશા સુખ-સમૃદ્ધિ બની રહે છે. બીજી તરફ પૂજાના ઘરમાં કેટલીક નકારાત્મક વસ્તુઓની હાજરીથી ગરીબી આવે છે.

Vastu Tips: પૂજા ઘરમાં ભૂલથી પણ ન રાખવી જોઈએ આ વસ્તુઓ, નહીં તો પછતાશો!

Vastu Shastra for Puja Ghar: વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક હિસ્સા અને વસ્તુઓ માટે નિયમો આપવામાં આવ્યા છે. જો આ નિયમોનું યોગ્ય રીતે પાલન કરવામાં ન આવે તો ઘરમાં વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. જેના કારણે ઘરમાં નકારાત્મકતા આવે છે. ઘરમાં ઝઘડા થાય છે, ઘરના લોકોની પ્રગતિ અટકી જાય છે, ગરીબી અને રોગ તેમને ઘેરી લે છે. ઘરનું મંદિર કે પૂજા સ્થળ ખૂબ જ મહત્વનું સ્થાન છે. દેવી-દેવતાઓના આ ઘરમાં જો કોઈ નાની ભૂલ પણ થઈ જાય તો તેનું ભારે પરિણામ ભોગવવું પડે છે.

આ ભૂલ ઘરની સુખ-શાંતિ છીનવી લેશે

ઘરમાં મંદિર રાખવાથી સકારાત્મકતા આવે છે. પરંતુ મંદિરમાં ગરબડ થવાથી પણ મોટું નુકસાન થઈ શકે છે. આવી સ્થિતિમાં, પૂજા સ્થાન સાથે સંબંધિત કેટલાક મહત્વપૂર્ણ વાસ્તુના નિયમોને જાણવું ખુબ જ જરૂરી છે. 

- વાસ્તુશાસ્ત્ર અનુસાર, પૂજા ઘરમાં ક્યારેય પણ દેવી-દેવતાઓની રૌદ્ર રૂપવાળી તસવીરો કે મૂર્તિઓ ન રાખવી જોઈએ. આમ કરવાથી ઘરમાં ઝઘડા અને ક્લેશ વધે છે. ઘરમાં અશાંતિ રહે છે, તેથી પૂજા ઘરમાં હંમેશા દેવી-દેવતાઓના સૌમ્ય સ્વરૂપમાં આશીર્વાદ આપતા મૂર્તિઓ અને ચિત્રો રાખવા જોઈએ.

- વાસ્તુશાસ્ત્ર અનુસાર પૂજા ઘરમાં ક્યારેય તુટેલી મૂર્તિઓ કે ચિત્રો ન રાખવા જોઈએ. આ ભૂલ ખૂબ ભારે પડી શકે છે. ભગવાનની સારી અને સુંદર મૂર્તિઓ અથવા ચિત્રો હંમેશા રાખો. 

- ઘણી વખત લોકો પૂજાઘરમાં એક જ દેવતાના અનેક ચિત્રો કે મૂર્તિઓ રાખે છે. જ્યારે આવું ક્યારેય ન કરવું જોઈએ. ખાસ કરીને ભુલથી પણ પૂજા ઘરમાં 2 શિવલિંગ ન રાખવા. આ ભૂલ ઘરની સુખ-સમૃદ્ધિ છીનવી શકે છે.
 
(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને માહિતી પર આધારિત છે. ZEE24KALAK તેની પુષ્ટિ કરતું નથી.)

આ પણ વાંચો:
અમદાવાદમાં જેણે 9 લોકોને કચડી નાંખ્યા તે શખ્સ કોણ છે? મોટા ઘરનો નબીરો હોવાનો ખુલાસો
ખૌફનાક નજારો! સીદસર ખાતે મા ઉમિયા મંદિરના પરિસરમાં વેણુ નદીનું પાણી ફરી વળ્યું...

'કુબેરનો ભંડાર' ગણી શકાય ગુજરાતના આ 3 ગામ, મેટ્રો સિટીમાં ન હોય એવી છે સુવિધાઓ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news