Mangalwar Upay: તુરંત પુરા થશે અટકેલા કાર્ય, રાતોરાત થશે ધન લાભ, બસ મંગળવારે કરો આ સરળ કામ

Mangalwar Upay:મંગળવારના આ સરળ ઉપાયો કરી લેવાથી તમામ સમસ્યા, કષ્ટ અને સંકટથી મુક્તિ મળી જાય છે. મંગળવારના આ ઉપાય જીવનને સુખમયી બનાવે છે. તો ચાલો તમને જણાવીએ મંગળવારના એવા સરળ ઉપાયો વિશે જે જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ લાવે છે 

Mangalwar Upay: તુરંત પુરા થશે અટકેલા કાર્ય, રાતોરાત થશે ધન લાભ, બસ મંગળવારે કરો આ સરળ કામ

Mangalwar Upay: હિન્દુ ધર્મમાં સપ્તાહનો દરેક દિવસ કોઈને કોઈ દેવી દેવતાને સમર્પિત છે. મંગળવારનો દિવસ રામભક્ત હનુમાનજીને સમર્પિત છે. આ દિવસનો સંબંધ મંગળ ગ્રહ સાથે પણ છે. મંગળવારે ભક્તો બજરંગ બલીની પૂજા અર્ચના કરે છે. આ દિવસે શ્રદ્ધાથી હનુમાનજીની ભક્તિ કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. 

કુંડળીમાં જો સાહસ અને પરાક્રમનો ગ્રહ મંગળ નબળી સ્થિતિમાં હોય તો પણ મંગળવારે કેટલાક ઉપાયો કરવાના હોય છે. મંગળવારના આ સરળ ઉપાયો કરી લેવાથી તમામ સમસ્યા, કષ્ટ અને સંકટથી મુક્તિ મળી જાય છે. મંગળવારના આ ઉપાય જીવનને સુખમયી બનાવે છે. તો ચાલો તમને જણાવીએ મંગળવારના એવા સરળ ઉપાયો વિશે જે જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ લાવે છે 

મંગળવારના અચૂક ઉપાય 

- જો વારંવાર આર્થિક નુકસાન થતું હોય તો મંગળવારના દિવસે હનુમાનજીની સામે ચમેલીના તેલનો દીવો કરો. ત્યાર પછી હનુમાનજીના મંત્ર ઓમ હં હનુમતે નમઃ મંત્રનો 21 વખત જાપ કરો. દર મંગળવારે આ કામ કરવાથી આર્થિક સ્થિતિ મજબૂત થવા લાગશે 

- જો વેપારમાં વારંવાર સમસ્યા આવતી હોય તો મંગળવારના દિવસે નાડાછડી  હનુમાનજીના મંદિરમાં હનુમાનજીના ચરણોમાં રાખી દો. ત્યાર પછી હનુમાનજીના ચરણોમાંથી સિંદૂર લઈ માથા પર તિલક કરો. ત્યાર પછી હનુમાનજીના ચરણોમાં રાખેલી નાડાછડીમાંથી એક ટુકડો લઈ હાથમાં બાંધી લો. બાકીની નડાછડી મંદિરમાં જ રહેવા દો. આ કામ કરવાથી તમારા કામમાં ગતિ આવશે અને સફળતા મળશે 

- ખરાબ નજરથી બચવા માટે મંગળવારના દિવસે માટીનું વાસણ લેવું અને તેમાં મધ ઉમેરી તેને કપડાંથી ઢાંકી દો. ત્યાર પછી હનુમાનજીના મંદિરમાં જઈને આ વાસણને રાખી દો. આમ કરવાથી ખરાબ નજરની અસર દૂર થાય છે. 

- દરેક કાર્યમાં સફળતા મેળવવી હોય તો મંગળવારના દિવસે સફેદ કોરું કાગળ દેવું. એક વાટકીમાં ચમેલીનું તેલ અને સિંદૂર મિક્સ કરી સફેદ કાગળ પર આ સિંદૂર વડે 21 વખત રામ નામ લખો. ત્યાર પછી કાગળને સુકવીને પોતાના પર્સમાં રાખો. 

- જો મહેનત કર્યા પછી પણ સફળતા ન મળી રહી હોય તો મંગળવારના દિવસે હનુમાનજીની પૂજા કરો. સાથે જ મંગળવારે દેવી માતાની પણ પૂજા કરો. મંગળવારે ચોખાથી હવન કરવાથી પણ જીવનમાં સફળતા અને ધન વધે છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી સામાન્ય માહિતી પર આધારિત છે.  ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news