7th Pay Commission DA Hike: આંકડા જાહેર થતાં ખુશ થઈ ગયા કેન્દ્રીય કર્મચારીઓ, પગારમાં થશે મોટો વધારો

7th Pay Commission DA Hike: AICPI ઈન્ડેક્સના જૂન મહિનાના આંકડા જાહેર થઈ ગયા છે. દેશના એક કરોડથી વધુ કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સને તેનો ફાયદો થશે. 

7th Pay Commission DA Hike: આંકડા જાહેર થતાં ખુશ થઈ ગયા કેન્દ્રીય કર્મચારીઓ, પગારમાં થશે મોટો વધારો

નવી દિલ્હીઃ 7th Pay Commission DA Hike: કેન્દ્રીય કર્મચારીઓ માટે સારા સમાચાર છે. શ્રમ મંત્રાલયે જૂન 2023 AICPI ઈન્ડેક્સના આંકડા જાહેર કરી દીધા છે. જૂન મહિનાના AICPI ઈન્ડેક્સમાં મોટો વધારો જોવા મળ્યો છે. મેમાં જ્યાં તે 134.7 પોઈન્ટ પર હતો, તો જૂનમાં વધીને 136.4 પોઈન્ટ પહોંચી ગયો છે. આ રીતે જૂન મહિનામાં AICPI ઈન્ડેક્સના આંકડામાં 1.7 પોઈન્ટનો વધારો થયો છે. 

આંકડાએ વધાર્યો જુસ્સો
મેના આંકડા પ્રમાણે કુલ ડીએ (DA Hike)સ્કોર 45.58 ટકા હતો, જે જૂનમાં વધીને 46.24 ટકાના સ્તરે પહોંચી ગયો છે. ત્યારબાદ લગભગ નક્કી થઈ ગયું છે કે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થશે. 

1 જુલાઈથી થશે લાગૂ
હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ સરકાર દ્વારા સત્તાવાર જાહેરાતની રાહ જોઈ રહ્યાં છે. બધુ બરાબર રહ્યું તો કેન્દ્ર સરકાર આગામી મહિને સપ્ટેમ્બરમાં મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહતમાં વધારાની જાહેરાત કરી શકે છે. પરંતુ નવો દર 1 જુલાઈ 2023થી લાગૂ માનવામાં આવશે. 

46 ટકા થઈ જશે મોંઘવારી ભથ્થું
વર્તમાનમાં કેન્દ્રીય કર્મચારીઓને 42 ટકાના દરે (7th Pay Commission DA Hike)મોંઘવારી ભથ્થું મળી રહ્યું છે. જો મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો થાય છે તો તે વધીને 46 ટકા થઈ જશે. 

HRA ભથ્થામાં પણ થઈ શકે છે વધારો
મોંઘવારી ભથ્થામાં વધારાની સાથે-સાથે કર્મચારીઓના હાઉસ રેન્ટ એલાઉન્સમાં પણ વધારો થવાની આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. હકીકતમાં કેન્દ્ર સરકારે છેલ્લે જુલાઈ 2021માં તેના હાઉસ રેન્ટ એલાઉન્સમાં ફેરફાર કર્યો હતો. તેવામાં આશા છે કે સરકાર એચઆરએમાં ત્રણ ટકાનો વધારો કરી શકે છે. જો સરકાર આ નિર્ણય કરશે તો 50 લાખથી વધુ કર્મચારીઓને તેનો ફાયદો થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news