બોલીને પછતાયા કથાકાર રાજુબાપુ, કોળી ઠાકોર સમાજે ન સ્વીકારી માફી, આપી આ ચીમકી

Controversial Statement Kathakar Rajubapu : પ્રેમ લગ્નનું ઉદાહરણ આપતા સમયે ચાલુ કથામં સીમરધામના રાજુબાપુ મહારાજના બગડ્યા બોલ, કોળી-ઠાકોર સમાજ વિષે બોલતા સમાજમાં રોષ છવાયો, કોળી ઠાકોર સમાજે પાંચ વર્ષ કથા નહિ કરવાની સ્ટેજ પર સન્માન નહિ સ્વીકારવાની માંગ કરી
 

બોલીને પછતાયા કથાકાર રાજુબાપુ, કોળી ઠાકોર સમાજે ન સ્વીકારી માફી, આપી આ ચીમકી

Gir Somnath News ગીર સોમનાથ : ભારત દેશની જનતા ધર્મપ્રેમી છે.. એટલા માટે જ જ્યારે પણ કોઈ એક સમાજને ટાંકીને નિવેદન કરવામાં આવે ત્યારે વિવાદ જરૂરથી થાય છે. હવે આ વિવાદમાં એક કથાકારના નામનો પણ સમાવેશ થઈ ચૂક્યો છે. જી હાં, વ્યાસપીઠ પરથી જ કથાકાર રાજુગીરી બાપુએ વિવાદિત નિવેદન આપતાં ઠાકોર અને કોળી સમાજના લોકો આક્રોષિત છે. કથા કરતી વખતે આ નિવેદન આપતાં રાજુબાપુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ છે. જોકે, બાદમાં તેમણે માફી માગીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો.. 

વ્યાસપીઠ પરથી કથાકાર રાજુબાપુએ આ પ્રકારનું નિવેદન કરીને નવા વિવાદને વેગ આપ્યો છે. ઉના તાલુકામાં આવેલા સિમર ગામે શિવ પુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કથાકાર રાજુ બાપુએ પ્રેમ લગ્નને લઈને કોળી સમાજ અને ઠાકોર સમાજને નિમ્ન કક્ષાના કહ્યા હતા.

સૌથી પહેલાં તમે રાજુબાપુનું આખું નિવેદન સાંભળો..
 

બાપુએ માંગવી પડી માફી 
રાજુબાપુના આ નિવેદન બાદ સ્વાભાવિક રીતે ઠાકોર અને કોળી સમાજના લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો.. ઉનાના નવાબંદર પોલીસ મથકમાં રાજુબાપુ વિરુદ્ધ ફરિયાદ પણ નોંધાઈ હતી. વાણી વિલાસ કરનારા રાજુ બાપુએ વિવાદ વધુ વકરતા આખરે માફી માંગી લીધી.. વીડિયો જાહેર કરીને રાજુ બાપુએ કહ્યું કે, કોળી-ઠાકોર સમાજને ઠેસ પહોંચી છે.. મારો કોળી-ઠાકોર સમાજનું નામ લેવાનો ઈરાદો નહોતો. 

સમાજ પર વિવાદિત નિવેદનને લઈને ગુજરાતમાં હંમેશા ઘમાસાણ મચેલું હોય છે. આ પહેલાં પણ સમાજ પર વિવાદિત નિવેદન બાદ થયેલા ગજગ્રાહના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. ત્યારે આ પ્રકારના વાણી વિલાસથી દૂર રહેવું એ જરૂરી છે.

કોળી ઠાકોર સમાજે ન સ્વીકાર માફી 
ઉના તાલુકાના સીમર ગામે કથા દરમિયાન વ્યાસપીઠ પરથી શિવ કથાકાર રાજુ ગીરીબાપુ દ્વારા કોળી ઠાકોર સમાજ પર ટિપ્પણી કરવામાં આવી હતી. ત્યારે ગત રોજ સાવરકુંડલા નંદીગ્રામ સોસાયટીમાં કથાકાર રાજુ ગીરી બાપુના નિવાસ્થાન કોળી ઠાકોર સમાજના ટોળા એકઠા થયા હતા. જેમાં કથાકાર રાજુગીરી બાપુએ રડતા રડતા કોળી ઠાકોર સમાજ પાસે માફી માંગી હતી. કોળી ઠાકોર સમાજના લોકોએ ‘રાજૂગીરી હાય હાય’ ના ઘરની બહાર નારા લગાવ્યા હતા. કોળી ઠાકોર સમાજે પાંચ વર્ષ કથા નહિ કરવાની સ્ટેજ પર સન્માન નહિ સ્વીકારવાની માંગ કરી છે. 

કથાકારના પૂતળાનું દહન
ભાવનગરમાં કોળી ઠાકોર સમાજ દ્વારા કથાકાર રાજુભાઇ ગોસ્વામીના પૂતળાનું દહન કરાયું હતું. કથાકાર રાજુભાઈ ગોસ્વામી દ્વારા કોળી ઠાકોર સમાજ વિશે કરાયેલ ટિપ્પણીને લઈને રોષ વ્યાપ્યો છે. ભાવનગર જિલ્લાના વરતેજ ગામે કથાકાર રાજુભાઈ ગોસ્વામીના પૂતળાનું દહન કરી વિરોધ કરાયો હતો. વ્યાસપીઠ પર બિરાજમાન કથાકાર કોઈ બે સમાજો વચ્ચે વ્યમનસ્ય ફેલાઈ તે રીતે ટિપ્પણી કરે એ યોગ્ય નથી. કથાકાર વ્યાસપીઠ પરથી કોઈ સમાજ પ્રત્યે ટિપ્પણી કરે એ વ્યાસપીઠનું અપમાન છે. કથાકાર રાજુભાઈએ કોળી ઠાકોર સમાજને નીચા ગણી વ્યાસપીઠ પરથી ટિપ્પણી કરતા કોળી સમાજે વિરોધ નોંધાવી પૂતળા દહન કર્યું. ભાવનગર જિલ્લાના વરતેજ ગામે કોળી ઠાકોર સમાજના યુવાનોએ સૂત્રોચ્ચાર સાથે રાજુ ગોસ્વામીના પૂતળા દહન કરી વિરોધ દર્શાવ્યો.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news