ગણતરીના કલાકોમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 5 રાશિવાળાઓને થશે અઢળક ધનલાભ, જાણો કોણે રહેવું પડે સતર્ક

17 નવેમ્બરથી છઠ પર્વની શરૂઆત થઈ રહી છે અને એ જ દિવસે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર પણ થશે. આ રાશિમાં સૂર્યની સ્થિતિને સારી ગણવામાં આવે છે. સૂર્ય પોતાની નબળી સ્થિતિમાંથી બહાર આવી જાય છે. સૂર્ય અહીં બુધ અને મંગળ સાથે બિરાજમાન થશે.

ગણતરીના કલાકોમાં સૂર્યનું રાશિ પરિવર્તન, આ 5 રાશિવાળાઓને થશે અઢળક ધનલાભ, જાણો કોણે રહેવું પડે સતર્ક

17 નવેમ્બરથી છઠ પર્વની શરૂઆત થઈ રહી છે અને એ જ દિવસે સૂર્યનું વૃશ્ચિક રાશિમાં ગોચર પણ થશે. આ રાશિમાં સૂર્યની સ્થિતિને સારી ગણવામાં આવે છે. સૂર્ય પોતાની નબળી સ્થિતિમાંથી બહાર આવી જાય છે. સૂર્ય અહીં બુધ અને મંગળ સાથે બિરાજમાન થશે. તેના પર શનિની દ્રષ્ટિનો પણ પ્રભાવ બનશે. આ સંયોગ અને પરિવર્તનના પ્રભાવ મિક્સ રહેશે. જો કે જ્યોતિષવિદોનું કહેવું છે કે આ ગોચર મેષ, મિથુન સહિત કેટલીક રાશિના જાતકોને લાભનો સંકેત આપી રહ્યું છે. તેનો પ્રભાવ લગભગ એક મહિના સુધી રહેશે. સૂર્યનું આ ગોચર કેવી અસર છોડશે તે જાણો. 

મેષ રાશિ
સ્વાસ્થ્ય સારું રહેશે. ધનલાભના યોગ છે. કોઈ લાંબી મુસાફરી થઈ શકે છે. ધનનું દાન કરો. તમારો શુભ  રંગ લાલ અને લકી નંબર 5 છે. 

વૃષભ રાશિ
પડવા આખડવાથી સાવધાન રહેજો. સંબંધોમાં સમસ્યા થઈ શકે છે. હાલ મહત્વપૂર્ણ કામ ટાળજો. સફેદ મિઠાઈનું દાન કરો. તમારો શુભ રંગ ક્રીમ અને લકી નંબર 6 છે. 

મિથુન રાશિ
તમારી આર્થિક સ્થિતિ સારી રહેશે. કરિયરમાં સુધાર થશે. સંપત્તિના મામલાનો ઉકેલ આવશે. ખાવાની વસ્તુનું દાન કરો. શુભ રંગ લીલો અને લકી નંબર 7 છે. 

કર્ક રાશિ
કર્ક રાશિવાળાના અટવાયેલા કામ પૂરા થશે. કરિયરમાં લાભના યોગ છે. કામની વ્યસ્તતા રહેશે. ખાવાની વસ્તુનું દાન કરજો. તમારો શુભ રંગ સફેદ અને લકી નંબર 6 છે. 

સિંહ રાશિ
તમારી માનસિક ચિંતા સમાપ્ત થશે. અટવાયેલું ધન પ્રાપ્ત થશે. મહત્વપૂર્ણ કામ પૂરાં થશે. ધનનું દાન કરો. તમારો શુભ રંગ લાલ અને લકી નંબર 7 છે. 

કન્યા રાશિ
સ્વાસ્થ્ય સારું રહેશે. ઓફિસમાં વિવાદથી બચીને રહેશો. કૌટુંબિક સમસ્યાઓનું ધ્યાન રાખો. સફેદ મિઠાઈનું દાન કરો. તમારો શુભ રંગ લીલો અને લકી નંબર 6 છે. 

તુલા રાશિ
કરિયરમાં લાભના યોગ છે. અટવાયેલું કામ બની જશે. નાની મુસાફરી થઈ શકે છે. ખાવાની વસ્તુ દાન કરો. તમારો શુભ  રંગ ગુલાબી અને લકી નંબર 7 છે. 

વૃશ્ચિક રાશિ
ધનલાભના યોગ છે. અટવાયેલા કામ પૂરા થશે. સ્થળ પરિવર્તનના યોગ છે. ધનનું દાન કરો. તમારો શુભ રંગ સંતરી અને લકી નંબર 8 છે. 

ધનુ રાશિ
કૌટુંબિક સમસ્યાનો ઉકેલ આવશે. ઓફિસનું વિધ્ન દૂર થશે. ધનલાભના યોગ છે. માતા લક્ષ્મીની ઉપાસના કરો. તમારો શુભ  રંગ પીળો અને લકી નંબર 9 છે. 

મકર રાશિ
કૌટુંબિક ચિંતાઓ થઈ શકે છે. કરિયરમાં તણાવથી બચાવ કરો. વાહન સાવધાનીથી  ચલાવો. સફેદ મિઠાઈનું દાન કરો. તમારો શુભ રંગ આસમાની અને લકી નંબર 6 છે. 

કુંભ રાશિ
ધનલાભના યોગ છે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. માનસિક ચિંતાઓ દૂર થશે. ધનનું દાન કરો. તમારો શુભ રંગ વાદળી અને લકી નંબર 7 છે. 

મીન રાશિ
માનસિક તણાવ સમાપ્ત થશે. કરિયરમાં નવી તક મળશે. સ્વાસ્થ્યમાં સુધારો થશે. ખાવાની વસ્તુ દાન કરો. તમારો શુભ રંગ પીળો અને લકી નંબર 8 છે. 

(Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news