Sun-Jupiter Conjunction 2023: મીન રાશિમાં સૂર્ય-ગુરૂની યુતિ, આ પાંચ રાશિના જાતકોને મળશે અનુકૂળ પરિણામ

Sun-Jupiter Conjunction 2023 Effect: આ સમયે મીન રાશિમાં સૂર્ય તથા ગુરૂ બિરાજમાન છે. આ બે મુખ્ય ગ્રહની યુતિથી ઘણી રાશિના જાતકોને લાભ થશે. જાણો આ યુતિથી ક્યા જાતકોને વિશેષ લાભ થવાનો છે. 

Sun-Jupiter Conjunction 2023: મીન રાશિમાં સૂર્ય-ગુરૂની યુતિ, આ પાંચ રાશિના જાતકોને મળશે અનુકૂળ પરિણામ

નવી દિલ્હીઃ Sun-Jupiter Conjunction 2023: સૂર્ય અને ગુરૂને વૈદિક જ્યોતિષમાં મહત્વનું સ્થાન પ્રાપ્ત છે. સૂર્યને અન્ય પ્રમુખ ગુણોમાં આત્મ કહેવામાં આવે છે અને ગુરૂને દેવતાઓનો ગુરૂ માનવામાં આવે છે. સૂર્ય 14 એપ્રિલ સુધી મીન રાશિમાં રહેશે. આ બે મુખ્ય ગ્રહોની યુતિનો દરેક જાતકો પર પ્રભાવ પડશે. આ મુખ્ય ગ્રહ આ સમયે મીન રાશિમાં બિરાજમાન છે. જાણો 5 ભાગ્યશાળી રાશિઓ વિશે જેને સૂર્ય-ગુરૂની મહા યુતિથિ લાભ થશે. 

મિથુન રાશિઃ મિથુન રાશિની વાત કરીએ તો સૂર્ય-ગુરૂની યુતિ તેને ખુબ લાભ આપવાની છે. તમે તમારા વિરોધીઓની તુલનામાં વધુ મજબૂત સ્થિતિમાં હશો. નોકરી કરનાર લોકો માટે આ સમયમાં માન-સન્માનમાં વધારો થશે. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધાર થશે અને તમે કોઈ જૂના રોગથી પીડિત છો તો તેમાંથી પણ છુટકારો મળશે. આ લાભો સિવાય પરણેલા મિથુન રાશિના જાતકો માટે પણ સમય સુખદ રહેશે. 

કર્ક રાશિઃ સૂર્ય-ગુરૂની યુતિ કર્ક રાશિના જાતકો માટે અનુકૂળ રહેશે. આ સમયમાં તમારો તણાવ દૂર થશે કારણ કે પારિવારિક સંબંધમાં સુધાર જોવા મળશે. નોકરીની નવી તક શોધી રહેલા કર્ક રાશિના જાતકોને લાભકારી પરિણામ મળશે. નોકરી કરનાર લોકોને પણ તેના કામમાં નોંધનીય પરિણામ મળશે. આ સમયમાં તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. તમારૂ લગ્ન જીવન પણ સારૂ રહેશે. 

સિંહ રાશિઃ આ યુતિથિ ત્રીજી રાશિ જે શાનદાર પરિણામ પ્રાપ્ત કરનારી છે, તે સિંહ છે. આ દરમિયાન તમને તે મામલામાં સફળતા મળશે જે આર્થિક હશે. સમાજમાં તમારૂ માન-સન્માન પણ વધશે. જો લાંબા સમયથી રોકાણ કરવાની રાહ જોઈ રહ્યાં છો તો આ દરમિયાન તમે રોકાણ કરી શકો છો કારણ કે આ સમય તમારા માટે શુભ રહેશે અને તમે આગળ વધી શકો છો. 

વૃશ્ચિક રાશિઃ વૃશ્ચિક રાશિના જાતકો માટે આ સમય અનુકૂળ રહેશે. આ સમયમાં તમને ભાગ્યનો સાથ મળશે, સમાજમાં તમારી પ્રતિષ્ઠા વધશે અને કામમાં પણ તમને લાભ મળશે. આ સિવાય વૃશ્ચિક રાશિના વેપારી જાતકો માટે આ સમય સારો રહેશે. 

મીન રાશિઃ મીન રાશિને સૂર્ય-ગુરૂની યુતિથિ લાભ મળશે. આ સમયમાં તમારા સાહસ અને પરાક્રમમાં વધારો થશે. તમને સહકર્મીનો સહયોગ મળશે અને તમે તમારા કાર્ય ક્ષેત્રમાં સફળતા મેળવશો. મીન રાશિના જાતકોને મહેનતનું ફળ મળશે. આર્થિક મામલામાં સારા પરિણામ મળશે, જેથી આર્થિક સ્થિતિ મજબૂત થશે. શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા મીન રાશિના જાતકોને આ સમયમાં વિશેષ પરિણામ મળશે. 

(આ લેખમાં આપવામાં આવેલી જાણકારીમાં અમે તે દાવો નથી કરતા કે સંપૂર્ણ સત્ય તથા સટીક છે. તમે કોઈ સંબંધિત ક્ષેત્રના નિષ્ણાંતની સલાહ લઈ શકો છો)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news