12 વર્ષ પછી બનશે શક્તિશાળી 'રાજલક્ષણ રાજયોગ', નવા વર્ષમાં આ 3 રાશિવાળા બનશે માલામાલ, પદ-પ્રતિષ્ઠા વધશે

સૂર્યના ધનુ રાશિમાં જવાથી રાજલક્ષણ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આવામાં કેટલીક રાશિના જાતકોના જીવનમાં નવા વર્ષમાં પારાવાર ખુશીઓ આવી શકે છે. 

12 વર્ષ પછી બનશે શક્તિશાળી 'રાજલક્ષણ રાજયોગ', નવા વર્ષમાં આ 3 રાશિવાળા બનશે માલામાલ, પદ-પ્રતિષ્ઠા વધશે

જ્યોતિષ શાસ્ત્ર મુજબ ગ્રહોના રાજા સૂર્ય દર મહિને રાશિ પરિવર્તન કરે છે. તેમના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓના જીવન પર કોઈને કોઈ રીતે ચોક્કસપણે પડે છે. આવામાં સૂર્યની કોઈને કોઈ ગ્રહ સાથે યુતિ પણ થતી હોય છે તો શુભ અને અશુભ રાજયોગનું નિર્માણ થાય છે. આવામાં 16 ડિસેમ્બરના રોજ સૂર્ય ધનુ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. ગુરુની રાશિમાં પ્રવેશ કરવાથી વધુ લાભ મળશે. આ સાથે જ ગુરુ મેષ રાશિમાં બિરાજમાન છે, જેનાથી સૂર્ય પર તેમની નવમ દ્રષ્ટિ પડી રહી છે. આવામાં નવપંચમ રાજયોગનું નિર્માણ થાય છે. આ રાજયોગ બનવાથી રાજ લક્ષણ જેવા દુર્લભ રાજયોગનું નિર્માણ થઈ રહ્યું છે. આ રાજયોગ બનવાથી નવા વર્ષ 2024માં કેટલીક રાશિઓને વિશેષ લાભ મળી શકે છે. 

જ્યોતિષ શાસ્ત્ર મુજબ રાજ લક્ષણ રાજયોગ ખુબ શુભ માનવામાં આવે છે. આ રાજયોગ બનવાથી જાતકોને માન સન્માન પ્રાપ્ત થાય છે. તેમના વ્યવહારમાં નિખાર આવે છે. જેનાથી દરેક પ્રેરિત થાય છે. ખુબ જ આકર્ષક હોવાના કારણે દરેક વ્યક્તિત્વ વિશે જાણવા માંગે છે. આ સાથે જ ધન સંપત્તિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. જાણો કઈ રાશિઓ છે ભાગ્યશાળી...

ધનુ રાશિ
સૂર્ય આ રાશિના લગ્ન ભાવમાં આવી રહ્યો છે. આ સાથે જ ગુરુ પણ લગ્ન ભાવના સ્વામી છે. આવામાં રાજ લક્ષણ યોગ આ રાશિના જાતકો માટે ખુબ લાભકારી સિદ્ધ થઈ શકે છે. આત્મવિશ્વાસનો ઝડપથી વધારો થશે. લાંબા સમયથી અટકેલા કામ પૂરા થશે. કૌટુંબિક જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલા વિવાદ હવે સમાપ્ત થઈ જશે. અનેક ઈચ્છાઓ પૂરી થઈ શકે છે. પરિવાર સાથે સારો સમય વિતશે. કાર્યસ્થળ પર તમારા કામની પ્રશંસા થશે. તેનાથી તમારું પ્રમોશન થશે અને પગાર પણ વધશે. 

સિંહ રાશિ
રાજ લક્ષણ રાજયોગ સિંહ રાશિના જાતકો માટે  પણ ખુબ લાભકારી સાબિત થઈ શકે છે. આ રાશિમાં રાજ લક્ષણ યોગ પાંચમા ભાવમાં બની રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોને ઉચ્ચ શિક્ષણની તક મળી શકે છે. કૌટુંબિક જીવનમાં ખુશીઓ વધશે. સંતાન કરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે.  લાંબા સમયથી ચાલી રહેલી બીમારીઓથી છૂટકારો મળશે. આ સાથે જ નવપંચમ યોગ પણ તમારા માટે લાભકારી સાબિત થઈ શકે છે. 

મેષ રાશિ
મેષ રાશિના લગ્ન ભાવમાં ગુરુ બૃહસ્પતિ બિરાજમાન છે. આવામાં રાજ લક્ષણ યોગની અસર આ રાશિના જાતકો માટે શુભ સાબિત થઈ શકે છે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા થઈ શકે છે. નોકરીની અનેક નવી તકો મળી શકે છે. નવા વર્ષમાં નોકરી બદલવાની પણ તક મળશે. ઈચ્છિત સફળતા મળશે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશ જવાની તક મળી શકે છે. પરિવાર સાથે સારો સમય પસાર થશે. કાનૂની મામલાઓમાંથી  છૂટકારો મળી શકે છે. આ સાથે જ નવા વર્ષમાં વાહન, સંપત્તિ વગેરે ખરીદવાનો પ્લાન બની શકે છે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આ સાથે જ પદ અને પ્રતિષ્ઠા પણ મળી શકે છે. 

 (Disclaimer: અહીં અપાયેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news