જુસ્સો હોય તો ઉંમર પણ ઝાંખી લાગે : 77 વર્ષના દાદાનો ભક્તિ રંગ, 450 કિમી ચાલીને માતાના મઢ પહોંચશે
Spiritual News : ખંભાળિયાના 77 વર્ષીય ગિરુભા જાડેજા સતત 29 માં વર્ષે આશાપુરા માતાના મઢ દર્શને પગપાળા જવા નીકળ્યા... સડસડાટ ચાલતા 450 કિમીની યાત્રા તેઓ માત્ર 7 દિવસમાં પૂર્ણ કરી માતાના મઢ પહોંચી જાય છે
Trending Photos
Religious News : મન હોય તો માળવે જવાય. જોશ હોઈ તો ઉંમર પણ ઝાંખી લાગે અને એમાં જો ભક્તિનો રંગ લાગ્યો હોઈ તો તો પછી એમા કંઈજ કહેવાનું ન રહે. વાત છે 77 વર્ષના અડીખમ અને સાહસિક એવા દાદાની, જે આજે યુવાનોને પણ શરમાવી દે તેવી સ્ફૂર્તિ સાથે સતત 29 માં વર્ષે આશાપુરા માતાના મઢ દર્શને નીકળ્યા છે. એ પણ ચાલતા ચાલતા.
ખંભાળિયામાં સફેદ વાળ અને દાઢી હોઈ એટલે ગિરુભાબાપુ 77 વર્ષની ઉંમરે પણ ગજબનો જોશ અને જુનુંન કોઈ થાક નહીં કોઈ આળસ નહીં યુવાનો ને થકવી દે તેવા જુસ્સા સાથે તેઓ 77 વર્ષની ઉંમરે પણ ક્રિકેટ રમતા યુવાનો સાથે દેખાય છે. મા આશાપુરમાં અનન્ય શ્રધ્ધા સાથે તેઓ જામખંભાળિયાથી કચ્છ જતા માતાનામઢ પદયાત્રિકો સાથે પગપાળા દર્શને જવા નીકળ્યા છે.
માતાના મઢ સુધી પગપાળા જવાનું આ તેમનું 29 મું વર્ષ છે. 450 કિમીની યાત્રા તેઓ માત્ર 7 દિવસમાં પૂર્ણ કરી માતાના મઢ પહોંચી જાય છે. 450 કિમીનું અંતર જે ચાલીને પૂર્ણ કરશે. ગીરૂભા જાડેજા 77 વર્ષીય ક્ષત્રિય આગેવાન છે, જેઓ છેલ્લા 29 વર્ષ પગપાળા યાત્રા કરે છે. આ વર્ષમાં સતત ચાલતા પદયાત્રાની શરૂઆત શ્રી ખામનાથ મહાદેવના મંદિર અને માં આશાપુરાના દર્શન કરી આજે પદયાત્રા માટે યુવાનો સાથે માતાના મઢે જવા પ્રયાણ કર્યું.
ગિરુભાની આ યાત્રાને શુભેચ્છા આપવા માટે રાજપુત સમાજના આગેવાનો, ગઢવી સમાજના આગેવાનો તથા મિત્રો શુભેચ્છા આપવા પહોંચ્યા હતા.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે