ગુજરાતના આ મંદિરમાં ત્રણ સ્વરૂપમાં દેખાય છે મહાદેવ! જાણો કેમ અહીં સદીઓથી સંઘરી રાખ્યા છે ઘીના માટલા

ગુજરાતના ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું આ શિવાલય 600 વર્ષ કરતા પણ જૂનું છે. જેમાં એક સાથે મહાદેવના ત્રણ ત્રણ સ્વરૂપોના દર્શન થાય છે. અહીં અંદાજે છેલ્લી સાત સદીઓથી માટલાઓમાં સચવાયેલું ઘી પડ્યું છે.

ગુજરાતના આ મંદિરમાં ત્રણ સ્વરૂપમાં દેખાય છે મહાદેવ! જાણો કેમ અહીં સદીઓથી સંઘરી રાખ્યા છે ઘીના માટલા

ઝી બ્યૂરો, અમદાવાદઃ હાલ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે. શ્રાવણ માસમાં શિવ આરાધનાનું વિશેષ મહાત્મય હોય છે. એમાંય શ્રાવણિયા સોમવારે તો શિવમંદિરોમાં પગ મુકવાની પણ જગ્યા નથી હોતી. વહેલી સવારથી મહાદેવની પૂજા અર્ચના માટે મંદિરોમાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. ત્યારે ઘણાં એવા શિવમંદિરો છે જે વર્ષોથી કે પછી સદીઓથી ગુજરાતમાં આવેલાં છે. જ્યાં મહાદેવની પુજા અર્ચનાથી વિશેષ લાભ થાય છે. આવું જ એક મંદિર આવેલું છે ગુજરાતના ખેડા જિલ્લામાં. જ્યા એક સાથે તમને ભગવાન શંકર એટલેકે, દેવાધિદેવ મહાદેવના ત્રણ-ત્રણ સ્વરૂપોના દર્શન થાય છે. મહાદેવના એકસાથે ત્રણ સ્વરૂપ ધરાવતું ગુજરાતનું આ એકમાત્ર મંદિર છે.

દેશ અને દુનિયાભરમાં અલગ અલગ સ્થળોએ શિવ મંદિરો આવેલાં છે. દરેક શિવ મંદિર સાથે કોઈકને કોઈક દંતકથા કોઈકને કોઈક કહાની જોડાયેલી છે. ગુજરાતમાં પણ આવા કેટલાંક શિવમંદિરો આવેલાં છે જેની કહાની જાણવા જેવી છે. આવા જ એક મંદિરની વાત અહીં કરવામાં આવી છે. ગુજરાતના અનેક પૌરાણિક શિવમંદિરો પૈકીનું આવું એક મંદિર રાજ્યના ખેડા જિલ્લામાં આવેલું છે. ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું છે આ અનોખું શિવ મંદિર.

ગુજરાતના ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું આ શિવાલય 600 વર્ષ કરતા પણ જૂનું છે. જેમાં એક સાથે મહાદેવના ત્રણ ત્રણ સ્વરૂપોના દર્શન થાય છે. અહીં અંદાજે છેલ્લી સાત સદીઓથી માટલાઓમાં સચવાયેલું ઘી પડ્યું છે. આ મંદિરમાં ઘી ભરેલાં ઢગલાબંધ માટલા રાખ્યાં છે.  સાડા છસ્સો વર્ષ જુના મંદિરમાં અંદાજે 650થી વધુ માટલા આવેલાં છે. ગુજરાતનું આ એક માત્ર એવું મંદિર છેકે, જ્યાં ઘીના ભંડાર રોજ બરોજ વધાત થાય છે.

ક્યાં આવેલું છે આ અનોખું મંદિર?
ખેડા તાલુકાના ખેડા-ધોળકા હાઇવે રોડ ઉપર રઢુ ગામ આવેલું છે. આ ગામની દક્ષિણે વાત્રક નદી આવેલી છે. અહીં પાંચ નદીનો સંગમ છે. તેની નજીક કામનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર સંવત 1445માં બનાવવામાં આવ્યું છે અને આ મહાદેવજીની જયોતિ રઢુના પટેલ જેસંગભાઇ હિરાભાઇ લાવ્યા હતા. તેમનો એવો નિયમ હતો કે, મહાદેવજીના દર્શન કર્યા સિવાય ચા કે અન્ય કોઇ વસ્તુ ખાવી નહીં.

શું છે મંદિરની વિશેષતાઃ
ખેડા જિલ્લાના રઢુ ગામમાં આવેલું આ મંદિર અંદાજે સાડા છસ્સો વર્ષો કરતા પણ વધારે જુનું અને પૌરાણિક છે.
આ શિવ મંદિરનું બાંધકામ પણ અદભુત અને અનુપમ છે.
આ મંદિરમાં સાડા છસ્સો વર્ષોથી સંઘરી રખાયા છે ઘી ભરેલા માટલા
આ મંદિરમાં ઘી ભરેલાં અંદાજે 650થી વધારે માટલાં છે.
ગુજરાતનું આ એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં મહાદેવ ત્રણ સ્વરૂપે ભક્તોને દર્શન આપે છે.
ગુજરાતમાં આવેલું આ એવું શિવ મંદિર છે, જ્યાં ઘીના ભંડાર રોજબરોજ વધતા જાય છે. 
મંદિરમાં ઘી ભરેલા 650 કાળા માટીના ગોળા છે. 
અંદાજે 13થી 14 હજાર કિલો જેટલું ઘી અહીં સચવાયેલું છે. 
મંદિરમાં માટલામાં સંઘરેલાં ઘીના માટલાઓમાંજરા સરખી ગંધ નથી, જીવાતનો કોઈ ઉપદ્રવ નથી.
બે ચાર દિવસ ઘી પડી રહે તોય એમાં ગંધ આવવા લાગે છે. અહીં સદીઓન સગ્રહની વાત કરાઈ છે.
સંવત 2056ના શ્રાવણ માસથી દર વર્ષે શ્રાવણ મહિના દરમિયાન અહીં હોમાત્મક યજ્ઞ કરવામાં આવે છે. જેમાં ઘીનો હોમ કરવામાં આવે છે. 
શ્રાવણ વદ બારસના દિવસે કામનાથ દાદાનો મોટો મેળો ભરાય છે. જેમાં કામનાથ દાદાની યાત્રા પણ નીકળે છે.
મંદિરમાં ટ્રસ્ટની આગેવાની હેઠળ છેલ્લા કેટલાક વર્ષોથી અન્નક્ષેત્ર પણ ચાલે છે. અહીં દર્શનાર્થે આવતા ભક્તોને જમવાની વ્યવસ્થા કરવામાં આવે છે.

મંદિર સાથે જોડાયેલી છે આ દંતકથાઃ
તે સમયે આ ગામે મહાદેવજીનું મંદિર ન હતું જેથી તેઓ વાત્રક નદી ઓળંગી નદીના સામે કિનારે પુનાજ ગામે મહાદેવજીનું મંદિર હતું. ત્યાં દર્શન કરવા નિયમિત જવાનો નિયમ હતો. ભાગ્યવશ વાત્રક નદીમાં ભયંકર પૂર આવ્યું. જેથી દર્શન કરવા જઈ શકાય તેમ ન રહ્યું નદીમાં પાણીનું પૂર આઠ દિવસ સુધી રહ્યું ત્યા સુધી તેમના નિયમ મુજબ ચા અને અન્ન સિવાય આઠ દિવસના ઉપવાસ થયા. તેમને આઠમી રાત્રે ભગવાન સ્વપ્નમાં આવ્યા અને કહ્યુ, ‘તું હવે મને અહીંયાથી તારે ગામ એક ઘીનો દીવો પ્રગટાવી તારી સાથે મને લઇ જા.’ તેમણે બીજા દિવસે સવારે બધાને આ વાત કરી અને ગામના માણસો ત્યાં પૂનાજ ગામે ગયા અને ત્યાંથી દાદાનો દીવો પ્રગટાવીને નીકળ્યા. તે દિવસે શ્રાવણ વદ-12 હતી. પૂનાજ ગામ રઢુથી આઠ કિલોમીટર થાય. તે દિવો વરસાદ અને પવનમાં પણ અખંડ રહ્યો હતો. ત્યારબાદ અહીં નાની દેરી બનાવી તેમાં દીવાની સ્થાપના સંવત 1445માં કરવામાં આવી હતી. આજે તેને 629 વર્ષ થયા છે. આજ દિવસ સુધી દીવા માટે ઘી વેચાતું લાવવું પડ્યું નથી.

ખેડા તાલુકાના ખેડા-ધોળકા હાઇવે રોડ ઉપર રઢુ ગામ આવેલું છે. આ ગામની દક્ષિણે વાત્રક નદી આવેલી છે. અહીં પાંચ નદીનો સંગમ છે. તેની નજીક કામનાથ મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે. આ મંદિર સંવત 1445માં બનાવવામાં આવ્યું છે અને આ મહાદેવજીની જયોતિ રઢુના પટેલ જેસંગભાઇ હિરાભાઇ લાવ્યા હતા. તેમનો એવો નિયમ હતો કે, મહાદેવજીના દર્શન કર્યા સિવાય ચા કે અન્ય કોઇ વસ્તુ ખાવી નહીં.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news