Shukra Gochar 2022: 5 ડિસેમ્બરથી કુંભ સહિત આ 4 રાશિના જાતકો પર શુક્ર થશે મહેરબાન, પૈસાની થશે રેલમછેલ

Shukra Gochar 2022 In December: જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર સામાન્ય રીતે પડતો હોય છે. શુક્ર 5 ડિસેમ્બરે ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે તેનો પણ તમામ રાશિઓ પર સારો ખોટો પ્રભાવ પડશે. કેટલીક રાશિઓને તેનાથી વિશેષ લાભ થશે.

Shukra Gochar 2022: 5 ડિસેમ્બરથી કુંભ સહિત આ 4 રાશિના જાતકો પર શુક્ર થશે મહેરબાન, પૈસાની થશે રેલમછેલ

Shukra Gochar 2022 In December: જ્યોતિષ શાસ્ત્ર મુજબ જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે ત્યારે તેનો પ્રભાવ તમામ રાશિના જાતકો પર સામાન્ય રીતે પડતો હોય છે. શુક્ર 5 ડિસેમ્બરે ધનુ રાશિમાં પ્રવેશ કરવા જઈ રહ્યો છે. ત્યારે તેનો પણ તમામ રાશિઓ પર સારો ખોટો પ્રભાવ પડશે. કેટલીક રાશિઓને તેનાથી વિશેષ લાભ થશે. અત્રે જણાવવાનું કે 5 ડિસેમ્બરે સાંજે 6.07 વાગે શુક્ર ધનુ રાશિમાં પ્રવેશ કરશે અને આ સાથે જ કેટલીક રાશિના જાતકો માટે સારા દિવસ શરૂ થઈ જશે. 

કુંભ રાશિ
શુક્ર કુંભ રાશિના લગ્ન ભાવમાં ગોચર કરવા જઈ રહ્યો છે. આવામાં આ રાશિના જાતકોના અટકાયેલા તમામ કામ પૂરા થશે. આ દરમિયાન કરજથી મુક્તિ મળશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. લાંબા સમયથી જે કામ અટકેલા છે તે પણ પૂરા થશે. લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. 

વૃશ્ચિક રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ શુક્ર વૃશ્ચિક રાશિના બીજા ભાવમાં ગોચર કરશે. આવામાં આ રાશિના જાતકોના જીવનમાં સુખ સમૃદ્ધિ અને ધનલાભ થશે. એટલું જ નહીં વિદેશ મુસાફરીના પણ યોગ બનતા જોવા મળી રહ્યા છે. પરિવાર સાથે સમય વિતાવવા માટે આ સમય અનુકૂળ છે. નોકરીમાં પણ લાભ થશે. બિઝનેસમાં રોકાણ કરવું લાભકારી બનશે. 

સિંહ રાશિ
અત્રે જણાવવાનું કે આ રાશિના પંચમ ભાવમાં શુક્ર ગોચર કરવા જઈ રહ્યો છે. તેને પ્રેમનો ભાવ માનવામાં આવે છે. શુક્રના આ ગોચરથી સિંહ રાશિવાળાઓનું લગ્નજીવન સુખમય બનશે. આ રાશિમાં ત્રીજા અને દસમા ભાવના સ્વામી શુક્ર છે. એટલું જ નહીં નવી નોકરી શોધી રહેલા લોકોને પણ સફળતા મળશે. નોકરીની શોધ કરી રહેલા લોકોને પણ સફળતા મળશે. નોકરીમાં પદોન્નતિની સંભાવના છે. 

આ વીડિયો પણ ખાસ જુઓ...

મેષ રાશિ
જ્યોતિષ શાસ્ત્ર મુજબ આ રાશિના ભાગ્ય ભાવમાં શુક્ર ગોચર કરશે. અત્રે જણાવવાનું કે શુક્ર આ રાશિના સાતમા ભાવનો સ્વામી છે. જેને ધનનો  ભાવ પણ માનવામાં આવે છે. આવામાં શુક્રનું ગોચર મેષ રાશિના જાતકો માટે શુભ સાબિત થવાનું છે. આ દરમિયાન લગ્ન જીવનમાં ખુશીઓ આવશે. વ્યક્તિની ધાર્મિક કાર્યોમાં રચિ વધશે. નોકરી અને બિઝનેસમાં પણ લાભ થશે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news