વિધાનસભાની વાતઃ રાપરમાં આ વખતે કોણ રાખશે રંગ? પુનરાવર્તન થશે કે ફૂંકાશે પરિવર્તનનો પવન?
Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ રાપર વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 49 હજાર 947 મતદારો છે. જેમાંથી 1 લાખ 5 હજાર 932 પુરુષ અને 94 હજાર 385 મહિલા મતદારો છે. રાપર બેઠક પર કોળી સમાજના મતો નિર્ણાયક સાબિત થઈ શકે છે.
Trending Photos
Gujarat Election 2022/વિધાનસભાની વાતઃ રાપરે કચ્છમાં કોંગ્રેસના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે. વિખ્યાત ધોળાવીરાનો સમાવેશ રાપર વિધાનસભા વિસ્તારમાં થાય છે. ભારતીય જનતા પાર્ટીના ગઢ ગણાતા કચ્છમાં જે એકમાત્ર બેઠક કોંગ્રેસ પાસે છે એ છે રાપર. રાપર પર હાલ કોંગ્રેસના સંતોકબેન અરેઠિયા ધારાસભ્ય છે. રાપરે કચ્છમાં કોંગ્રેસના અસ્તિત્વને ટકાવી રાખ્યું છે. વિખ્યાત ધોળાવીરાનો સમાવેશ રાપર વિધાનસભા વિસ્તારમાં થાય છે. રાપર વિધાનસભા બેઠકમાં રાપર અને ભચાઉ એમ બે તાલુકાઓના 138 ગામોનો સમાવેશ થાય છે. ભાજપને કચ્છમાં કેસરિયો લહેરાવવા માટે રાપરને જીતવું જરૂરી છે.
શું છે રાપરના સમીકરણો?
રાપર વિધાનસભા બેઠક પર કુલ 2 લાખ 49 હજાર 947 મતદારો છે. જેમાંથી 1 લાખ 5 હજાર 932 પુરુષ અને 94 હજાર 385 મહિલા મતદારો છે. રાપર બેઠક પર કોળી સમાજના મતો નિર્ણાયક સાબિત થઈ શકે છે. આ સાથે લેઉઆ પટેલ, દલિત અને રાજપૂત સમાજની વસ્તિ વધારે છે. તો રબારી, ક્ષત્રિય અને આહિર સમાજના મતો પણ નિર્ણાયક સાબિત થઈ શકે છે.રાપર વિધાનસભા બેઠક પર ઓબીસી મતદારો 51 ટકા, સવર્ણ મતદારો 22 ટકા, લધુમતી 14 ટકા, એસ.સી. 12.4 ટકા અને એસ.ટી 2.2 મતદારો ટકા છે.
રાપર વિધાનસભા બેઠકનો ઈતિહાસ શું છે?
વર્ષ વિજેતા ઉમેદવાર પક્ષ
2017 સંતોકબેન આરેઠિયા કોંગ્રેસ
2014 (પેટા ચૂંટણી) પંકજ મહેતા ભાજપ
2012 વાઘજી પટેલ ભાજપ
2007 બાબુભાઈ ગડા કોંગ્રેસ
2002 બાબુભાઈ ગડા કોંગ્રેસ
1998 ધીરુભાઈ શાહ ભાજપ
1995 બાબુભાઈ ગડા ભાજપ
1990 હરિલાલ પટેલ કોંગ્રેસ
1985 હરિલાલ પટેલ કોંગ્રેસ
1980 બાબુભાઈ ગડા ભાજપ
1975 હરિલાલ પટેલ કોંગ્રેસ
1972 પ્રેમચંદ કોંગ્રેસ
1967 બી ગજસિંહ એસડબલ્યુએ
1962 જાદવજી રાઘવજી એસડબલ્યુએ
2022માં શું થશે?
રાપર વિધાનસભા બેઠક પર અત્યાર સુધીમાં 14 વાર ચૂંટણી થઈ છે. જેમાંથી પાંચ વાર કોંગ્રેસની જીત થઈ છે. જ્યારે સાત વાર કોંગ્રેસનો વિજય થયો છે. આ વર્ષે રાપર બેઠક પર ત્રિપાંખિયો જંગ છે. જેમાં ભાજપના માંડવી મુંદ્રાના ધારાસભ્ય વીરેન્દ્રસિંહ જાડેજાને સીટ બદલી રાપરથી ટિકિટ આપવામાં આવી છે. કોંગ્રેસે બચુભાઈ અરેઠિયા તો આમ આદમી પાર્ટીએ અંબાભાઈ પટેલને ટિકિટ આપી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે