Diwali 2023: આજથી દિવાળી સુધી રોજ ખરીદીના શુભ મુહૂર્ત, આ રાજયોગમાં ખરીદી કરવાથી વધશે સમૃદ્ધિ

Shubh Muhurat Diwali 2023: સામાન્ય રીતે ધનતેરસ કે દિવાળીના દિવસે ખરીદીના શુભ યોગ બનતા હોય છે પરંતુ આ વર્ષે 7 નવેમ્બરથી જ દિવાળી સુધીના શુભ મુહૂર્ત શરૂ થઈ જાય છે. આ દિવસો દરમિયાન કરેલી ખરીદી શુભફળ આપે છે. શુભ વસ્તુઓ આ દિવસો દરમિયાન ઘરે લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે.

Diwali 2023: આજથી દિવાળી સુધી રોજ ખરીદીના શુભ મુહૂર્ત, આ રાજયોગમાં ખરીદી કરવાથી વધશે સમૃદ્ધિ

Shubh Muhurat Diwali 2023: બજારોમાં દિવાળીની રોનક દેખાવા લાગી છે. વર્ષ દરમિયાન દિવાળી સમયે સૌથી વધુ ખરીદી થતી હોય છે. ખરીદારી કરવા માટે સૌથી શુભ દિવસ ધનતેરસનો ગણાય છે. આ દિવસે સોના ચાંદી બજારમાં લોકોની ભીડ ઉમટે છે. જોકે આ વર્ષની દિવાળી સૌથી ખાસ રહેવાની છે. સામાન્ય રીતે ધનતેરસ કે દિવાળીના દિવસે ખરીદીના શુભ યોગ બનતા હોય છે પરંતુ આ વર્ષે 7 નવેમ્બરથી જ દિવાળી સુધીના શુભ મુહૂર્ત શરૂ થઈ જાય છે. આ દિવસો દરમિયાન કરેલી ખરીદી શુભફળ આપે છે. શુભ વસ્તુઓ આ દિવસો દરમિયાન ઘરે લાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ વધે છે. તો ચાલો તમને જણાવીએ કે દિવાળી સુધી કયા કયા રાજયોગ બની રહ્યા છે. 

7 નવેમ્બર થી 12 નવેમ્બર સુધીના શુભ યોગ

કોઈપણ નવી વસ્તુ ખરીદવી હોય કે નવી શરૂઆત કરવી હોય તો શુભ મુહૂર્ત જોવામાં આવે છે. શુભ મુહૂર્તમાં જો ખરીદી કરવામાં આવે તો તેનું ફળ પણ સારું મળે છે. નવા કામની શરૂઆત કરવા માટે પણ મુહૂર્ત જોવામાં આવે છે. 7 નવેમ્બર થી 12 નવેમ્બર સુધી રોજ શુભ યોગ બનવા જઈ રહ્યા છે. આ યોગમાં પ્રીતિયોગ, સૌભાગ્ય યોગ, આયુષ્માન યોગ, ઉભયચરી યોગ, શુભકર્તક યોગ, ગજકેસરી યોગ, સર્વાર્થ સિદ્ધિ યોગ સહિતના યોગ બની રહ્યા છે. જેને શુભ શરૂઆત કરવા માટે ઉત્તમ માનવામાં આવે છે. 

ધનતેરસના દિવસે 4 રાજયોગ

આ વર્ષે ધનતેરસ 10 નવેમ્બરે ઉજવાશે. ધનતેરસ પર ચાર રાજયોગ બની રહ્યા છે. આ દિવસે એક અત્યંત શુભ યોગ પણ બનશે. આમ ધનતેરસ પર આ વર્ષે પાંચ શુભ યોગનો મહાસંયોગ બનવા જઈ રહ્યો છે. આ દિવસે સોના-ચાંદીની ખરીદી કરવાથી સર્વોત્તમ ફાયદો થાય છે. 

દિવાળી સુધીના શુભ મુહૂર્ત

7 નવેમ્બર 2023 મંગળવાર

આ દિવસે બ્રહ્મ અને શુભકર્તરી યોગ બની રહ્યો છે જેમાં ઈલેક્ટ્રોનિક સામાનની ખરીદી શુભ રહેશે. આ સિવાય પ્રોપર્ટીમાં રોકાણ માટે પણ આ દિવસ ખાસ રહેશે.

આ દિવસે ઇન્દ્ર, દામિની અને સ્થિર યોગની રચનાના કારણે ઘરેણાં, કપડાં અને સ્ટેશનરીની ખરીદવી શુભ રહેશે. શેરબજારમાં રોકાણ અને બિઝનેસ વિસ્તારવા માટે પણ ખાસ રહેશે.

9 નવેમ્બર 2023 અને ગુરુવાર

શુભકર્તરી અને ઉભયચારી યોગના કારણે આ દિવસ ફર્નિચર, મશીનરી અને વાહન ખરીદવા માટે શુભ રહેશે. નવા કામની શરૂઆત કરવા માટે પણ આ દિવસ સારો રહેશે.

10 નવેમ્બર 2023 અને શુક્રવાર

ધનતેરસના દિવસે શુભકર્તરી, સરલ, સુમુખ અને અમૃત યોગમાં ઘરેણાં, કપડાં, ઈલેક્ટ્રોનિક વસ્તુઓ સહિત વિવિધ વસ્તુઓની ખરીદી વિશેષ શુભ ફળ આપશે. નવો વ્યવસાય શરૂ કરવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે.

11 નવેમ્બર 2023 શનિવાર

પ્રીતિ અને સર્વાર્થસિદ્ધિ યોગ દરમિયાન વાહનો અને મશીનરી ખરીદવા અથવા ફેક્ટરી શરૂ કરવી શુભ રહેશે. તેમજ તમામ પ્રકારની ખરીદી કરી શકાશે.

12 નવેમ્બર 2023 રવિવાર

દિવાળીના દિવસે આયુષ્માન અને સૌભાગ્ય યોગમાં ખરીદી, રોકાણ અને નવા કાર્યની શરૂઆત કરવી શુભ રહેશે. આ દિવસે સોના, ચાંદી અને પિત્તળના વાસણોની ખરીદી કરવી વિશેષ શુભ રહેશે.

(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારી પર આધારિત છે. ZEE 24 કલાક તેની પુષ્ટિ કરતું નથી.)
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news